You are here
Home > News > વિસનગરમાં ભરતનાટ્યમ નૂપુર ઝંકાર કાર્યક્રમ યોજાયો

વિસનગરમાં ભરતનાટ્યમ નૂપુર ઝંકાર કાર્યક્રમ યોજાયો

આરંગેત્રમ બાદના એડવાન્સ કોર્ષની તાલીમ લીધેલ દિકરોઓ દ્વારા

વિસનગરમાં ભરતનાટ્યમ નૂપુર ઝંકાર કાર્યક્રમ યોજાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કલાનગરી વિસનગરના પ્રાંગણમાં વિશ્વની પ્રાચીન નૃત્યશૈલી ભરતનાટ્યમ્‌નો એક અનોખો કાર્યક્રમ “નૂપુર ઝંકાર” તા. પ-પ-ર૦૧૯ ને રવિવારના રોજ ગોવિંદ ચકલા પટેલ વાડીમાં યોજાયેલ હતો. વિસનગરમાં છેલ્લા ૧૦ વર્ષથી શ્રીમતી શિતલબેન ગણાત્રા ભરતનાટ્યમ્‌ નૃત્યના કલાસ ચલાવે છે. વિસનગર અને આજુબાજુના વિસ્તારની ઘણી દિકરીઓએ તેમની પાસે ભરતનાટ્યમની તાલીમ લઈ પોતાનુ આરંગેત્રમ્‌ પણ રજુ કરેલ છે. આરંગેત્રમ્‌ પછી શું ? આ બાબતનું વિઝન સ્પષ્ટ ન હોવાના કારણે દિકરીઓ આરંગેત્રમ્‌ બાદ અટકી જતી હતી. ખરેખરતો એવુ કહેવાય છે કે આરંગેત્રમ્‌ એ ભરતનાટ્યમની તાલીમ લઈ ચુકેલ અને તાલીમ લઈ રહેલ દિકરીઓ અને તેના પરિવારને તેમજ વિસનગરના કલાપ્રેમીઓને આરંગેત્રમ્‌ બાદ શું કરી શકાય તે બાબતે જાણે અને વિચારે. શિતલબેન ગણાત્રાની આ ઈચ્છા ત્યારે પુર્ણ થઈ જયારે તેમની વિદ્યાર્થીની કુમારી ખુશી ગૌતમભાઈ પટેલ (મોતી લેમીનેટસ્‌ વાળા) આરંગેત્રમ્‌ બાદ એડવાન્સ કોર્ષ માટે શ્રીમતી શિતલબેનની માતૃ સંસ્થા નૃત્ય ભારતી એકેડેમી, અમદાવાદમાં તાલીમ માટે ગઈ અને સફળતા પુર્વક એડવાન્સ કોર્ષની તાલીમ પુર્ણ કરી. કુમારી ખુશીના મમ્મી-પપ્પા ગૌતમભાઈ અને શ્રીમતી નિતાબેન અને નૃત્ય ભારતી પર ફોર્મીંગ આર્ટસ, અમદાવાદના સહયોગથી વિસનગરમાં “નૂપુર ઝંકાર”કાર્યક્રમનું આયોજન થયુ.
સમગ્ર “નૂપુર ઝંકાર” કાર્યક્રમ નૃત્ય ભારતી એકેડેમી અમદાવાદના ગુરૂશ્રી ચંદનભાઈ ઠાકોર અને ગુરૂ શ્રીમતી નિરાલીબેન ઠાકોરના નિર્દેશનમાં ગુજરાતી ભાષાની રચનાઓના તાલમેલ સાથે ભરતનાટ્યમ્‌ની ગરીમા સાથે ગ્રુપ કોરીયોગ્રાફીમાં એટલો આકર્ષક રહ્યો હતો કે તમામ દર્શકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. ગોવિંદચકલા પટેલ વાડીના ખિચો ખિચ ભરાયેલ હોલમાં આરંગેત્રમ્‌ બાદ એડવાન્સ કોર્ષ પુર્ણ કરેલ નૃત્ય ભારતી એકેડમી, અમદાવાદની ૧ર દિકરીઓનુ ભરતનાટ્યમ્‌ નૃત્ય એટલુ સરસ હતુ કે બધા જ બોલી ઉઠયા શું ભરત નાટ્યમ આટલુ અદ્‌ભુત અને ધ્યાનાકર્ષક હોય છે ? શ્રીમતી શિતલબેને તમામ દર્શકોનો તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છેઅને જણાવેલ કે ભવિષ્યમાં પણ આજ પ્રમાણે સહયોગ મળશે તો આપણે વિસનગરમાં એક વખત નૃત્ય ભારતી પરફોર્મીંગ આર્ટસની સિનિયર ટીમ કે જેઓ દેશ વિદેશમાં અનેક કાર્યક્રમ આપે છે તેને પરફોર્મન્સ માટે બોલાવીશુ. વિસનગરમાં શ્રીમતી શિતલબેન ગણાત્રાના ભરતનાટ્યમ્‌ના કલાસની નવી બેંચ તા.૧૦ જુન ર૦૧૯થી શરૂ થશે. જેમને વધુ માહિતી જોઈતી હોય તેમણે મો.નં. ૭૬૯૮૮ ૧૦૪૯૦ ઉપર શ્રીમતી શિતલબેનનો સંપર્ક કરવો.
ભરત નાટ્યમ્‌ દક્ષીણ ભારતની રચનાઓ અને સંગીત સાથે રજુ થતુ હોવાથી ભરતનાટ્યમ્‌ ના ચાહકો સિવાયના દર્શકો માટે આ કાર્યક્રમ નિરસ રહે છે. ત્યારે વિસનગરમાં ગુજરાતી રચનાઓ સાથેના આ કાર્યક્રમ એટલો આકર્ષક રહ્યો હતો કે પ્રેક્ષકોને સમય ઓછો પડયો હતો. ભરતનાટ્યમ્‌ એ આપણી પ્રાચીન નૃત્યકલા છે. જે નૃત્ય કલાને સાંસ્કૃતિક અને કલાનગરી વિસનગરમાં જીવંત રાખનાર શિતલબેન અશોકભાઈ ગણાત્રાનું પણ સન્માન કરવામા આવ્યુ છે.

Leave a Reply

Top