You are here
Home > Local News > વડનગર વાસીઓ વાજતે ગાજતે ૭૦૦ વર્ષ બાદ સૂર્યદેવને તેમના મૂળ સ્થાનક સૂર્ય મંદિરે પ્રસ્થાન કરાવે

વડનગર વાસીઓ વાજતે ગાજતે ૭૦૦ વર્ષ બાદ સૂર્યદેવને તેમના મૂળ સ્થાનક સૂર્ય મંદિરે પ્રસ્થાન કરાવે

વડનગર વાસીઓ વાજતે ગાજતે ૭૦૦ વર્ષ બાદ
સૂર્યદેવને તેમના મૂળ સ્થાનક સૂર્ય મંદિરે પ્રસ્થાન કરાવે

૭૦૦ વર્ષ કરતાં વધારે વર્ષ પહેલા ઈ.સં.૧૨૯૭ માં અલ્લાઉદ્દીન ખીલજીએ હિન્દુ રાજ્ય ગુજરાત ઉપર ચડાઈ કરી ગુજરાતના ધર્મસ્થાનો તોડવા આક્રમણ કરવાની જવાબદારી તેના ભાઈ અલફખાનને સોપી હતી. તે વખતે સોમનાથ મંદિર તોડ્યા બાદ મોઢેરા ઉપર ચડાઈ કરી સૂર્યમંદિર આજુબાજુ ઘેરો ઘાલી સૂર્યમંદિર ઉપર સૂરંગોથી હુમલો કરી મંદિરના ઘુમ્મટો અને કલાત્મક મૂર્તિઓ તોડી પાડ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજનનું શાસ્ત્રોક્ત રીતે અતિ મહત્વ રહેલું છે. હિન્દુઓને પથ્થરની મૂર્તિમાં જીવંત ઈશ્વર દેખાય છે. ત્યારે તો હિન્દુઓ પથ્થરની મૂર્તિને જીવંત સમજી જીવંત વ્યક્તિની જેમ મંગલા, સ્નાન, ભોગ, આરામ, સંધ્યા અને શયન જેવી સેવાઓ કરે છે. વિધર્મી હુમલાખોરો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવા માટે ધાર્મિક સ્થળો સાથે મૂર્તિઓ ખંડીત કરતા હતા ત્યારે મોઢેરા પંથકના ભયભીત થયેલા ધાર્મિક લાગણીવાળા હિન્દુઓએ સૂર્યમંદિરમાં મૂકેલી સૂર્યદેવની મૂર્તિ ખંડીત ન થાય તે માટે સૂર્યમંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ખસેડી જ્યાં સૂર્યદેવની ઉપાસના થતી હતી જ્યાં નિર્વિવાદી બૌદ્ધ મઠો હતા અને નાગરોની વસ્તી હતી તેવા ગામ વડનગરમાં ઈ.સ.૧૨૯૭ માં ૭૦૦ વર્ષ કરતાં વધારે વર્ષ પહેલા મૂર્તિ ખસેડી. આ મૂૂર્તિ વડનગરમાં લવકુશ મહાદેવના પાછળ દટાયેલી હતી. મૂૂર્તિનો ભાગ દેખાય તે રીતે મૂર્તિ દટાયેલી પડી હતી. ગુજરાતના સી.એમ. પદે નરેન્દ્રભાઈ મોદી આવ્યા બાદ વડનગરના જર્જરીત થઈ ગયેલા કેટલાક મંદિરોના ઉત્થાનનું કામ હાથ ધર્યુ તે વખતે નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ સામાજીક કાર્યકર સોમાભાઈ મોદીની દેખરેખ નીચે સૂર્યદેવની દટાયેલી મૂર્તિ જમીનમાંથી બહાર કાઢી તેને ઓઈલ પેઈન્ટ કરીને લવકુશ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં મૂકવામાં આવી હતી. મૂર્તિ ફક્ત મંદિર વિના લવકુશ મહાદેવના પાછળના ભાગે પડી છે ત્યાં સૂર્યદેવનુ મંદિર નથી. મોઢેરામાં જ્યાં સૂર્યમંદિર છે પણ ત્યાં મૂર્તિ નથી. તેથી સૂર્યમંદિરની મુલાકાતે આવેલ ભાવિકો મૂર્તિ વિનાનું મંદિર જોઈને દુઃખ અનુભવે છે. સૂર્યમંદિર મૂર્તિ મૂકવા માટેનો જેવડો ગોખલો છે. તેનાજ માપની વડનગરમાં પડેલી સૂર્યદેવની મૂર્તિ છે. જેથી તે સાબિતી આપે છેકે આ મૂર્તિ સૂર્યમંદિરની છે. વડનગરની વિરાસત, તસ્વીર, વૈભવ, નામના, શૈલેષ રાવલના પુસ્તક વિમોચન પ્રસંગે તત્કાલિન સી.એમ.નરેન્દ્રભાઈ મોદીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યુ હતું કે, પુસ્તકમાં કરાયેલ ઉલ્લેખ અનુસાર સૂર્યમંદિર અને સૂર્યમૂર્તિની વાત ખરેખર સત્ય હશે તો વડનગરના દીકરા તરીકે નરેન્દ્રભાઈ મોદી વાજતે ગાજતે સૂર્યદેવની મૂર્તિ મોઢેરાના સૂર્યમંદિરમાં મુકવા જશે તેવુ વચન આપ્યુ હતુ. નરેન્દ્રભાઈ મોદીએ આપેલુ વચન પાળવાનો સમય પાકી ગયો છે. સૂર્યમંદિરની મૂર્તિ કઈ? વડનગરમાં સૂર્યદેવની મૂર્તિનું મંદિર કયુુ? તે બધું વિચારવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં કોઈપણ મૂર્તિ માટે કોઈ ચોક્કસ મંદિર હોતુ નથી. મૂર્તિ જે મંદિરમાં મૂકાય ત્યાં તે પૂજાય છે. આજે મોઢેરા સૂર્યમંદિરમાં મૂર્તિ નથી અને વડનગરમાં જે સૂર્યદેવની મૂર્તિ છે તેને મંદિર નથી તો શા માટે દેશના પી.એમ. તે જે સમયે સી.એમ. હતા ત્યારે આપેલુ વચન પાળતા નથી. હવે પી.એમ. એ સી.એમ. કાળમાં આપેલ વચન પાળવાનો સમય પાકી ગયો છે. વહેલામાં વહેલી તકે સહી સલામત વડનગરમાં ખુલ્લી પડી રહેલ મૂર્તિને તેના મૂળ સ્થાનક ઉપર પહોંચાડવી જોઈએ. હિન્દુ ધર્મમાં મોટા દેવો પૈકીના એક એવા આકરામાં આકરા દેવ અને શક્તિશાળી છે અને જે પ્રત્યક્ષ દેવ જોઈ શકીએ છે તેવા સૂર્યદેવને તેમના મૂળ સ્થાનક ઉપર પહોચાડનાર ઉપર સૂર્યદેવ પ્રસન્ન થશે. તો ૨૦૨૪, ૨૦૨૯, ૨૦૩૪ વર્ષ માટે સૂર્યદેવના નરેન્દ્રભાઈ મોદીને આશિર્વાદ મળશે તે ચોક્કસ વાત છે.

Leave a Reply

Top