You are here
Home > Local News > વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનો પાણી માટે નિષ્ફળ ગયેલો વહીવટ વિસનગરમાં આંતરે દહાડે પાણી અને તે પણ અનિયમિત

વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનો પાણી માટે નિષ્ફળ ગયેલો વહીવટ વિસનગરમાં આંતરે દહાડે પાણી અને તે પણ અનિયમિત

વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનો પાણી માટે નિષ્ફળ ગયેલો વહીવટ
વિસનગરમાં આંતરે દહાડે પાણી અને તે પણ અનિયમિત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનો પાલિકાનો વહીવટ પાણીના પ્રશ્નમાં નિષ્ફળ ગયો છે. આંતરે દહાડે પાણી આપવાનો નિર્ણય લીધા પછી પાલિકા દ્વારા આંતરે દહાડે નિયમિત પાણી પૂરુ પાડવામાં આવતુ નથી.
આંતરે દહાડે ૪૫ મીનીટ,
૬૦ મીનીટ, ૧૨૦ મીનીટ પણ પાણી આવે !
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર પાલિકા રોડ બનાવવામાં, બ્લોક નાંખવામાં એટલી મશગૂલ હતી કે ઉનાળો આવશે ત્યારે પાણીની તંગીનો પ્રશ્ન આવશે તે ભૂલી ગયા. ધરોઈ આધારિક પાણી પુરવઠા સામે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિસરી ગયા અને ભર ઉનાળામાં ધરોઈનો પાણી પુરવઠો ઓછો થતાં વિસનગરના ઈતિહાસમાં કદિ બન્યું નથી તેવું આંતરે દહાડે પાણી આપવાનો પહેલી વખત નિયમ કરવામાં આવ્યો. લોકોએ તે પણ નિર્ણય સ્વીકારી લીધો. પણ પાલિકા વોટરવર્કસનો વહીવટ બોદો હોવાથી ઓપરેટરના રાજમાં દર આંતરે દિવસે પાણી કયા ટાઈમે આવશે તે કોઈ કહી શકતુ નથી. વોટર વર્કસ ચેરમેન પણ પાણી ક્યારે આવશે તે જવાબ આપી શકતા નથી. લોકો જૂના વોટરવર્કસમાં ટેલીફોન કરે તો જવાબ મળે છેકે ફાયર સ્ટેશને ટેલીફોન કરો ત્યાંથી તમને પાણી આવવાનો જવાબ મળશે. ખરેખર ફાયર સ્ટેશનનો ટેલીફોન ફાયર સેફ્ટી માટે છે. છતાં તેનો ઉપયોગ પાણી માટે કરવામાં આવે છે. ફાયર સ્ટેશનનો ટેલીફોન સતત એંગેજ રહે છે. જેથી જે દિવસે આગ લાગશે તે દિવસે ફાયર સ્ટેશનનો ટેલીફોન ઉપડશે નહિ. બે દિવસે આવતુ પાણી અનિયમિત છે. પાણી આપવાનો સમય અને જથ્થો ઓપરેટર આધારિત છે. કોઈ દિવસ ૪૫ મીનીટ પાણી આવે છે તો કોઈ દિવસ ૬૦ મીનીટ પાણી આવે. કમાણા ચાર રસ્તાની સોસાયટીમાં તો એક દિવસ બે કલાક પાણી અપાયુ, આ કેવો વહીવટ? પાલિકા ચીફ ઓફીસર રહે છે તે વિસ્તારમાં પાણીના સમય અને જથ્થાના ધાંધિયા છે. ચીફ ઓફીસર જે વિસ્તારમાં રહેતા હોવાનું જણાવે છે તે મકાનમાં નિયમિત રહેતા હોય તો પાણીનો પ્રશ્ન નડે. બાકી સરકારના નિયમ મુજબ ગ્રામ સ્વરાજની સંસ્થાના મુખ્ય વહીવટકર્તાને જે તે ગામે રહેવુ પડે તે નિયમાનુસાર ચીફ ઓફીસરે પોતાનું રહેણાંક બતાવ્યું હોય તો તેમને પાણીનો પ્રશ્ન નડે નહિ. ચીફ ઓફીસર જે વિસ્તારમાં રહે છે ત્યાં બાગના બોરમાંથી પાણી આવે છે તે નિયમિત નથી છતાં ચીફ ઓફીસર તરફથી કોઈ કમ્પલેઈન નથી એ બતાવે છેકે ચીફ ઓફીસરશ્રીએ સરકારને બતાવવા માટે મકાન રાખ્યુ હશે. પણ તેમાં તે રહેતા ન પણ હોય. નહિ તો તે પાણીનો પ્રશ્ન સોલ થઈ ગયો હોત.

Leave a Reply

Top