You are here
Home > Local News > હરિહર સેવા મંડળના ગ્રાઉન્ડમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રાધા કૃષ્ણની રાસલીલાનો કાર્યક્રમ

હરિહર સેવા મંડળના ગ્રાઉન્ડમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રાધા કૃષ્ણની રાસલીલાનો કાર્યક્રમ

હરિહર સેવા મંડળના ગ્રાઉન્ડમાં
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રાધા કૃષ્ણની રાસલીલાનો કાર્યક્રમ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગરમાં રથયાત્રાના લોકોત્સવ પ્રત્યે ધર્મપ્રેમી જનતાનો ઉમળકો જોતા હરિહર સેવા મંડળ દ્વારા પણ ભગવાન જગન્નાથનો નગરચર્યા યાદગાર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે રથયાત્રાની પુર્વ સંધ્યાએ હરિહર સેવા મંડળના ગ્રાઉન્ડમા રાધાકૃષ્ણ રાસલીલા અને મટકીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે .જેનો લાભા લેવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામા આવ્યુ છે.
વિસનગરમા તા. ૪-૦૭-૨૦૧૯ને ગુરૂવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. રથયાત્રાની પુર્વ સંધ્યાએ એટલેકે આગળના દિવસે તા.૩-૦૭-૨૦૧૯ ને બુધવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે હરિહર સેવા મંડળના ગ્રાઉન્ડમા રાધાકૃષ્ણ રાસલીલાનો તથા મટકીના સ્ટેજ પ્રોગ્રામનુ આયોજન કરવામા આવ્યુ છે. રાજસ્થાનના જાણિતા ગૃપ દ્વારા આ સ્ટેજ પ્રોગ્રામ થશે. ગત વર્ષે પણ હરિહર સેવા મંડળ દ્વારા આવો કાર્યક્રમ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ વર્ષે રાધાકૃષ્ણ રાસ લીલા તથા મટકીના કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.

Leave a Reply

Top