You are here
Home > News > ચૌધરી સમાજના ગામડામાં ભાજપની લીડ જોતા દૂધ સંઘના સંચાલકોની મેલી મુરાદ બર ન આવી

ચૌધરી સમાજના ગામડામાં ભાજપની લીડ જોતા દૂધ સંઘના સંચાલકોની મેલી મુરાદ બર ન આવી

ચૌધરી સમાજના ગામડામાં ભાજપની લીડ જોતા
દૂધ સંઘના સંચાલકોની મેલી મુરાદ બર ન આવી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
એક સમય હતો નેતાઓ અને આગેવાનો મતદારોને પોતાના ખીસ્સાની અમાનત સમજતા હતા. મતદારો અશિક્ષિત અને ભોળા હતા ત્યારે તેમનો દુર ઉપયોગ થતો હતો. પરંતુ સમય હવે બદલાઈ ગયો છે. મતદારો શિક્ષિત થઈ ગયા છે અને આગેવાનોના હાથે વારંવાર છેતરાઈ હવે સતેજ તેમજ ચતુર થઈ ગયા છે. મહેસાણા દુધ સાગર ડેરીના સંચાલકો કૌભાંડોમાંથી બચવા લોકસભાની ચુંટણીમાં દુધ ઉત્પાદકોને હાથો બનાવી સરકારનુ નાક દબાવવા પ્રયત્નો કર્યો હતો. ત્યારે વિસનગર તાલુકાના ચૌધરી સમાજના ગામમાં ભાજપને મળેલી લીડ જોતા કહી શકાય કે દુધ સંચાલકોની મેલી મુરાદ બર આવવા દીધી નથી.
દુધસાગર ડેરીમાં મોટા પ્રમાણમાં ગેરવહિવટ અને કૌભાંડો કરી ખોટા નિર્ણયો લઈ દુધ સંઘને કરોડો રૂપિયાના દેવામાં ધકેલી દીધાના આક્ષેપો થાય છે. પાપ છાપરે ચડી પોકાર્યા વગર રહેતુ નથી તેમ સંચાલકો ઉપર કેસ થતા હવે બચવા માટે દુધ ઉત્પાદકોને આગળ ધરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાનના ઉમેદવાર આપણા જીલ્લાના નરેન્દ્રભાઈ મોદી હતા. નરેન્દ્રભાઈ મોદીના કારણે જીલ્લાના મોટાભાગના મતદારો ભાજપની તરફે હતા. ત્યારે આવા સમયે સરકારનુ નાક દબાવવા તેમજ કરેલા કેસોથી બચવા દુધ સંઘના સંચાલકોએ ભાજપના ઉમેદવારના વિરોધમાં તેમજ કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં દરેક તાલુકા લેવલે તેમજ ચૌધરી સમાજના ગામોમાં મીટીંગો કરી હતી. આ મીટીંગોમાં દુધ ઉત્પાદકોને ફેડરેશન તથા સરકાર અન્યાય કરે છે તેમ કહી દુધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. દુધ ઉત્પાદકોને પણ દુધ સંઘ સાથે વર્ષોનો અને કાયમી નાતો હોવાથી સંચાલકોની શરમે મીટીંગોમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભરચક મીટીંગો જોઈ દુધ સંઘના સંચાલકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. પરંતુ લોકસભાની ચુંટણીનુ પરિણામ જાહેર થતાજ દુધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરવામાં દુધ સંઘના સંચાલકો કેટલા અંશે સફળ રહ્યા તેનુ પણ પરિણામ આવી ગયુ છે. વિસનગર તાલુકાના ચૌધરી સમાજના મતદારોની સંખ્યા ધરાવતા ગામડાનીજ વાત કરીએ તો ફક્ત પાલડી સીવાયના તમામ ગામમાં ભાજપને લીડ મળી છે. વર્ષ ૨૦૧૭ માં યોજાયેલી વિધાનસભા કરતા લોકસભાની ચુંટણીમાં મતદાન ઓછુ થયુ હોવા છતાં વિધાનસભાની ચુંટણીની તુલનાએ લોકસભામાં ચૌધરી સમાજના ગામડામાંથી ભાજપને લીડ મળી છે. અત્રે પ્રસ્તુત આંકડાકીય માહિતીમાં ચૌધરી સમાજના ગામડામાં વિધાનસભા ભાજપ અને કોંગ્રેસને કેટલા મત મળ્યા અને લોકસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસને કેટલા મત મળ્યા તે જોઈ શકાય છે. આ આંકડાઓ ઉપરથી જોઈ શકાય છેકે, દુધ સંઘના સંચાલકોની ખોટી ભરમાવતી વાતોની અસર દુધ ઉત્પાદકો ઉપર સહેજ પણ વર્તાઈ નથી. મહેસાણા જીલ્લામાં પાટીદાર સમાજની વિવિધ માતબર સંસ્થાઓ સામે દુધ સંઘ એક માત્ર એવી સંસ્થા છે જેના ઉપર ચૌધરી સમાજનુ પ્રભુત્વ છે. આ સંસ્થા પણ હાથમાંથી જતી ન રહે તે માટેજ દુધ ઉત્પાદકો સંઘની ચુંટણીમાં સંચાલકોની તરફે રહે છે. પરંતુ જ્યારે ચૌધરી સમાજને સમાજનોજ કોઈ મજબુત આગેવાન મળી રહેશે ત્યારે દુધ સંઘને ખાડામાં ધકેલનાર સંચાલકોને ઉખાડી ફેકતા દુધ ઉત્પાદકો વિચાર નહી કરે જોકે આ સમાજ એટલો હોશીયાર અને ચકોર છેકે બેના ઝઘડામાં લાભ લેવાની લાલચમાં ત્રીજો કોઈ રાહ જોઈને બેઠો હશે તો તેને કદીયે ફાવવા દેવાના નથી. દુધ સંઘના થયેલા કેસો ઉપર ન્યાયતંત્રના ચુકાદા નહી આવે ત્યાં સુધી આક્ષેપો થતાંજ રહેવાના.

Leave a Reply

Top