You are here
Home > Local News > સરકારશ્રીનો મોટર વ્હીકલ એક્ટ કડક નિયમનો અમલ તો પોલીસતંત્રનેજ કરાવવાનો છેને ?

સરકારશ્રીનો મોટર વ્હીકલ એક્ટ કડક નિયમનો અમલ તો પોલીસતંત્રનેજ કરાવવાનો છેને ?

તંત્રી સ્થાનેથી
સરકારશ્રીનો મોટર વ્હીકલ એક્ટ કડક નિયમનો અમલ તો
પોલીસતંત્રનેજ કરાવવાનો છેને ?
કેન્દ્ર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશમાં ડ્રાઈવીંગ સેન્સ સારી આવે તે માટે કડક નિયમો લાવવામાં આવી રહ્યા છે જે સરાહનીય છે. ભારત દેશમાં લોકોને ડ્રાયવીંગની એ દરખાસ્ત આર્થિક રીતે ભારે પડી શકે છે. આ બીલ સોળમી લોકસભા વખતથી પેન્ડીંગ હતું જે મોટર વ્હીકલ એક્ટ બીલ અગાઉની લોકસભામાં પસાર થઈ શક્યુ છે. જે રાજ્ય સભામાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારબાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ બીલમાં મહત્વની એક જોગવાઈ છેકે જેનો ભંગ મોટાભાગે તમામ વાહન હંકાવનાર વ્યક્તિઓ કરે છે. જેમાં ડ્રાયવર હોય કે માલિક હોય જે નિયમનો ભંગ આસાનીથી કરે છે અને જેના કારણે અકસ્માત થાય તે ડ્રાઈવીંગ કરતી વખતે મોબાઈલ ઉપર વાતચીત કરવા વાળાને હજારની જગ્યાએ પાંચ હજાર દંડની જોગવાઈ કરવામાં આવી છે. તદ્‌ઉપરાંત સીટ બેલ્ટ ન બાંધવો, ગાડીઓની રેસ લગાવતા ચાલકો, લાયસન્સ વિના ડ્રાઈવીંગ કરતા લોકો, ઓવરલોડ માટેની દંડની જોગવાઈ કરવામાં આવી છે. વગર લાયસન્સે વાહન ચલાવવાના કાયદાનો ભંગ, ધોરણ-૧૧-૧૨માં ભણતા બાળકો કરે છે તે કિશોરો ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન કરે તો વાહન ચાલક માતા પિતાની જવાબદારી ફીક્સ કરી કિશોર ઉપર જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કામ ચલાવી વાહનનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનો કાયદો કરવામાં આવ્યો છે. સરકારે સોળ વર્ષ પછી ગેર વગરનું વાહન ચલાવનારને લાયસન્સ આપવાની જોગવાઈ કરી છે. પણ આ કાયદાનો પૂરો અમલ થાય તો ધો.૧૧-૧૨ માં ભણતા મોટાભાગના બાળકો ગુનેગાર સાબિત થઈ શકે છે. કાયદો સારો છે પણ તેનો અમલ શક્ય નથી. અને કાયદાનો ભંગ થાય તે પણ વ્યાજબી નથી. ધોરણ-૧૧-૧૨ નું વર્ષ બાળકો માટે કેરીયરનું વર્ષ ગણાય. અભ્યાસનો સીલેબસ બહુ મોટો હોય છે. જે પૂરો કરવો વિદ્યાર્થીઓ માટે અશક્ય હોય છે. જેથી આવન-જાવનમાં સમય બચાવવા માટે દરેક માતા-પિતા તેમના બાળકોને ટુ વ્હીલર લાવી આપે છે. ગેર વગરના વ્હીકલ માટે ૧૬ વર્ષની ઉંમરે લાયસન્સ આપવામાં આવે છે. ધો.૧૧ થી બાળકો ટુ વ્હીલર ચલાવે છે. ૧૫ થી ૧૬ વર્ષની ઉંમરે બાળકો ૧૧-૧૨ ધોરણમાં આવે છે. જેમાં ધોરણ-૧૧ ના બાળકો તો મોટાભાગે ૧૬ વર્ષના હોતા નથી તો પણ ટુ વ્હીલર ચલાવવું પડે છે. તે માટે વાહન વ્યવહાર મંત્રાલયે ૧૫ વર્ષની ઉંમરથીજ સ્ટુડન્ટ લાયસન્સની પ્રથા ચાલુ કરવી પડશે. નહિ તો યુવાનીને ઉંમરે પગ મૂકનાર દરેક કિશોર કિશોરીઓ વાહન ચલાવવાનો ગુનો કરે તે વ્યાજબી નથી. સરકારશ્રી કાયદા તો કડક કરી રહી છે તે ત્યારે જ સફળ બનશે જ્યારે પોલીસ ખાતું તેનો અમલ કરાવશે. કડક કાયદાથી પોલીસ તંત્રને ઈન્ક્રીમેન્ટમાં વધારો થવાની શક્યતા છે. આ વાહનોના નવા કાયદામાં વધારેમાં વધારે નિયમ ભંગ થતો હોય તો તે રોડ અને એક્સપ્રેસ રોડ ઉપર મોટા વાહનો અત્યાર સુધી ડાબી સાઈડે જ ચાલતા હતા હવે ભારે વાહનો જમણી બાજુ જ ચાલે છે. જેથી નાના વાહનોને રોંગ સાઈડ ઓવરટેક કરવો પડે છે. અને તે હવે હાઈવે ઉપરનો એક નિયમજ બની ગયો છે. આવા ઓવરટેકના કારણે અનેક અકસ્માતો થાય છે. અને તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ રોંગ સાઈડ ઓવરટેકની પ્રથા બંધ કરવી હોય તો મોટા રોડો ઉપર સીસીટીવી કેમેરા મૂકવા પડશે. જેમાં હેવી વાહનોના રજીસ્ટ્રેશન રદ કરવા અને રોંગ સાઈડ ઓવરટેક કરતા નાના વાહનોને મોટી કિંમતના ઈ-મેમા અપાશે તો જ ભારત દેશમાં પરીવહનની અવરનેસ આવી શકે છે. ડ્રાઈવીંગ અવરનેસ આવે તો અનેક અકસ્માતો ટળી શકે છે. જોકે તે તરફ નરેન્દ્રભાઈ મોદીની સરકાર જઈ રહી છે તે સરાહનીય છે.

Leave a Reply

Top