You are here
Home > Prachar News > પાલિકામાં ભ્રષ્ટાચાર અંકુશમાં રહે તેવી કમિટીઓની રચના

પાલિકામાં ભ્રષ્ટાચાર અંકુશમાં રહે તેવી કમિટીઓની રચના

કારોબારીના ચેરમેન જશુભાઈ પટેલ – ટાઉન પ્લાનીંગના ચેરમેન કુસુમબેન ત્રીવેદી

પાલિકામાં ભ્રષ્ટાચાર અંકુશમાં રહે તેવી કમિટીઓની રચના

 

• એક ઠરાવની ચર્ચામાં જીભાજોડી થતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે સભાખંડમાંથી વોકઆઉટ કર્યુ
• પી.સી.પટેલને મહત્વની કમિટી નહી આપતા કેટલાક સભ્યોમાં નારાજગી
• કમિટીઓની રચનાથી નારાજ થયેલા જગદીશભાઈ ચૌહાણે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની આ જનરલમાં કમિટીઓની રચના થવાની હોવાથી ખુબજ મહત્વની હતી. પાલિકા કેટલાક ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી મુક્ત થાય તેવી કમિટીઓની રચના થાય તે માટે સંકલન ઉપર ખુબજ મદાર હતો. ત્યારે પાલિકામાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવે તે રીતે કમિટીઓની જવાબદારી સોપતા મોટાભાગના સભ્યોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જનરલના એક ઠરાવમાં તમારે બોલવાનો અધિકાર નથી તેવુ કહેવામાં આવ્યા બાદ ગીરીશભાઈ પટેલે સભાખંડમાંથી વોકઆઉટ કરતા વાતાવરણ ગરમાયુ હતુ. પી.સી.પટેલ જેવા અનુભવી સભ્યને મહત્વની કમિટીમાંથી બાકાત રાખતા કેટલાક સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી.

કોને કઈ સમીતી આપવામાં આવી તેની માહિતી

કઈ સમીતી                                કોણ ચેરમેન                                       મોબાઈલ નંબર
કારોબારી સમીતી                       જશંવતભાઈ ગોપાળભાઈ પટેલ          ૯૮રપ૯ ૮૪૦૬૮
વોટરવર્કસ સમીતી                    ફુલચંદભાઈ બાબુભાઈ પટેલ                ૯૮ર૪૩ પ૬૪૩૩
બાંધકામ સમીતી                       ઈકબાલભાઈ અબ્દુલકરીમ મેમણ         ૯૮૯૮૧ પ૯૩પ૩
સ્વચ્છતા સમીતી                       દમયંતીબેન મુકેશભાઈ પટેલ               ૯૯૭૯૪ ૧પ૧પ૯
ટાઉન પ્લાનીંગ સમીતી              કુસુમબેન બકુલભાઈ ત્રિવેદી                ૯૭૧ર૬૬૯૦૯૦
શિક્ષણ સમીતી                          સંગીતાબેન કનુભાઈ પટેલ                   ૯૪૨૯૭૩૦૩૩૩
ગુમાસ્તાધારા સમીતી               નયનાબેન રાજેન્દ્રકુમાર પટેલ               ૯૪ર૭૬ ૮ર૭૯૯
નાણાં સમીતી                           પંકજભાઈ ચુનીલાલ પટેલ                   ૯૮ર૪૩૦૧૮૩૭
પથિકાશ્રમ-ધર્મશાળા                મગનજી દોલાજી ઠાકોર                        ૯૭ર૩૭ ૧૧૩૩૦
બાગ સમીતી                            આશાબેન જયેશભાઈ પ્રજાપતિ             ૯૭૧૪૩ ૧૩૧૮૮
યુ.સી.ડી.સમીતી                      નુરજહાં મુસ્તાકભાઈ સિંધી                    ૯૮ર૪૬ ૩૬૮૧૦, ૭૯૮૪૧ ૪પ૩૬ર
મકાનભાડા સમીતી                   ભરતભાઈ શુંભુભાઈ પટેલ                    ૯૮રપ૭ ૯૭૭૪૮
લાઈટ સમીતી                          રાકેશભાઈ રમેશભાઈ પટેલ                  ૯૯રપપ ૪૦૦૦૪
કાયદા સમીતી                         સુરેશભાઈ અમૃતલાલ સથવારા             ૯૩ર૮૯ ૩૦૬ર૮
સ્ટાફ સિલેકશન સમીતી            કામિનીબેન સુભાષભાઈ પટેલ               ૯૯ર૪૬ ૯૦ર૩૩
ટ્રાન્સપોર્ટ સમીતી                    જગદીશભાઈ ઉગરાભાઈ ચૌહાણ            ૯૭ર૩૦ ૧ર૬૮૮
આરોગ્ય સમીતી                      રશ્મિનબેન કમલેશભાઈ બારોટ              ૯૬ર૪ર ૭૦૬૭ર
ભુગર્ભ ગટર યોજના સમીતી    રણછોડભાઈ ગણેશભાઈ ભીલ                 ૯૭ર૪૪ ૦૪ર૯૮
એ.પી.એમ.સી.પ્રતિનિધિ         ભરતભાઈ કાન્તિભાઈ પટેલ                   ૯૮૭૯ર ૦૩ર૦૪
દંડકશ્રી                                    પ્રકાશભાઈ ચીનુભાઈ દાણી                    ૯૮રપ૦ ૩ર૪૯૯

