You are here
Home > Prachar News > ખેરાલુમાં વિધાનસભામાં ભાજપના લબ્ધ પ્રતિષ્ઠીતને ટીકીટ મળવી જોઈએ

ખેરાલુમાં વિધાનસભામાં ભાજપના લબ્ધ પ્રતિષ્ઠીતને ટીકીટ મળવી જોઈએ

ખેરાલુમાં વિધાનસભામાં ભાજપના લબ્ધ પ્રતિષ્ઠીતને ટીકીટ મળવી જોઈએ

બુધ્ધિજીવી, વિચક્ષણ, શિક્ષીત, જ્ઞાતિના વાડા તોડી મુઠી ઉંચેરા માનવીને ભાજપ ટીકીટ આપશે ખરી?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય ભરતસિંહ ડાભી જયારથી પાટણ-સાંસદ તરીકે ભાજપના ઉમેદવાર તરીકે ચુંટાયા છે ત્યારથી એટલે કે લોકસભા-ર૦૧૯ના ચુંટણી રીજલ્ટ તા. ર૩-પ-ર૦૧૯ પછી એકજ ચર્ચા છે કે ખેરાલુ વિધાનસભાનો ઉમેદવાર કોણ ? ભાજપના વર્ષો જુના ખેરાલુ તાલુકાના નેતાઓ ખેરાલુ વિધાનસભા માટે જાહેરમા કે ખાનગીમાં લોબીંગ કરી રહ્યા છે. ૧૯પરની ર૦૧૯ એટલે કે ૬૮વર્ષ સુધી જે કુંટુંબનુ ખેરાલુ વિધાનસભામાં એક ચક્રી સાશન હતુ તેવા સ્વ.શંકરજી ઓખાજી ઠાકોરના પુત્ર અને ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી લોકસભામાં જંગી લીડથી ચુંટાઈ જતા ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના નેતાઓને ધારાસભ્ય બનવાના ઉમંગ જાગ્યા છે ત્યારે ખેરાલુ વિધાન……..ના બુ્‌ધ્ધિજીવી લોકો શું ઈચ્છે છે તે પુછવાની દરકાર કોઈએ લીધી નથી પરંતુ પ્રચાર સાપ્તાહિકે તપાસ કરતા લબ્ધ પ્રતિષ્ઠીત વ્યક્તિને ટીકીટ મળે તેવુ સમગ્ર પંથકની પ્રજા ઈચ્છી રહી છે.
પ્રચાર સાપ્તાહિક દ્વારા વિચક્ષણ લોકોનો સંપર્ક કરીને બુધ્ધિજીવી, શિક્ષીત, જ્ઞાતિના વાડાને એક બાજુ રાખી મુઠી ઉંચેરા માનવી કહી શકાય તેવા લોકોના નામો શોધ્યા છે. આમ આ આદરણી મહાનુભાવોને ભાજપ ટીકીટ આપવા સામેથી બોલાવે તો જ કદાચ વિધાનસભા લડવાની તૈયારી કરશે. આ પ્રતિષ્ઠીત લોકો કયારેય ભાજપ પાસે ખેરાલુ વિધાનસભાની ટીકીટ માંગવા જવાના નથી. આદરણીય મહાનુભાવોના નામ જોઈએ તો ઊણાદના વતની અને પાલનપુરના અગ્રણી એડવોકેટ તેમજ બનાસબેંકના ચેરમેન, એમ.એલ.ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના અગ્ર સચિવ પદે રીટાયર્ડ થઈ હાલ નર્મદા નિગમના ચેરમેન અને વલાસણાના વતની એસ.એસ.રાઠોડ, સતલાસણાના વતની અને રાજ્ય સરકારમાં નાણા વિભાગ સહિત અનેક વિભાગોમાં સચિવ તરીકે સેવા આપનાર અને હાલ નર્મદા નિગમના ડાયરેક્ટર વિ.વિ.રાવલ, સુદાસણા સ્ટેટના રાજા કિર્તીકુમાર સિંહજી, સુદાસણાના વતની અને પાણી પુરવઠામાં નાયબ કાર્યપાલક ઈજનેર અને સમગ્ર ગુજરાત પાણી પુરવઠાના પ્રમુખ વી.ડી.મેવાડા, ગઢવાડાના ગાંધી કહેવાતા લોકસેવાના કામોમા સમગ્ર જીવન હોમી દેનાર બચુભાઈ શાહ આ તમામ મહાનુભાવોએ લોકો અને સરકારને ઉપયોગી કામો કર્યા છે. આવા કોઈ આદરણીય વ્યક્તિને ભાજપ ટીકીટ આપે તે યોગ્ય કહેવાશે. આ મહાનુભાવોને કેમ ટીકીટ મળે કે આપી શકાય તે જોઈએ તો ઊણાદના વતની પાલનપુરના મુખ્ય હરોળના એડવોકેટ તેમજ બનાસબેંકના બીન હરીફ ચેરમેન એમ.એલ.