You are here
Home > Prachar News > વિભાગીય નિયામકશ્રીએ રસ્તો નહિ મળે તેવો નિર્ણય આપી દીધો

વિભાગીય નિયામકશ્રીએ રસ્તો નહિ મળે તેવો નિર્ણય આપી દીધો

ધારાસભ્યને સાથે રાખી મંત્રીશ્રી સાથે રસ્તા માટે મીટીંગ થઈ નથી છતા

વિભાગીય નિયામકશ્રીએ રસ્તો નહિ મળે તેવો નિર્ણય આપી દીધો

ડેપ્યુટી.સીએમશ્રી, મંત્રીશ્રી, જીલ્લા કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રી કરતા મહેસાણા વિભાગીય નિયામકની સત્તા વધારે છે?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર એસ.ટી.સ્ટેન્ડ ઉપર નવીન બનતા વરંડામાં ઉમા માર્કેટ સામે પગદંડી રસ્તો રાખવાનો વિવાદ ચાલુ છે. વાહન વ્યવહાર મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટે મંત્રીશ્રી સાથે ચર્ચા કરી મીટીંગ કરી ઘટતુ કરવાની હૈયા ધારણ આપી છે. છતા વિભાગીય નિયામકે નિર્ણય આપી દીધો કે પગદંડી રસ્તો મુકી શકાશે નહિ. વિભાગીય નિયામકની સત્તા મોટી કે વાહન વ્યવહાર મંત્રીની સત્તા મોટી ? જો કે વેપારી મહામંડળ રસ્તો લેવા માટે મક્કમ જ છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવીન બનેલ એસ.ટી.સ્ટેન્ડનો ઉમા માર્કેટ બાજુના વરંડામાં પગદંડી રસ્તો રાખવા માટે વિસનગર વેપારી મહામંડળે એસ.ટી.તંત્ર સમક્ષ રજુઆત કરતા વિભાગીય નિયામક દ્વારા પગદંડી રસ્તો મુકાશે નહિ તેવો લેખીત જવાબ આપ્યા પછી વેપારી મહામંડળ કંઈ કાર્યવાહી કરે તે પહેલા અચાનક વરંડો બનાવવાની કાર્યવાહી તાબડતોબ હાથ ધરતા વેપારી મહામંડળે એક દિવસનું આવેદનપત્ર આપી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આપતા રીક્ષા એસોસીએશનના લડાયક વલણને લઈ ઉગ્ર બનેલ વાતાવરણને જોઈ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે દરમ્યાનગીરી કરી વેપારી મહામંડળના પ્રતિનિધિઓને જીલ્લા કલેકટર પાસે ત્યારબાદ વાહનવ્યવહાર મંત્રી પાસે રજુઆત કરવા લઈ ગયા હતા. વાહન વ્યવહાર મંત્રી બહાર ગયેલ હોવાથી તેમના પર્સનલ આસીસ્ટને મંત્રીશ્રી સાથે ચર્ચા કરી તાત્કાલિક વરંડાનુ કામ રોકાવી વિભાગીય નિયામકને સુચના આપી હતી કે વેપારી મહામંડળ વિસનગર ધારાસભ્ય અને મંત્રીશ્રી સાથે મીટીંગ કરાયા પછી પગદંડી રસ્તો મુકવો કે નહી તેનો નિર્ણય લેવાશે. વાહન વ્યવહાર મંત્રી સાથે વેપારી મહામંડળની મીટીગ થઈ નથી ત્યાં વિભાગીય નિયામકે વેપારી મહામંડળ, ધારાસભ્યશ્રી વિસનગર, જીલ્લા કલેકટરશ્રી, પ્રાન્ત અધિકારીશ્રી તથા વિસનગર મામલતદારને પત્ર પાઠવી ઉમા માર્કેટ બાજુ પગદંડી રસ્તો મુકાશે નહિ તેવુ જણાવ્યુ છે. પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે ધારાસભ્ય વેપારી મહામંડળ અને વાહન વ્યવહાર મંત્રી સાથે મીટીંગ થઈ નથી. કોઈ નિર્ણય લેવાયો નથી. વિભાગીય નિયામક કઈ રીતે નિર્ણય આપી શકે? વિભાગીય નિયામકનો પત્ર વિસનગર ડેપો મેનેજર ઉપર આવ્યા બાદ રસ્તાનો વિરોધ કરતા ડ્રાયવર કન્ડકટરો ગેલમાં આવી બોલતા સંભળાયા હતા કે ધારાસભ્ય આવે કે તેમના ઉપરથી ………….. આવે તો પણ રસ્તો મુકાવાનો નથી આ કેવુ ? ડેપ્યુટી સી.એમ.નિતિનભાઈ પટેલ વિસનગરના ભાણા હોઈ તેમણે પણ આ રસ્તા માટે દરમ્યાનગીરી કરી હતી. છતા નિયામક કેમ મનમાની કરે છે ? વિભાગીય નિયામક તેમના પત્રમાં જણાવે છે કે આગળ પણ રસ્તો મુકયો છે. એમ.એન.કોલેજ રોડ બાજુથી પણ જાહેર જનતાને સરળતાથી અવાય એવો રસ્તો મુકયો છે. જે બાજુથી બસો આવે છે તે એમ.એન. કોલેજ બાજુ એસ.ટી.તંત્ર રસ્તો આપી શકે ત્યારે અકસ્માત થતા નથી. તો ઉમા માર્કેટ બાજુ રસ્તો આપે તો કઈ રીતે અકસ્માત થવાના? વિભાગીય નિયામકની આ કેવી જીદ? ફક્ત વિભાગીય નિયામકની જીદને લઈ પ્રશ્ન ગુંચવાતો જાય છે. વિભાગીય નિયામક તેમની જાતને ડેપ્યુટી સી.એમ., વાહન વ્યવહાર મંત્રી, જીલ્લા કલેક્ટરઅને ધારાસભ્ય કરતા મોટા ગણે છે ? જો કે વેપારી મહામંડળ આ રસ્તો મુકાવા માટે મક્કમ જ છે, પછી ગાંધી ચિંધ્યા માર્ગે જે કરવુ પડે તે કરવામાં આવશે.

Leave a Reply

Top