વિસનગર પાલિકાના સભાખંડમાં તા.૩૧-૭-૨૦૧૯ ના રોજ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં તથા ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન રબારીની ઉપસ્થિતિમાં કુલ ૩૨ સભ્યોની હાજરીમાં જનરલનુ કામ શરૂ થયુ હતુ. જનરલના એજન્ડાના ૧૧૯ કામ પૈકી મહત્વના ઠરાવો ઉપર ચર્ચા થઈ હતી. જેમાં ૧૭ ઠરાવો નામંજુર કરવામાં આવ્યા હતા. એક ઠરાવમાં પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલ અને જગદીશભાઈ ચૌહાણ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જેમાં તમને બોલવાનો કોઈ અધિકાર નથી તેમ કહેતાજ ગીરીશભાઈ પટેલે એજન્ડા ફેકી દઈ સભાખંડમાંથી વોકઆઉટ કર્યુ હતુ. મહત્વના ઠરાવોની ચર્ચામાં જી.ડી.હાઈસ્કુલની હોસ્ટેલનો કરાર પુરો થતો હોવાનુ શિક્ષણ સમિતીએ કરેલો ઠરાવ નામંજુર કરી નવેસરથી ટેન્ડર પાડી કરાર કરવા ચર્ચા કરાઈ હતી. કોન્ટ્રાક્ટરની મુદત વધારવાના ઠરાવ આવતાજ હોબાળો થયો હતો. ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આજ બોર્ડ ત્રણ માસ પહેલાની જનરલમાં મુદતમાં કામ નહી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા ઠરાવ કરે છે અને હવે મુદત વધારો આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને પંપાળવાનુ કારણ શું? આથમણા વાસમાં કોન્ટ્રાક્ટરની ભુલથી નાખેલી પાઈપલાઈનોમાં નુકશાન થતા તેના ખર્ચ અને જોખમે કામ કરવા રજુઆત કરી હતી. ૪૦ વર્ષ જુના પાલિકાના જર્જરીત માર્કેટોમાં વેપારીઓ પોતાના સ્વખર્ચે દુકાન રીપેર કરી શકશે તેવી શરતે ઠરાવ મંજુર કરાયો હતો. એક ઠરાવમાં પાલિકા કર્મચારીને બઢતી આપવાનો નિર્ણય નામંજુર કરી સિનિયોરીટી પ્રમાણે બઢતી આપવા કુસુમબેન ત્રીવેદીએ રજુઆત કરી હતી. આ ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો.
દેળીયા તળાવમાં લોકભાગીદારીથી સફાઈ કરવા અંગેના ઠરાવમાં ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અગાઉ બે વખત તળાવ સફાઈના નામે ખોટા બીલો ચુકવાયા છે. પણ તળાવ સાફ થયુ નથી. હવે ખોટા ખર્ચ કરવાનુ બંધ કરવુ જોઈએ. માનવતાની દિવાલ માટે કેટલાક વિસ્તારમાં જગ્યાની માગણી કરવામાં આવી હતી. જે ઠરાવ નામંજુર કરાયો હતો. હિરાબજારના પ્રથમ માળની દુકાનો ભાડે આપવાની માગણી થઈ હતી. જે વંચાણે લેવામાં આવતા મોટાભાગના સભ્યોએ આ ઠરાવ નામંજુર કર્યો હતો.
