You are here
Home > News > વિસનગર તાલુકાના ૨૩ ગામમાં પીવાના પાણીની કટોકટી

વિસનગર તાલુકાના ૨૩ ગામમાં પીવાના પાણીની કટોકટી

સબ સલામતની સેખી મારતા તંત્રની પોલ ખોલતો રીપોર્ટ
વિસનગર તાલુકાના ૨૩ ગામમાં પીવાના પાણીની કટોકટી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપ સરકારના તંત્ર દ્વારા ઉનાળામાં પીવાના પાણી માટે સબ સલામતની સેખી મારવામાં આવી રહી છે. પરંતુ ગામડાઓની પરિસ્થિતી વિકટ છે. વિસનગર તાલુકાના ૨૩ ગામમાં પાણીની કટોકટી સર્જાઈ છે. આ ગ્રામ પંચાયતો દ્વારા નવીન બોર બનાવવા માંગણી કરવામાં આવી છે. સરકાર સીંચાઈ માટે કરોડો રૂપિયાનુ બજેટ ફાળવે છે. પરંતુ પીવાના પાણી માટે વિચારતા નથી.
ભાજપ સરકારમાં સીંચાઈના નામે દર વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. અગાઉ સુજલામ સુફલામના નામે કાચી કેનાલો ખોદી ભ્રષ્ટાચાર કરાયો આ યોજના ચાલતી હતી ત્યારે કેનાલોમાં નર્મદાનું પાણી આવશે. કાચી કેનાલોથી જળ સંચય થશે. કુવાના અને ટ્યુબવેલના તળ ઉંચા આવશે. તેવી વાતો થતી હતી. ત્યારે આ કાચી કેનાલો ખોદાયા બાદ કેનાલોમાં કેટલી વખત પાણી આવ્યુ તે સૌ જાણે છે. ભાજપના નેતાઓ પોતાના ઘર ભરવા યોજના બનાવે છે. હાલમાં ચાલતી ધાધુસણા રેડ લક્ષ્મીપુરા અને ખેરવાથી વિસનગર સીંચાઈની પાઈપ લાઈન નાખવાની યોજના પણ તળાવો ભરવા કેટલી સફળ રહેશે તે સમય બતાવશે.
સીંચાઈ માટે કરોડો રૂપીયા ફાળવતી સરકાર લોકોને પીવાનું પાણી પુરતુ પાડી શક્તી નથી. વિસનગર તાલુકાનીજ વાત કરીએ તો અત્યારે તાલુકાના ૨૩ ગામમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ગામડાના લોકોને પશુપાલન માટે પણ એટલીજ પાણીની જરૂરીયાત વર્તાય છે. વિસનગર તાલુકાના કંસારાકુઈ, બેચરપુરા, કાંસા એન.એ., મહંમદપુરા, બાજીપુરા (ગો), ચીત્રોડા, મોટા પાલડી, કીયાદર, બાકરપુર, ભાલક, સદુથલા, કાજીઅલીયાસણા, દેણપ, ગોઠવા, ગુંજા, રાલીસણા, રંડાલા, લાછડી, વાલમ ઠાકોરપરા, કડા, બાસણા, સેવાલીયા અને ધારૂસણા ગ્રામ પંચાયત દ્વારા નવીન બોર બનાવવા તેમજ બોરની મશીનરી સંદર્ભે રજુઆત કરી છે.
તાલુકાના ૨૩ ગ્રામ પંચાયતોની માગણી સંદર્ભે રીપોર્ટમાં વિવિધ કારણો દર્શાવાયા છે. ગ્રામ પંચાયત દ્વારા બોર બનાવવા જગ્યાની ફાળવણી કરવામાં આવી નથી. દરખાસ્ત કરવામાં આવી છે. જેની મંજુરી મળી નથી. બોરની માગણી થતા સર્વેક્ષણ થયુ છે. જળશાસ્ત્રીના ફીઝીબીલીટી રીપોર્ટની રાહ જોવાય છે. બોર મંજુર થયો છે તેનુ કામ શરૂ થયુ નથી. બોરનુ શારકામ ત્યારે ગીરીશભાઈ પટેલને અત્યારે એ યાદ આપવુ જરૂરી છેકે તેમના પ્રમુખકાળમાં તથા તેમના સમયના ભાજપના પાંચ વર્ષના શાસનમાં કૌભાંડના વિવાદ થયા, પરંતુ એકપણ કોન્ટ્રાક્ટરને દંડ કરાયો નથી કે કોન્ટ્રાક્ટરને નુકશાન થાય તેવી કોઈ કાર્યવાહી કરાઈ નથી. બી.