ચૌધરી વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે.ખેરાલુ તાલુકાના વતની છે. તેમજ રાજ્ય સરકારમાં ઉપર સુધી પહોંચ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમા નામ ધરાવે છે. તેમણે ખેરાલુ પંથકના તમામ સમાજોના નાના મોટા કામ કર્યા છે. તમામ સમાજો તેમને આદરભાવથી ઓળખે છે. વલાસણાના વતની અને માર્ગ અને મકાન વિભાગ વર્ષો સુધી અગ્ર સચિવ તરીકે સેવા આપી તેમણે લગભગ છેલ્લા ૩૦ વર્ષમાં તમામ મુખ્ય મંત્રીઓ સાથે કામ કર્યુ છે. વડાપ્રધાનના પસંદગીના લોકોમાં તેમનું સ્થાન છે. જેથી એસ.એસ.રાઠોડને નર્મદા નિગમના ચેરમેન બનાવ્યા છે. નર્મદા નિગમના ચેરમેનની પોસ્ટએ પોલીટીકલ પોસ્ટ છે જેથી તેમનો લાભ ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના લોકોને મળે તેવુ પ્રચાર સાપ્તાહિકનું માનવુ છે. સતલાસણાના વતની અને રાજ્ય સરકારોમા નાણા સચિવ સાથે અનેક હોદા સચિવ તરીકેના સફળ રીતે પાર પાડયો છે. ઈત્તર કોમના સૌથી લોકપ્રિય સરકારી અધિકારી તરીકે તેમનો લાભ ખેરાલુ વિધાનસભા ક્ષેત્રને મળે તેવુ પ્રચાર સાપ્તાહિકનું માનવું છે. સુદાસણા સ્ટેટના રાજકુમાર કિર્તિકુમાર સિંહજી કે જેઓ ખુબજ શિક્ષીત છે. તેમજ તેમના સ્વર્ગસ્થ પુત્રી હેમાંગીની કુમારીજીને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે સામેથી તાલુકા પંચાયતમાં ટીકીટ આપી હતી. વડાપ્રધાનની ગુડબુકમા સ્થાન ધરાવે છે.સુદાસણાના વતની અને પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ ગુજરાતના પાણી પુરવઠાના પ્રમુખ વી.ડી.મેવાડા હાલમા રીટાયર્ડ થવાની તૈયારીમા છે. તેમની પત્ની મંજુલાબેન મેવાડા બે વખત જિલ્લા પંચાયત લડી ચુકયા છે. તેમજ ભાજપના અનેક હોદ્દા ઉપર કામ કરી ચુક્યા છે. દસ વર્ષ સુધી ખેરાલુમા પાણી પુરવઠાના ડેપ્યુટી ઈજનેર તરીકે સેવા આપી છે. વડાપ્રધાનની ગુડબુકમા તેમનુ નામ છે અને ગઢવાડાના ગોંધી કહેવાતા જીવનધારા હોસ્પિટલ, ગઢવાડા કેળવણી મંડળના પ્રમુખ તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા બચુભાઈ શાહ અને છેલ્લે વિસનગર સહીત સમગ્ર પંથકના વિકાસ અને દાતા તરીકે ઓળખાય છે તેવા સોમભાઈ પ્રજાપતિ (ઊમરેચા) તથા ભરતસિંહના ભાઈ રામસિંહ શંકરજી ઠાકોર ઉપરોક્ત વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવતા અગ્રણીઓ કયારેય ભાજપ પાસે વિધાનસભાની ટીકીટ માંગવા જવાના નથી પરંતુ ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના પ્રાણ પ્રશ્નોને એકજ ટર્મ એટલે કે પાંચ વર્ષમાં હલ કરી દેવા હોય તો આવા મહાનુભાવોને ખેરાલુ વિધાનસભાની ટીકીટ આપવી જોઈએ. ખેરાલુ પંથકનો વિકાસ કરવા કે કોઈ મોટી ઈન્ડસ્ટ્રીઝ લાવી ઉપરોક્ત મહાનુભાવો ત્રણે તાલુકાની બેકારી દુર કરવા સક્ષમ છે તેવુ પ્રચાર સાપ્તાહિકનુ માનવુ છે. જોઈએ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ કોને ટીકીટ આપે છે તેતો સમય જ બતાવશે.

Leave a Reply

Top