You are here
Home > Local News > ખેરાલુ મુક્તિધામમાં અગ્નિસંસ્કાર માટે લાકડાના નાણાં વસુલાતનો વિવાદ

ખેરાલુ મુક્તિધામમાં અગ્નિસંસ્કાર માટે લાકડાના નાણાં વસુલાતનો વિવાદ

ખેરાલુ મુક્તિધામમાં અગ્નિસંસ્કાર માટે લાકડાના નાણાં વસુલાતનો વિવાદ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં સિધ્ધપુર મુક્તિધામની જેમ તમામ જ્ઞાતિઓના દાતાઓ પાસેથી દાન મેળવી ભવ્ય મુક્તિધામ બનાવવામા આવ્યુ છે. આ મુક્તિધામ દ્વારા મૃતક માટે જરૂરી તમામ વસ્તુઓ વિના મૂલ્યે આપવામા આવે છે. જેના કારણે ઓ.એન.જી.સી. દ્વારા રૂપેણ મુક્તિધામને આઠ લાખના ખર્ચે કાસ્ટ ચેમ્બર ભેટ આપવામા આવ્યુ છે. જેમા માત્ર ત્રણ મણ લાકડા મૃતદેહ માટે વપરાય છે. ત્યારે કેટલાક રૂઢિચુસ્ત લોકો દ્વારા ખુલ્લામાં અગ્નિદાહ આપવાના કારણે ત્રણ મણની જગ્યાએ ૧૦ મણ લાકડુ વાપરવાનો આગ્રહ રાખતા રૂપેણ મુક્તિધામ દ્વારા રપ૦૦/- રૂપિયા લાકડા માટે ફી નક્કી કરી છે. જેના કારણે વિવાદ ઉભો થયો છે. ખેરાલુના અગ્રણી કે જેઓ વહીવંચા બારોટવાસમાં રહે તે નરેશચંદ્ર જે.બારોટના માતૃશ્રીના નિધન પ્રસંગે ૧પ૦૦/- રૂપિયા લાકડા પેટે એડવાન્સ લઈ પાવતી આપતા સમગ્ર શહેરમાં હોબાળો શરૂ થયો છે.
આ બાબતે નરેશભાઈ બારોટે જણાવ્યુ હતુ કે લગભગ તમામ જ્ઞાતિના લોકોના પરિવારમાંથી કોઈનુ મૃત્યુ થાય છે. ત્યારે રૂપેણ મુક્તિધામમાં અગ્નિસંસ્કાર કર્યા પછી જે તે પરિવારના લોકો રૂપેણ મુક્તિધામમાં દાન આપે છે. પરંતુ કોઈનુ મૃત્યુ થાય ત્યારે ફરજીયાત રપ૦૦/- રૂપિયાની પાવતી લઈ ૧૦ મણ લાકડુ આપવુ તે વ્યાજબી ન કહેવાય. લાકડા દરેક મુક્તિધામમાં મફત અપાય છે. તો ખેરાલુ રૂપેણ મુક્તિધામમાં આવેલુ દાનનુ ં શુ થાય છે. માત્ર એફ.ડી.ઓ.કરાવ્યા વગર ગરીબ માણસોને મફત લાકડુ આપવુ જોઈએ. દર વર્ષના અહેવાલો છપાવી કરાતો ખર્ચ બંધ કરવો જોઈએ. કાસ્ટ ચેમ્બરમાં મૃતદેહને અગ્નિદાહ અપાય પછી ટાઢી છાંટવા દેતા નથી તે વ્યાજબી નથી. અગ્નિસંસ્કાર પછી ગંગામાં અસ્થિ પધરાવવા માટે ટાઢી છાંટવી ફરજીયાત છે. મુક્તિધામમાં ટાઢી છાંટવા જતા કહે છે કે મશીન બગડી જાય જેથી લોકો ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરે છે. કોઈ ગરીબ વ્યક્તિનું મૃત્યુ થાય તેની પાસે પૈસા ન હોય તો પણ ખુલ્લામા અગ્નિ સંસ્કાર માટે એડવાન્સ નાણા વસુલવા તે ધંધો કહેવાય. નરેશભાઈ બારોટ વધુમા જણાવ્યુ હતુ કે જયારે કોઈનું મૃત્યુ થાય તો બજારમાંથી ખાંપણકીટ લેવા જાવ ત્યારે મુસ્લીમ દુકાનદાર પણ ઉધાર આપે છે. દુકાનદારો સાડી અને ધોતિયા ઉધાર આપે છે તો સમસ્ત ખેરાલુ શહેરનું રૂપેણ મુક્તિધામ ઉધાર લાકડા કેમ ન આપે. એડવાન્સ નાણા લઈ લાકડા આપવા તે કેટલુ વ્યાજબી કહેવાય.
આ બાબતે રૂપેણ મુક્તિધામના મેનેજીંગ ટ્રસ્ટી પોપટભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે પર્યાવરણની જાળવણી માટે આઠ લાખના ખર્ચે કાસ્ટ ચેમ્બર વસાવવામાં આવ્યુ છે. કાસ્ટ ચેમ્બરમાં ત્રણ મણ લાકડુ વપરાય છે. જયારે ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરો એટલે ૧૦ મણ લાકડુ વપરાય છે. છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ જ્ઞાતિના રૂઢીચુસ્ત વલણ ધરાવનારા મૈયતને ખુલ્લા સગડા પર અગ્નિ સંસ્કારનો આગ્રહ રાખે છે. જેથી ન છુટકે લાકડાની બચત ખાતર નિર્ણય લીધો છે. ખુલ્લામા અગ્નિ સંસ્કાર માટે શહેરના નવ સ્મશાન ગૃહો છે ગમે ત્યાં જઈ શકે છે. જો રૂપેણ મુક્તિધામમા આવી ખુલ્લામા અગ્નિ સંસ્કાર કરવા હોય તો પરિવારના સભ્યો બહારથી લાકડુ લાવે તેમા મુક્તિધામ ટ્રસ્ટને કોઈ વાંધો નથી. જો સંસ્થામાંથી લાકડુ મેળવવુ હોય તો રપ૦૦/- રૂપિયાની પાવતી જમા કરાવી લાકડુ મેળવવુ તેવી સુચના બોર્ડમાં લખી દરેકને જાણ થાય તે રીતે લગાવી છે રૂપેણ મુક્તિધામમાં ખાંપણ કીટમા સોનાની રેખથી મસાણીયા લાડુ સુધીની ૧૪ વસ્તુઓ મફત અપાય છે. અગ્નિવહન માટે પિત્તળનો દેગ સાંકળ સાથે બે પુળા પાંચ છાણા અપાય છે. અસ્થિ ગંગામાં વિસર્જન સુધીની જવાબદારી ટ્રસ્ટ સ્વીકારે છે. ખોટા કારણ વગરના વિવાદ ન કરવા જોઈએ.
રૂપેણ મુક્તિધામમાં કાસ્ટ ચેમ્બરનો ઉપયોગ ન કરીને ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરનાર પાસેથી લાકડાના નાણા વસુલવાના નિયમનો વિરોધ સાચો કે ખોટો ?
ઉપરોક્ત બાબતે ટ્રસ્ટ દ્વારા મફત લાકડા આપવાના દાતા શોધી ૧૦ મણ લાકડુ મફત આપી શકાય તેવી લોકોમાં ચર્ચા છે. ટ્રસ્ટ દ્વારા વિવાદ ને શાંત પાડવા વચગાળાનો રસ્તો શોધી નિર્ણય કરવો જોઈએ.

Leave a Reply

Top