You are here
Home > News > સાંસદના સન્માન સમારંભમાં ભાજપના કાર્યકરોની અવગણનાથી નારાજગી

સાંસદના સન્માન સમારંભમાં ભાજપના કાર્યકરોની અવગણનાથી નારાજગી

વિસનગર એસ.કે.કોલેજના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેટરો પાસે સન્માન કરાયુ ત્યારે

સાંસદના સન્માન સમારંભમાં ભાજપના કાર્યકરોની અવગણનાથી નારાજગી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપ અત્યારે રાષ્ટ્રીય લેવલે ઝળક્યુ હોય તો તેનુ કારણ છે બુથ લેવલના પાયાના ભાજપના કાર્યકરો, વિસનગરમાં એસ.કે.યુનિવર્સિટીમાં સાંસદ શારદાબેન પટેલના સન્માન સમારંભમાં લોકસભાની ચુંટણીમાં ભાજપના વિરુધ્ધમાં કામ કરનાર પાલિકાના કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેટરો પાસે સન્માન કરાવતા અને ભાજપના કાર્યકરોની અવગણના થતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.
લોકસભાની ચુંટણીમાં વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા કેટલાક કોર્પોરેટરોએ ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલના વિરુધ્ધમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેટરો ભાજપના ઉમેદવારોના વિરોધમાં પ્રચાર કરે અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરે તે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી કહેવાય. કેટલાક કોર્પોરેટર તો ભાજપની સભામાં સ્ટેજ ઉપર ચડી ભાજપનો ખેસ પહેરવા કે ભાજપની તરફે બોલવા તૈયાર નહોતા. આમ ભાજપનો વિરોધ કરનાર પ્રમુખ તથા કોર્પોરેટરો તેમજ ભાજપ પ્રત્યે અણગમો રાખનાર કોર્પોરેટર એસ.કે.યુનિવર્સિટીમાં યોજાયેલ ભાજપના સાંસદ શારદાબેન પટેલના સન્માન સમારંભમાં સાંસદનુ સન્માન કરતા જોવા મળતા ભાજપના નાના, પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ભાજપના બુથ લેવલના પાયાના એક કાર્યકરે રોષ સાથે લાગણી વ્યક્ત કરી હતી કે લોકસભાની ચુંટણીમાં જગજાહેર ભાજપની વિરુધ્ધમાં કામ કરનાર કોંગ્રેસના ચુંટાયેલા હોદ્દેદારોને આમંત્રણ આપી એસ.કે.યુનિવર્સિટીમાં ભાજપના સાંસદનુ સન્માન કરાવવામાં આવે તે ખરેખર નવાઈની બાબત છે. ભાજપની અણધારી જીત જોઈ ડઘાઈ ગયેલા કોંગ્રેસના ચુંટાયેલા હોદ્દેદારો ભાજપ તરફે આકર્ષાયા હશે. પરંતુ આ ચુંટાયેલા હોદ્દેદારોએ ચુંટણીમાં ભાજપને નુકશાન કરવાની વૃત્તી કરી છે તે ન ભુલવી જોઈએ. સન્માન સમારંભમાં કોંગ્રેસના હોદ્દેદારોને બોલાવી તેમની પાસે સન્માન કરાવ્યુ તો જેમના કારણે ભાજપને સફળતા મળી છે તે ભાજપના કાર્યકરો કેમ યાદ ન આવ્યા.
ભાજપ અત્યારે દેશના ખુણે ખુણામાં ઝળક્યુ છે તેની પાછળ ભાજપના નાના બુથ લેવલના કાર્યકરો છે. ચુંટણીમાં આવા કાર્યકરોજ મહેનત કરે છે. જેના કારણે કમળ ખીલે છે. મહેસાણા લોકસભા સીટમાં જંગી લીડ મળી તે ભાજપના કાર્યકરોની મહેનતનુ પરિણામ છે. શારદાબેન પટેલના વિજય બાદ પ્રથમ વખત વિસનગરમાં યોજાયેલા તેમના સન્માન સમારંભમાં કોંગ્રેસના ચુંટાયેલા હોદ્દેદારોને બોલાવાયા તો ચુંટણીમાં મહેનત કરનાર ભાજપના કાર્યકરોને બોલાવી તેમની પાસે સાંસદ સભ્યનુ સન્માન કેમ કરાવવામાં આવ્યુ નહી? ભાજપના કાર્યકરોની અવગણનાથી કાર્યકરોનુ મનોબળ તુટે છે. ભાજપના આ કાર્યકરે ધારાસભ્ય પ્રત્યે રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે, આ બાબતે ધારાસભ્ય કેમ ચુપ છે? ચુંટણી વખતે ધારાસભ્ય ભાજપના કાર્યકરોને યાદ કરે છે તો કાર્યકરોના અપમાન અને અવગણના થતા કેમ કંઈ બોલતા નથી? સાંસદ સભ્ય વિસનગર ભાજપના આગેવાનો, કાર્યકરોને ઓળખે, કાર્યકરો સાંસદ સભ્યથી પરીચીત થાય તે માટે ધારાસભ્યએ સન્માન સમારંભ ગોઠવવો જોઈએ.

Leave a Reply

Top