You are here
Home > Prachar News > એેસ.ટી.નિગમને અર્ધ સરકારીમાંથી સંપુર્ણ સરકારી બનાવવા સરકાર વિચારે

એેસ.ટી.નિગમને અર્ધ સરકારીમાંથી સંપુર્ણ સરકારી બનાવવા સરકાર વિચારે

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર

એેસ.ટી.નિગમને અર્ધ સરકારીમાંથી સંપુર્ણ સરકારી બનાવવા સરકાર વિચારે

સલામત સવારી એસ.ટી.અમારી આ સુત્ર ખરેખર ગુજરાત રાજ્ય માટે સાચુ શ્રેષ્ઠ અને યોગ્ય સુત્ર છે પરંતુ એસ.ટી.એ આવશ્યક નિગમ હોવા છતા દરેક સરકારોએ એસ.ટી.નો ઉપયોગ કર્યો છે પરંતુ ખરેખર એસ.ટી.નિગમને સંપુર્ણ સરકારી બનાવવા વિચાર કર્યો નથી તે હાલના કર્મચારીઓની કમનસીબી કહેવાશે તેવુ ખેરાલુ રોડ-રેલ્વે પેસેન્જર એસોશિયેશનના પ્રમુખ તથા નિવૃત ટી.આઈ.જશવંતલાલ ઈશ્વરલાલ બારોટ જણાવે છે.
એસ.ટી.નિગમ પાસે ૭પ૦૦થી ૮૦૦૦ બસો છે. જેમા મોટાભાગની ડીઝલ આધારીત છે. ડીઝલ બસો પાંચથી છ કી.મીનું પ્રતિ લિટર એવરેજ આપે છે. રોજનું અંદાજે ચાર લાખ લીટર કરતા વધુ ડીઝલ વપરાય છે. જેમા સ્થાનિક વેરા જી.એસ.ટી. લાગે છે. કોઈપણ પ્રકારની સરકાર સબસીડી આપતી નથી. અને ઉપરથી ટોલ ટેક્ષ પણ ભરવાનો નિગમનો ખર્ચ ૧૦૦ કરોડ છે. તેમજ ૩૦૦ કરોડ સરકાર ટેક્ષ મારફત લઈ જાય છે.એસ.ટી.નિગમની મુસાફર ટીકીટ આવક ૧૧૦થી ૧૧પ કરોડ છે. જેથી નિગમ ખોટ કરે છે. તેવી ચર્ચાઓ થાય છે. આવા બહાના તળે બીજા નિગમો કરતા એસ.ટી.કર્મચારીઓને ઓછો પગાર મળે છે. એસ.ટી.ની અન્ય આવક જોઈએ તો પાર્સલ, લગેજ, સ્ટેલ ભાડુ, મુસાફર પાસ, એડવાન્સ, કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ જેવી સીધી આવકો, સરકારી ઉત્સવો, મેળાવડા, ચુંટણી સમયની બસો, વિદ્યાર્થી પાસ સહાય, પોલીસ વોરંટ, વિકલાંગ, પત્રકાર, અંધજન, સ્વાતંત્ર સેનાનીના મફત પાસો વિગેરે સરકાર ચુકવે છે તે આવકમાં ગણાતા નથી.
ફીક્સ રૂટની બસના કંડકટર ટારર્ગેટ કરતા ઓછી આવક લાવે તો પ૦/-રૂા દંડ લેવામા આવે છે. આ બનાવ પાડાના વાંકે પખાલીને ડામ જેવો છે. કારણ કે એસ.ટી.ની આગળ પાછળ બે થી ત્રણ ખાનગી વાહનો ચાલે છે. જે વાહનો મુસાફરો લઈ જતાં એસ.ટી. નુકશાન કરે છે. ખાનગી વાહનો બંધ કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે. છતાં કંડક્ટરોને દંડ કેમ? રેલ્વે બજેટને કેન્દ્ર સરકારે જનરલ બજેટમાં લઈ ગયા તેમ એસ.ટી.નિગમને બદલે સંપૂર્ણ સરકારી સાહસ બનાવવું જોઈએ. સરકારી તંત્રનો અમલ થાય તો બોર્ડ મેમ્બર, એમ.ડી., સુરક્ષા અધિકારીઓના જે જાલીમ ખર્ચા એસ.ટી.નિગમ ભોગવે છે તે બંધ થાય. અને એસ.ટી.નું સંપૂર્ણ સંચાલન પોતાના ડેપોથીજ થાય. મધ્યસ્થ કચેરી અને વિભાગીય કચેરીની કોઈ જરૂરી રહેજ નહી અને સંપૂર્ણ સરકારની દેખરેખ નીચે ચાલે. એસ.ટી.નિગમ માટે નુકશાનીની વાતો કરવી અયોગ્ય છે. કારણકે પાણી, લાઈટ, રોડ, સ્કુલ, હોસ્પિટલો, પોલીસ રક્ષણની જેમ વાહન વ્યવહાર પણ આવશ્યકતામા આવે છે. ગામડા અને શહેરોમા વિકાસ વાહન વ્યવહાર નિગમને કારણે છે. મુસાફરી કરાવવી તે સરકારની ફરજનો ભાગ છે. રોજગારી માટે નોકરી આપવી તે સરકારની જવાબદારી છે. આવક ઓછી આવે છે તેમ કહી કર્મચારીઓનુ શોષણ કરવુ તે અન્યાય છે.ડ્રાઈવરો અને કંડકટરો વધુમા વધુ મુસાફરો બસમા આવે તે માટે ખુબજ મહેનત ક રે છે. પરંતુ પ્રાઈવેટ વાહનો અટકાવવા તે ડ્રાઈવર કંડકટરોની ફરજનો ભાગ નથી તે જવાબદારી પોલીસની છે. સરકાર આ વાત સ્વીકારી એસ.ટી.નિગમને સંપુર્ણ સરકારી સાહસ કરવા વિચારશે તો પણ સારુ કહેવાય.

Leave a Reply

Top