You are here
Home > Local News > વિસનગર મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાયેલ ફરિયાદ નિવારણમાં કાજીઅલીયાસણા દબાણનો મુદ્દો ચમક્યો

વિસનગર મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાયેલ ફરિયાદ નિવારણમાં કાજીઅલીયાસણા દબાણનો મુદ્દો ચમક્યો

વિસનગર મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાયેલ
ફરિયાદ નિવારણમાં કાજીઅલીયાસણા દબાણનો મુદ્દો ચમક્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર એ.એન.સોલંકીના અધ્યક્ષસ્થાને ગત બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૮ અરજદારોએ પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. મામલતદારે તમામ અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કર્યો હતો. જોકે આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કાજીઅલીયાસણા ગામનુ વિવાદાસ્પદ અધુરૂ દબાણ તોડવાના મુદ્દે વહીવટી તંત્ર ઉપર વ્હાલા દવાલાની નિતી રાખતા હોવાનો આક્ષેપ થયો હતો.
લોકસભાની ચુંટણીનું જાહેરનામુ બહાર પડ્યા પછી ગત બુધવારે વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર એ.એન.સોલંકીના અધ્યક્ષસ્થાને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કયા અરજદાર દ્વારા કયા પ્રશ્નની રજુઆત કરવામાં આવી તે જોઈએ તો, વિસનગર તાલુકાના મહંમદપુરા ગામના ઠાકોર હમીરજી હરચંદજીએ મોજે મહંમદપુરાના સ.નં.૩૯૦ માં જમીનનુ વળતર મેળવવા તથા કોન્ટ્રાક્ટરનુ બિલ ન ચુકવવા બાબત, મહેસાણામાં રહેતા પ્રજાપતિ ધર્મેન્દ્રભાઈ સોમાભાઈએ મોજે.ભાન્ડુના સ.નં.૧૧ ની ગામતળની જમીનમાં કરેલ દબાણ દુર કરવા બાબત, તાલુકાના વાલમ ગામના પટેલ વિમલભાઈ અમૃતલાલે રસ્તા પરનું બિનઅધિકૃત બાંધકામ દુર કરી રસ્તો ખુલ્લો કરવા બાબત, કાજીઅલીયાસણા ગામના ચૌધરી જીતેન્દ્રકુમાર કેશરભાઈએ ગામના સ.નં.૩૩૨/૧ માં થયેલ દબાણ દુર કરવા બાબત, ઉમતા ગામના ઠાકોર મહેશજી તરસંગજીએ સરકારની પી.એમ.એ.વાય.યોજનામાં પોતાનુ નામ દાખલ કરવા બાબત, અમદાવાદ રહેતા પટેલ જયંતીલાલ પોપટલાલે મોજે.વાલમના જુના સ.નં.૧૬૩૮ તથા સ.નં.૧૮૫૪ ની હસ્તલિખીત ચાલતી જમીનનુ કોમ્પ્યુટરરાઈઝેશન કરવા બાબત, દેણપ ગામના પ્રજાપતિ લક્ષ્મીબેન રણછોડભાઈએ સરકારી વિધવા સહાય મેળવવા બાબત, અને ખદલપુર ગામના ચૌધરી અભેરાજભાઈ નાથુભાઈએ બિનઅધિકૃત દબાણ દુર કરી વરસાદી પાણીનો નિકાલ કરવા રજુઆત કરી હતી. જેમાં મામલતદારે હાજર અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી ન્યાય આપ્યો હતો. જોકે વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ બી.એસ.સથવારા, ગ્રામ પંચાયતના તલાટી વિધિબેન રબારી, સહિત પંચાયતની દબાણ ટીમના સભ્યોએ કોઈપણ પ્રકારની વ્હાલા દવાલાની નિતિ રાખ્યા વગર કાજીઅલીયાસણા ગામનું દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. ટીડીઓ સથવારા અને યુવા તલાટી વિધિબેન રબારીની દબાણ દુર કરવાની કામગીરી અરજદારે બિરદાવી હતી. પરંતુ વરસાદના લીધે વહીવટી તંત્ર દ્વારા બાકી દબાણ દુર કરવાની કામગીરી સ્થગિત કરવામાં આવતા અરજદારે વહીવટીતંત્રના જવાબદારો ઉપર દોષનો ટોપલો મુકી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતા આ મુદ્દો ભારે ચમક્યો હતો.

Leave a Reply

Top