You are here
Home > News > ખેરાલુમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની રેડમાં ર૬ ઝડપાયા

ખેરાલુમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની રેડમાં ર૬ ઝડપાયા

ખેરાલુમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની રેડમાં ર૬ ઝડપાયા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ લોકસભાની ચુંટણી અને રમજાન મહિનાના કારણે ખુબજ વધી ગયો હતો. લોકસભાની ચુંટણી પુરી થતા જ ખેરાલુ પાલિકા ચિફ ઓફીસર અગ્રવાલની સુચનાથી સેનેટરી ઈનસ્પેક્ટર અરુણભાઈ ચૌધરીએ અચાનક ખેરાલુ શહેરમાં એક સાથે તમામ જગ્યાએ રેડ કરી દેતા ર૬ દુકાનદારો, લારીઓવાળા ઝડપાઈ ગયા હતા. આ ર૬ દુકાનદારો અને લારીઓવાળા પાસેથી ૭૦ કીલોની પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગ ઝડપી પાડી હતી અને સ્થળ ઉપર જ ૬૦૦૦/- રૂપિયા દંડ વસુલ કર્યો હતો.
પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અને સોલીડ વેસ્ટ મેનેજ મેન્ટ હેઠળ પ૧માઈક્રોનથી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગના વપરાશથી પૃથ્વીના પર્યાવરણને ખુબજ નુકશાન થાય છે. એક તરફ લોકો વૃક્ષો કાપે છે બીજી તરફ પોતાના સ્વાર્થ માટે લોકો પર્યાવરણને નુકશાન કરતી પ્લાસ્ટીક બેગો વાપરે છે. જેના કારણે વરસાદ ઓછો આવે છે. આ પ્લાસ્ટીક બેગોના કારણે જમીનમા નુકશાન થતુ હોવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. સરકારના પર્યાવરણ વિભાગે તપાસ કરી જેમા એક વ્યક્તિ એક વર્ષમાં ૬થી ૭ કીલો પ્લાસ્ટીક બેગ વાપરે છે. નદીનાળામાં પ્લાસ્ટીકના કચરાથી પાણી જમીનમા ઉતરતુ નથી જેના કારણે ભુગર્ભ જળ નીચા જઈ રહ્યા છે. દેશમા લાખો ગાયો વર્ષે પ્લાસ્ટીક ખાઈ મૃત્યુ પામી રહી છે. પ્લાસ્ટીકના કારણે હવામાં પ્રદુષણ વધી રહ્યુ છે. અસાધ્ય રોગો થાય છે. પ્લાસ્ટિકના કારણે જેણે જીવનમાં કયારેય વ્યસન કર્યુ નથી તેવા લોકોને કેંસર થાય છે.
પ્લાસ્ટીકથી અનેક પ્રકારે માનવ જીવનને હાની પહોચે છે ત્યારે બજારમા ખરીદી કરવા જતી વખતે કપડાની થેલી લઈને ગૃહીણીઓ ટેવ પાડે અને ભાઈઓને ખરીદી કરવા મોકલે ત્યારે કપડાની થેલી લઈ મોકલે તો આપણે એક પ્રકારનું પર્યાવરણને બચાવવાનું પુણ્ય છે તેવુ સેનેટરી ઈન્સ્પેક્ટર અરુણભાઈ જણાવે છે. પ્લાસ્ટીક બેગના વપરાશ ઉપર પ્રતિબંધ લાવવા હવે જાગૃત નાગરિકોએ જન આંદોલન શરુ કરવુ જોઈએે. ખેરાલુ પાલિકાએ પ્લાસ્ટીકની પ૧ માઈક્રોનથી પાતળી બેગના વપરાશ માટે વહેપારી ફેરીયા, લારીઓવાળા માટે પ૦૦/- રૂપિયા દંડનો નિયમ બનાવ્યો છે. વેપારી પ૧ માઈક્રોનથી વધુ જાડાઈની બેગ આપશે તો તેણે ગ્રાહક પાસેથી પૈસા વસુલવાનો અધિકાર પણ આપ્યો છે. પ્લાસ્ટીક બેગ ગ્રાહકોને પુરી પાડનાર વહેપારીઓ, ફેરીયાઓ, અને લારીઓવાળા કે નાના દુકાનદારોએ ખેરાલુ નગરપાલિકામાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે વ્યક્તિ રજીસ્ટ્રેશન નહી કરાવે તો પ૦૦/-રૂપિયા દંડ કરવામા આવશે. તેવુ સેનેટરી ઈન્સેપેકટર અરૂણભાઈ ચૌધરી જણાવે છે.

Leave a Reply

Top