You are here
Home > Prachar News > ખેરાલુ મામલતદારને મલેકપુરના વિદ્યાર્થી પર ઘાતકી હુમલા પ્રકરણમાં આવેદન

ખેરાલુ મામલતદારને મલેકપુરના વિદ્યાર્થી પર ઘાતકી હુમલા પ્રકરણમાં આવેદન

અસામાજીક તત્વો સામે પગલા ભરવા મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા

ખેરાલુ મામલતદારને મલેકપુરના વિદ્યાર્થી પર ઘાતકી હુમલા પ્રકરણમાં આવેદન

• અસામાજીક તત્વોના હુમલા પછી ૧પ વિદ્યાર્થીઓએ ભણતર છોડયુ
• રેલીમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો હાજર
• ખેરાલુના પુર્વ પી.એસ.આઈ.પ્રસાદ ને પરત લાવવા લોકોની માંગણી
• ૧૦ દિવસમાં પોલીસ યોગ્ય કાર્યવાહી નહી કરે તો ઠાકોર સમાજ બનાવની એફ.આઈ. આર પરત ખેંચી પોતાની રીતે ન્યાય કરશે- ચેતન ચૌહાણ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ મ્યુ હાઈસ્કુલના એક વિદ્યાર્થીને નાનીવાડાના યુવકો સાથે મારામારી થઈ હતી. મારામારી દરમિયાન મલેકપુરુના ઠાકોર હરદેવસિંહ કરશનજી અને ઠાકોર ચેતનજી વિનુજી સ્કુલ આગળથી પસાર થતા જોઈ ગયા હતા. જે છોડાવવા વચ્ચે પડતા નાનીવાડાના અલ્ફાઝ,અલ્તાબ, તોફીક અને નવાબ નામના વ્યક્તિઓ દ્વારા સ્ટીલના સળીયા વડે જાનથી મારી નાંખવાની કોશીશ કરતા ઠાકોર હરદેવજીને માથાના ભાગે ઈજા પહોચાડતા ખેરાલુ સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. ત્યાંથી વડનગર અને ત્યાંથી ન્યુરોલોજી વિભાગમાં અમદાવાદ સિવિલમા લઈ જવાયો હતો. આ બનાવથી વિદ્યાર્થીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે.
આ બનાવ પછી મલેકપુર ખાતે હિન્દુ મહાસભાની મિટીંગ થઈ હતી. બીજા દિવસે સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ કોંગ્રેસના આગેવાનો અસામાજીક તત્વોના મુદ્દે ભેગા થયા હતા. જયાંથી શાંતિ રેલી રૂપે મામલતદાર કચેરી સુધી ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે પહોચ્યા હતા. જયાં હજારોની સંખ્યા જોઈ ખેરાલુ મામલતદાર વી.એસ.કટેરીયા રૂબરૂ આવેદન પત્ર લેવા તાલુકા સેવા સદનના કંમ્પાઉન્ડમાં રૂબરૂ હાજર થયા હતા. આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ખેરાલુ શહેરમાં વસતા તમામ હિન્દુ સમુદાયના લોકો અસમાજીક તત્વોના ત્રાસ વચ્ચે જીવી રહ્યા છે. ભુતકાળમાં ગોધરાકાંડ વખતે ખેરાલુમાં શાંતિ હતી. જેના કારણે હાલ અસમાજીક તત્વો ખેરાલુમાં વધી ગયા છે. ખેરાલુમાં લુટ હથિયારોની હેરાફેરી, મારામારીના ગુનાઓમાં મુસ્લીમ સમાજના ગુનેગારો પકડાયા છે. તાલુકામાં ગાય-ભેંસ જેવા પશુઓને કતલખાને મોકલવાનો ધીકતો ધંધો ચાલે છે. જેમાં મહેકુબપુરા અને નાનીવાડાના ગુનેગારો પકડાયા છે. ભુતકાળમાં એક વિદ્યાર્થીને લીમડે બાંધીને માર મારવાનો બનાવ, ત્યારબાદ ગરીબ વિદ્યાર્થીને ઉંદર મારવાની દવા પીવડાવવાનો બનાવ, હાઈસ્કુલના વિદ્યાર્થીને માર મારી દોઢ કી.મી.સુધી લઈ જવાની ઘટના. રામનવમીએ રામલલ્લાની રથયાત્રા પછી રામ સેવકો ઉપર હુમલાનો બનાવ, સંતોકપુરાના વિકાસભાઈ ચૌધરી સાથે બાઈક ઓવરટેકના મામલે નાનીવાડાના યુવકોનો હુમલો કરવાનો બનાવ, કતલખાને જતી ગાયો રોકનાર સ્વર્ગસ્થ રાજકુમારી હેમાંગીનીકુમાર પર હુમલો, ગત ડીસેમ્બરમાં આગડીયા પેઢીની લુંટનુ પગેરુ નાનીવાડા ગામ સુધી પહોચવાનો બનાવ, જેવા બનાવો બન્યા છે ત્યારે વધુ એક બનાવ તાજેતરમાં બન્યો છે. જેના કારણે અધુરો અભ્યાસ છોડી વિદ્યાર્થીઓ હિજરત કરી રહ્યા છે. જો આરોપીઓ વિરૂધ્ધ ૩૦૭ની કલમ લગાવવા માંગણી કરાઈ છે.
આ બનાવ પછી ખેરાલુ શહેર અને તાલુકો કોમી તોફાનો તરફ જતા અટકાવી જરૂરી છે. જો દસ દિવસમા સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરે તો હુમલાની એફ.આઈ.આર. પરત ખેંચી લોકો જાતે ન્યાય કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે. આવેદન પત્ર આપતી વખતે પુર્વ પી.એસ.આઈ.પ્રસાદને ખેરાલુમાં પરત લાવવા માંગણી કરી હતી. આગામી સમયમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને રાજ્ય પોલીસવડા સમક્ષ રજુઆત કરાશે તેવુ ચેતન ચૌહાણ જણાવે છે. આ રેલીના કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી તથા બિલ્ડર સરદારભાઈ ચૌધરી, ખેરાલુ પાલિકા પ્રમુખના પતિ ભગુભાઈ પટેલ, ખેરાલુ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ દિલીપસિંહ રાણા, અવચળભાઈ ચૌધરી (ચાચરીયા), ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, રસીકભાઈ કડીયા, અજમલજી ઠાકોર, કડવાજી ઠાકોર, વિનુજી ઠાકોર (સરપંચ), લલીતજી ઠાકોર, ભવાનસિંહ ઠાકોર સહિત ગામેગામના ઠાકોર સેનાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Top