એડ.કોલેજ રોડ ઉપર સીસી રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે મોટી ગેરરીતી કરી હતી. સીસી રોડ તુટી ગયો હતો. તેમ છતાં તેમનુ પેમેન્ટ ચુકવાયુ હતુ. ભાજપના બોર્ડમાં આવા તો ઘણા વિવાદ થયા હતા. ત્યારે એકપણ કોન્ટ્રાક્ટરને દંડ કરાયો નહોતો કે કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કાર્યવાહી કરાઈ નહોતી. જ્યારે વિકાસમંચ અને કોંગ્રેસના શાસનમાં આ કોન્ટ્રાક્ટરે કરેલ કામ ઉખાડી સીધોજ કોન્ટ્રાક્ટરે દંડ કરી દીધો છે.
શંકા ઉપજે તેવી વાત તો એ છેકે આ કૌભાંડમાં અત્યાર સુધી ફરિયાદ કરવા માટે ધમકી અપાય છે પરંતુ ફરિયાદ થતી નથી. ફરિયાદનો ડર બતાવી કોન્ટ્રાક્ટર પાસેથી કોણ શુ મેળવવાની લાલચ રાખે છે? પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પણ પાટીદાર અનામત આંદોલન વખતે જેટલા હાકોટા અને છાકોટા કરતા હતા તેવુ પ્રમુખ બન્યા પછી કરી શકતા નથી. શહેરની જવાબદારી લીધા બાદ જે નૈતિક હિમ્મત હોવી જોઈએ તે પાલિકા પ્રમુખમાં જણાતી નથી. પ્રમુખ પોતાની નૈતિક હિમ્મત ઉપર કેનાલનુ કામ શરૂ કરાવી શકતા નથી. ગોવિંદચકલાના બે આગેવાનો વચ્ચેની અહમની લડાઈમાં અત્યારે કેનાલનુ કામ અટક્યુ છે તેમ કહીએ તો પણ ચાલે.
આ કેનાલનો વિવાદ થયો છે તેની પાસે ભુતનાથ મહાદેવ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે. ગોવિંદચકલાના દાતા ઈશ્વરલાલ બીરલા શેઠે ભૂતનાથ મહાદેવનુ મંદિર નવુ બનાવવા રૂા.૮ લાખનુ દાન આપતા મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. આગામી બે-ત્રણ માસમાં મંદિર બની જશે. આ મંદિરથી થોડે દુર નાળેશ્વર મહાદેવનુ પણ મંદિર છે. જ્યા દર્શનાર્થીઓની અવરજવર છે. ત્યારે કેનાલ પાકી બને તો આ બન્ને મંદિરો આગળ સ્વચ્છતા રહે તેમ છે. કેનાલ પાકી બને તો મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થાય તેમ છે. ત્યારે ધાર્મિક સ્થળોનો વિચાર કરી, લોકોના સ્વાસ્થ્યનો વિચાર કરી ગીરીશભાઈ પટેલ કેનાલનુ કામ શરૂ કરવાની સંમતી આપે જ્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી નૈતિક હિમ્મત કેળવી કેનાલનુ કામ શરૂ કરાવે તે જરૂરી છે.

Leave a Reply

Top