You are here
Home > News > તંત્રી સ્થાનેથી… સત્ય એ સદાય સત્ય જ છે

તંત્રી સ્થાનેથી… સત્ય એ સદાય સત્ય જ છે

તંત્રી સ્થાનેથી…

સત્ય એ સદાય સત્ય જ છે

“સચ્ચાઈ કભી છુપ નહિ સકતી બનાવટ કે અસુલોસે,
ખુશ્બુ કભી આ નહિ સકતી કાગજ કે ફૂલો સે”

સત્યની નૈયા હાલે છે, ડોલે છે પણ કદિ ડુબતી નથી પુલવામાં જૈશના આતંકવાદીઓ દ્વારા ૪૦ જવાનોને શહીદ બનાવ્યા પછી ગુસ્સાની ચરમસીમાએ પહોચેલ સરકાર ભારતીય લશ્કરે દેશવાસીઓની પ્રબળ માંગણી અનુસાર આતંકી હુમલાનો જવાબ આપવા માટે ૨૬ મી ફેબ્રુઆરીના રોજ ભારતીય હવાઈ દળે સ્પાઈસ ૨૦૦૦ બોમ્બથી જૈશના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે બાલાકોટ જંગલમાં તેમના અડ્ડા ઉપર રાત્રે ૩-૩૦ કલાકે ભારતીય સીમાથી ૬૦ કિલો મીટર પાકિસ્તાનની હદમાં ઘૂસી એર સ્ટ્રાઈક કરી જૈશના અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો હતો. ગુપ્તચર એજન્સીની માહિતી મુજબ આતંકવાદી અડ્ડા ઉપર ૨૫૦ માણસો રહે છે. તે આધારે રાત્રે ૩-૩૦ કલાકે હુમલો કરાયો હતો. બાલાકોટ અડ્ડા ઉપરના મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઘાયલ થયા હતા છતાં પાકિસ્તાને પોતાનો બચાવ કરવા અને વિશ્વમાં આબરૂ બચાવવા માટે ભારત દ્વારા કોઈ હુમલો થયો નથી. એકપણ માણસ મૃત્યુ પામ્યો નથી. ભારતીય લશ્કરે બાલાકોટના જંગલમાં બોમ્બમારો કરી દેશના નાગરીકો સાથે ગદ્દારી કરી છે. પાકિસ્તાનના આ ટીવીના નિવેદનથી ભારતના વિરોધપક્ષના આગેવાનો ગેલમાં આવી ગયા હતા કે ભાજપ સરકાર ગપ્પા મારે છે. પ્રજાને મૂર્ખ બનાવે છે. એર સ્ટ્રાઈક સફળ થઈ જ નથી. વિરોધપક્ષે આવા નિવેદનો કરી ભાજપ સરકારને નીચી દેખાડવાનો પ્રયત્ન કર્યો પણ તે ભૂલી ગયા કે જેઓ દેશની રક્ષા કરનાર છે જેમના કારણે આપણે અમન ચેનથી જીવી શકીએ છીએ તે લશ્કરને આપણે નીચુ દેખાડી રહ્યા છીએ. વિરોધપક્ષને તો વિરોધો જ કરવાના હતા. વિરોધ પક્ષના કેટલાક નેતાઓ તો નરેન્દ્રભાઈ મોદીનું ઈમરાનખાન સાથે મેચ ફીક્સીંગ જેવું કૌભાંડ છે તેવું કહેતા પણ અચકાતા ન હતા. એટલે એનો અર્થ એ થાય કે નરેન્દ્રભાઈ મોદીએ આગામી લોકસભા જીતવા માટે આતંકવાદી હુમલો કરાવ્યો છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા નવજોત સિધ્ધુ તો સભાઓમાં એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે ભાજપ સરકારે જંગલમાં ઝાડ ઉખાડવા માટે એર સ્ટ્રાઈક કરી લોકલાગણી જીતવાનો પ્રયત્ન કર્યો છે. ઈટાલીયન પત્રકાર દ્વારા ૧૭૦ આતંકવાદીઓ માર્યા ગયાનો અને ૪૫ આતંકવાદી ઘાયલ થયાનો અહેવાલ પ્રસિધ્ધ થતાં વિરોધ પક્ષની બોલતી બંધ થઈ ગઈ હતી. ઈટાલીયન મહિલા પત્રકારના અહેવાલ પછી નવજોત સિધ્ધુ તરફ લોકોનો ગુસ્સો એટલો બધો વધી ગયો હોય તેવું દેખાતું હતું કે પંજાબમાં એક સભામાં નવજોત સિધ્ધુ ઉપર મહિલાએ ચપ્પલ ફેક્યુ હતું. નવજોત સિધ્ધુ પોતાને સ્ટાર પ્રચારક સમજે છે. તે જે પક્ષમાં જાય તે પક્ષ જીતે તેવું તે માને છે. પણ ભારત દેશની તાસીર છેકે ભારતીય પ્રજા કદી પક્ષપલટુઓને સ્વીકારતી નથી. કદાચ નવજોત સિધ્ધુની દશા પણ પક્ષ પલટુઓ જેવી થવાની નકારી શકાય નહિ. ઈટાલીયન મહિલા પત્રકારે ભાજપ સરકારને અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વ સમક્ષ સાચા સાબિત કર્યા છે અને વિરોધ પક્ષની બોલતી બંધ કરી દીધી છે તે અભિનંદનને પાત્ર છે.

Leave a Reply

Top