You are here
Home > News > એસ.ટી.તંત્રના અધિકારીઓની છત્રછાયામાં કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ હલકી ગુણવત્તાનુ કામ બહાર આવ્યુ નવા બનાવેલા ક્વાટર્સમાં પોપડા પડતા ડેપો મેનેજરનો બચાવ

એસ.ટી.તંત્રના અધિકારીઓની છત્રછાયામાં કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ હલકી ગુણવત્તાનુ કામ બહાર આવ્યુ નવા બનાવેલા ક્વાટર્સમાં પોપડા પડતા ડેપો મેનેજરનો બચાવ

એસ.ટી.તંત્રના અધિકારીઓની છત્રછાયામાં કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ હલકી ગુણવત્તાનુ કામ બહાર આવ્યુ
નવા બનાવેલા ક્વાટર્સમાં પોપડા પડતા ડેપો મેનેજરનો બચાવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ડ્રાઈવર અને કંડક્ટરોની સામાન્ય ભુલમાં દંડ અને બદલી કરતા એસ.ટી.ના અધિકારીઓના રાજમાં હલકી ગુણવત્તાનુ બાંધકામ થાય ત્યારે આ કૌભાંડી જવાબદાર અધિકારીઓને દંડવાવાળુ કોઈ નથી. વિસનગર ડેપોમાં નવાજ બનાવેલ ડેપો મેનેજરના ક્વાટર્સમાં સીલીંગમાંથી પોપડા પડતા ડેપો મેનેજરનો આબાદ બચાવ થયો હતો. એસ.ટી.ના અધિકારીઓની છત્રછાયામાં કોન્ટ્રાક્ટરે કેટલી હલકી ગુણવત્તાનુ કામ કરી કૌભાંડ કર્યુ છે તે પોપડા પડવા ઉપરથી સાબીત થાય છે.
વિસનગર એસ.ટી. ડેપોમાં પ્રવેશતા જમણી સાઈડે એક વર્ષ પહેલાજ ડેપો મેનેજર માટે ક્વાટર્સ બનાવવામાં આવ્યુ હતુ. આ ક્વાટર્સમાં ડેપો મેનેજર જે.કે.પરમાર એકલા રહે છે. તા.૨૯-૫-૨૦૧૯ ના રોજ ડેપો મેનેજર સવારે ઉઠી તેમના નિત્યક્રમમાં હતા. ત્યારે ક્વાટર્સમાં જે રૂમમાં ડેપો મેનેજર ઉંઘતા હતા તે રૂમની સીલીંગમાંથી પોપડા પડ્યા હતા. ડેપો મેનેજર એકલા રહે છે. સીલીંગમાંથી ઉખડેલા પોપડા ડેપો મેનેજરના માથા ઉપર પડ્યા હોત અને બેભાન થઈ ગયા હોત તો કોઈને ખબર પણ પડે તેમ નહોતી. જોકે આ બનાવમાં સદ્‌નસીબે ડેપો મેનેજરનો બચાવ થયો છે.
વિસનગર એસ.ટી.સ્ટેન્ડમાં બનાવેલ ડેપો મેનેજરનુ ક્વાટર્સ નવુજ છે. ત્યારે નવા ક્વાટર્સની સીલીંગમાંથી પ્લાસ્ટર ઉખડી જતા એ કહી શકાય કે એસ.ટી. તંત્રમાં થતા બાંધકામમાં અધિકારીઓની મીઠી નજર તળે કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલી હલકી ગુણવત્તાનુ કામ થઈ રહ્યુ છે. ક્વાટર્સના સીલીંગમાંથી પ્લાસ્ટર ઉખડીને પડતા જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીની તપાસ થશે ખરી? આ બાબતે ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, ક્વાટર્સની સીલીંગમાંથી પોપડા પડતા આ બાબતે વિભાગીય નિયામક ઓફીસને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Top