You are here
Home > News > વિસનગર-વડનગર ટ્રેક ઉપર રેલ્વેનુ ટ્રાયલ રનીંગ

વિસનગર-વડનગર ટ્રેક ઉપર રેલ્વેનુ ટ્રાયલ રનીંગ

રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ ટીમ સાથે

વિસનગર-વડનગર ટ્રેક ઉપર રેલ્વેનુ ટ્રાયલ રનીંગ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કેન્દ્ર સરકારના આદેશથી રેલ્વે તંત્રના અધિકારીઓ દ્વારા મહેસાણા- તારંગા બ્રોડગેજ રેલ્વેની કામગીરી યુધ્ધના ધોરણે કરવામા આવી છે. જેમાં વિસનગર- વડનગર રેલ્વે સ્ટેશનનું કામ પુર્ણ થતાં ગત શુક્રવારના રોજ સવારે મહેસાણા વડનગર સુધી ૧૦ ડબ્બાની રેલ્વે દોડાવી ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતું.
રેલ્વેના ડીવીઝનલ વિભાગના ડી.આર.એમ. દિપકકુમાર જ્હા તથા ટી.આર.એસ સુશીલચંદ્ર સહીતની ટીમ સવારે ૧૧-૦૦ કલાકે વિસનગર રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવવાના છે તે જાણી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સહીતના આગેવાનો મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશન ઉપર વિસનગરના પ્રશ્નોની રજુઆત કરવા આવ્યા હતા. પરંતુ બપોરના ૧-૦૦ વાગ્યા સુધી તેઓ વિસનગર રેલ્વે સ્ટેશન ઉપર નહી આવતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલને કોઈ કારણોસર નીકળી ગયા હતા. ત્યારબાદ બપોરના આશરે ૧-૩૦ કલાકે રેલ્વેની ટીમે વિસનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ સ્ટેશનનુ નિરીક્ષણ કર્યુ હતું. ત્યારે વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના પ્રતિનીધી તરીકે તાલુકા ભાજપ પ્રમુુખ સતિષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુુખ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ(સુંશી), કોન્ટ્રાક્ટર સુખદેવભાઈ દેસાઈ તથા સામાજીક કાર્યકર જે.કે.ચૌધરી દ્વારા વિસનગર રેલ્વેલાઈન ઉપર બનાવેલ એલ.સી-૨૧ ના પટણી દરવાજા પાસે આવેલ નાળામાં ભરાતા પાણીનો નિકાલ કરવા તથા તેના ઉપર નવિન ફાટક બનાવવા અને રેલ્વે સ્ટેશન ઉપર વેઈટીંગ રૂમની વ્યવસ્થા કરવા તેમજ ગંજબજાર રેલ્વે ફાટક પાસે ભરાતા પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી કરવા રેલ્વેના અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. ત્યારે રેલ્વેના અધિકારીઓએ આવેદનપત્ર સ્વિકારી ઝડપી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી. ત્યારબાદ આ અધિકારીઓ વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લેવા આગળ વધ્યા હતા. વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ સ્ટેશનનુ નિરીક્ષણ કરી મહેસાણાથી વડનગર રેલ્વે ઝડપી શરૂ થશે તેવુ જણાવ્યુ હતું.

Leave a Reply

Top