પ્રમુખ સ્થાનેથી અંબીકા ટ્રેક્ટર દ્વારા પાલિકાને વેચવામાં આવેલ ટ્રેક્ટરના બીલ ચુકવણાનો ઠરાવ થયો હતો. જેમાં પી.સી.પટેલે મુદ્દો ઉઠાવ્યો હતો કે, બીલ ચુકવવાની વાત તો એકબાજુ રહી, પરંતુ પાસીંગ રજીસ્ટ્રેશન અને વિમા વગર છેલ્લા દોઢ વર્ષથી આ ટ્રેક્ટર ફેરવવામાં આવે છે તેનો અકસ્માત થશે તો જવાબદારી કોની? પી.સી.પટેલના આ મુદ્દાથી પાલિકામાં કેવો ગેરવહિવટ ચાલે છે તે બહાર આવ્યુ હતુ. વિમો નહી ભરવાના કારણે પાટીદાર આંદોલન વખતે આગ લગાવવાના કારણે નુકશાન થયેલ વોટર બાઉઝર પણ પડી રહ્યુ હોવાનો મુદ્દો ચમક્યો હતો. પી.સી.પટેલ સભ્ય ઉપરાંત્ત માર્કેટયાર્ડના ડીરેક્ટર હોઈ ગંજબજારની દુકાનોના લાઈટ અને સફાઈ વેરા વસુલવાના નિર્ણય બાબતે જણાવ્યુ હતુ. પાલિકા લાઈટનુ જોડાણ આપે અને રોજ નિયમિત સ્વચ્છતા કરાવે તો વેપારીઓ આ વેરો ભરવા તૈયાર છે.
મોટાભાગના ઠરાવોની ચર્ચા બાદ કમિટીઓની રચનાની જાહેરાત કરવામાં આવતાજ કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા દોઢ વર્ષમાં જે કૌભાંડો થયા હતા તે ડામી દેવા સંકલને યોગ્ય કમિટીઓની રચના કરી હોવાનુ દેખાતુ હતુ. યોગ્ય કમિટી નહી મળતા છેલ્લા ત્રણ વર્ષથી મને અન્યાય થઈ રહ્યો છે તેમ જણાવી જગદીશભાઈ ચૌહાણે પોતાને મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. કોઈ કમિટીના ચેરમેન તરીકે નિમણુંક નહી કરાતા કે સભ્યમાં પણ રાખવામાં નહી આવતા રંજનબેન પરમારના પતિ દર્શનભાઈ પરમારે જણાવ્યુ હતું કે, કમિટીમાં કે તેના સભ્ય પદે નિમણુંક નહી કરવા સંકલનને જણાવ્યુ હતુ. સંકલને મારી લાગણીને માન આપ્યુ છે. પી.સી.પટેલ સિનિયર અને અનુભવી સભ્ય ગણાય છે. જેમણે પાલિકાની જનરલમાં હંમેશા તટસ્થ ભૂમિકા ભજવી છે. શાસક પક્ષના હોય કે વિરોધપક્ષના હોય સાચાને સાચુ અને ખોટાને ખોટુ કહ્યુ છે. આવા સભ્યની આવડત અને અનુભવનો લાભ લેવા મહત્વની કમિટી આપવી જોઈએ ત્યારે નાણાં સમીતીના ચેરમેન બનાવવામાં આવતા મોટાભાગના સભ્યોએ સંકલન સમીતીના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Top