You are here
Home > Local News > ચોરીની તપાસના નામે નિવેદનો લેવાય છે પરંતુ ચોરીનો ગુનો નોધાતો નથી ચોરીની ફરિયાદ લેવામાં પોલીસના ઠાગાઠૈયા-રહસ્ય શુ?

ચોરીની તપાસના નામે નિવેદનો લેવાય છે પરંતુ ચોરીનો ગુનો નોધાતો નથી ચોરીની ફરિયાદ લેવામાં પોલીસના ઠાગાઠૈયા-રહસ્ય શુ?

ચોરીની તપાસના નામે નિવેદનો લેવાય છે પરંતુ ચોરીનો ગુનો નોધાતો નથી
ચોરીની ફરિયાદ લેવામાં પોલીસના ઠાગાઠૈયા-રહસ્ય શુ?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગમે તે કારણ હોય પરંતુ વિસનગર પોલીસ ચોરીની ફરિયાદ નહી નોધતા તેનો ફાયદો ચોરોને થઈ રહ્યો છે. ચોરીની તપાસના નામે નિવેદનો લેવાય છે પરંતુ વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતો નથી. પોલીસ ચોરીની ફરિયાદ નહી નોધતા હવે તો ચર્ચાઓ થઈ રહી છેકે, ફરિયાદ દાખલ નહી કરી ચોરોને બચાવવા પાછળ પોલીસને શુ લાભ થતો હશે? મહેસાણા રોડ ઉપર એક સ્ટેશનરીની દુકાનમાં થયેલી ચોરીના બનાવ બાદ પોલીસે ફરિયાદ લેવા બહાના દર્શાવતા પોલીસની કામગીરી ઉપર અનેક શંકાઓ સેવાઈ રહી છે.
વિસનગરમાં મહેસાણા રોડ ઉપર ગંજી સોસાયટી સામેના શિવદર્શન કોમ્પલેક્ષમાં શ્રી હરિ બુક એન્ડ સ્ટેશનરીની દુકાન આવેલી છે. દુકાનના માલિક બારોટ શૈલેષચંદ્ર હરિભાઈ તથા તેમના પુત્ર મનીષભાઈ બારોટ શુક્રવારની સવારે દુકાન ખોલવા જતા શટર્સની બન્ને બાજુ તાળા નહોતા. દુકાન ખોલીને જોતા અંદર સરસામાન વેર વિખેર પડ્યો હતો. કાઉન્ટરના ખાનામાં જોતા અંદર મુકવામાં આવેલ રૂા.૨૫૦૦૦ રોકડ તથા પરચુરણ જણાઈ નહોતી. દુકાનમાંથી પેન તથા પેન્સીલના બોક્ષ ચોરાયા હતા. દુકાન માલિકે પોલીસને ચોરી થયાની જાણ કરતા ફરજ પરના પી.એસ.ઓ.એ વિસનગરની પોલીસ ઉંઝા સી.એમ.ના કાર્યક્રમની તૈયારી માટે બંદોબસ્તના રીહર્સલમાં ગઈ છે. કોઈ પોલીસ નથી પછી આવજો તેમ કહી ચોરીનો ભોગ બનનારને ધકેલ્યા હતા. આ બાબતે પી.આઈ. એમ.આર.ગામેતીને જાણ કરતા તેમની સુચનાથી થોડીજ વારમાં પોલીસ સ્ટાફ સ્ટેશનરીની દુકાને પહોચ્યો હતો. જ્યાં દુકાનમાં તપાસ કર્યા બાદ દુકાન માલિકનુ નિવેદન લેવાયુ હતુ. નિવેદન લીધા બાદ તપાસ કરી ચોરીની ફરિયાદ નોધીશુ તેમ કહી ફરીથી દુકાન માલિકને ધકેલ્યા હતા. શુક્રવારની રાત સુધી ચોરીની ફરિયાદ નોધાઈ નહોતી.
કોઈપણ ગુનો બને એટલે પોલીસની ફરજ પ્રથમ ફરિયાદ નોધવાની હોય છે. ફરિયાદી ખોટો જણાય તેની પોલીસ તપાસ કરે તે યોગ્ય છે. પરંતુ ચોરીના બનાવમાંતો પ્રથમ ફરિયાદજ નોધવાની હોય. પરંતુ ગમે તે કારણોસર વિસનગર પોલીસ ચોરીની ફરિયાદ કરવાનુ ટાળી રહી હોય તેમ જણાય છે. અગાઉ સ્ટેશન સર્કલ પાસે ગુપ્તા હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં શટર્સના તાળા તોડી ચોરોએ રૂા.૩૦,૦૦૦/- ની ચોરી કરી હતી. જે બનાવમાં પણ દુકાન માલિકનુ નિવેદન લેવાયુ પરંતુ પોલીસે ફરિયાદ કરવાનુ ટાળ્યુ છે. આમ વિસનગર પોલીસ ચોરીની ફરિયાદ નહી નોધી આડકતરી રીતે ચોરોને ફાયદો કરાવતી હોય તેમ જણાય છે.

Leave a Reply

Top