You are here
Home > News > વિસનગર કેન્દ્રનુ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહનુ ૭૫.૯૬ ટકા પરિણામ

વિસનગર કેન્દ્રનુ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહનુ ૭૫.૯૬ ટકા પરિણામ

ઉમા હાયર સેકન્ડરી સ્કુલનો વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ

વિસનગર કેન્દ્રનુ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહનુ ૭૫.૯૬ ટકા પરિણામ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી JEE અને NEETનું મહત્વ વધારે હોવાથી વિદ્યાર્થીઓ હવે ધો.૧૨ ના પરિણામ ઉપર નિરસતા દાખવે છે તેમ છતાં વિસનગર કેન્દ્રનું ધો.૧૨ નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૫.૯૬ ટકા આવ્યુ છે. જેમાં ઉમા હાયર સેકન્ડરી સ્કુલ – કુવાસણાનો વિદ્યાર્થી નીલેશકુમાર ભરતભાઈ દરજીએ ૯૩.૬૭ ટકા પ્રાપ્ત કરી કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
ધો.૧૨ સાયંસ પછીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં આ પરિણામનુ મહત્વ ઓછુ હોઈ વિદ્યાર્થીઓ અભ્યાસના વર્ષ દરમ્યાન ધો.૧૨ ના વિષયો પ્રત્યે ઓછુ અને JEE તથા NEET પ્રત્યે વધારે ધ્યાન રાખે છે. આવી પ્રવેશ પધ્ધતિના કારણે વિદ્યાર્થીઓ ધો.૧૨ ના વિષયો અને પરિણામ પ્રત્યે ખુબજ ઓછુ ધ્યાન રાખી રહ્યા છે. આવા સંજોગોમાં ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહનું વિસનગર કેન્દ્રનું પરિણામ ૭૫.૯૬ ટકા આવ્યુ છે. વિસનગર કેન્દ્રમાં કુલ ૧૧૨૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૮૫૩ પાસ થયા હતા. જ્યારે ૨૭૦ નાપાસ થયા હતા. વિસનગર કેન્દ્રની કઈ સ્કુલનુ કેટલુ પરિણામ આવ્યુ અને કંઈ સ્કુલમાં કયો વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો તે જોઈએ તો, ઉમા હાયર સેકન્ડરી સ્કુલ ઘાઘરેટ કુવાસણાનુ પરિણામ ૯૦ ટકા આવ્યુ છે. જે સ્કુલનો નીલેશકુમાર ભરતભાઈ દરજી કમાણા ૯૩.૬૭ ટકા પ્રાપ્ત કરી કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જેના ઁઇ ૯૯.૬૦ છે. ગુરૂકુળ સાયંસ સ્કુલનુ પરિણામ ૮૧ ટકા આવ્યુ છે. જે સ્કુલનો વિદ્યાર્થી કેતુલ બી. મોદી ૯૩ ટકા મેળવી સ્કુલમાં પ્રથમ તથા સેન્ટરમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. જેના PR ૯૯.૪૬ છે. ડેલ્ટા ગૃપ સંચાલીત પ્રકાશ વિદ્યાવિહારનું પરિણામ ૯૧.૧૭ ટકા આવ્યુ છે. જે સ્કુલનો જીલ રૂપેશકુમાર મોચીએ ૮૮.૩૩ ટકા મેળવી સ્કુલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જેના PR ૯૯.૫૬ છે. સરદાર પટેલ વિદ્યાલયનુ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ ૮૧ ટકા આવ્યુ છે. જે સ્કુલમાં પ્રજાપતિ જય હસમુખભાઈએ ૮૨ ટકા તથા ૯૮.૧૭ PR મેળવી સ્કુલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. નૂતન સર્વ વિદ્યાલયનું પરિણામ ૭૬.૪૪ ટકા આવ્યુ છે. જે સ્કુલમાં પટેલ મલય નટવરલાલ ૯૪.૬૬ ટકા મેળવી શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા છે. કેર પબ્લીક સ્કુલનું પરિણામ ૭૮ ટકા આવ્યુ છે. જે સ્કુલનો યશ દિલીપભાઈ ચૌધરીએ ૮૦ ટકા તથા ૯૧.૯૩ PR મેળવી શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સ્કુલ ઓફ વિક્ટર્સનુ પરિણામ ૭૯.૯૫ ટકા આવ્યુ છે. જે સ્કુલમાં શ્રેયા નરેન્દ્રપુરી ગોસ્વામી ૮૪.૩૩ ટકા તથા ૯૯.૪૦ PR મેળવી શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જી.ડી.હાઈસ્કુલનું ૪૬.૮૦ ટકા પરિણામ આવ્યુ છે. જે શાળાના હિમાંશુ ધનજીભાઈ સોલંકી ૬૫૦ માંથી ૪૮૪ તથા ૯૭.૬૨ PR મેળવી શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

Leave a Reply

Top