You are here
Home > Prachar News > મલેકપુર ખાતે હિન્દુ મહાસભાની મીટીંગમાં લોકો ઉમટ્યા

મલેકપુર ખાતે હિન્દુ મહાસભાની મીટીંગમાં લોકો ઉમટ્યા

ઈતિહાસમાં પહેલીવાર ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે

મલેકપુર ખાતે હિન્દુ મહાસભાની મીટીંગમાં લોકો ઉમટ્યા

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલના વિદ્યાર્થીઓને બેન્ચીસમાં બેસવા બાબતની બબાલમાં નાનીવાડાના અસામાજીક તત્વો દ્વારા લોખંડના સળીયાથી હુમલો કરી ગંભીર ઈજા પહોચાડવાના બનાવથી ઉશ્કેરાયેલા લોકોએ મલેકપુર ખાતે એક મિટીંગનુ આયોજન કર્યુ હતુ. જેની વ્હોટ્‌સએપ પર જાહેરાત કરાતા સ્વયંભુ હજારો લોકો હિન્દુ-મહાસભાની મિટીંગમાં ઉમટી પડ્યા હતા. જેમાં ભાજપ અગ્રણી અજમલજી ઠાકોર, ચેતનજી ઠાકોર, મલેકપુર સરપંચ વિનુજી ઠાકોર, ફતેહપુરા સરપંચ દિનેશભાઈ ચૌધરી, ઠાકોર સમાજના અગ્રણી જવાનજી ઠાકોર, ભવાનસિંહ ઠાકોર, લલીતજી ઠાકોર અને કડવાજી ઠાકોર, ખેરાલુ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સહિત આજુબાજુના ગામોના તમામ જ્ઞાતિના લોકો મિટીંગમાં ઉમટી પડ્યા હતા.
મલેકપુર ખાતેની મિટીંગમાં હાજર લોકોનો જુસ્સો જોતા એવુ લાગતુ હતુ કે, કોઈ અણબનાવ બનશે પરંતુ આગેવાનોએ બુધ્ધિપૂર્વક લોકોને સમજાવી કાયદો હાથમાં લીધા વગર સરકારમાં રજુઆત કરવા સમજાવ્યા હતા. આ મિટીંગમાં પોલીસની નિષ્ક્રીય કામગીરીના પ્રશ્ને અનેક સવાલો ઉઠાવી લોકોને જાગૃત કર્યા હતા. ખેરાલુ પોલીસ અસામાજીક તત્વોને છાવરી રહી છે તે બાબતે ચર્ચાઓ પણ થઈ હતી. અગાઉ પણ આ રીતે અસામાજીક તત્વો વિરુધ્ધમાં આવેદનપત્ર આપ્યુ હતુ. તે આવેદન પત્રને કાગળીયુ સમજી ફેકી દીધુ હોય તેમ લાગે છે. જેના કારણે ફરીથી બનાવ બનતા ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ સ્કુલ છોડી દીધી છે. ખેરાલુમાં બનતા વારંવારના બનાવો ડામી દેવા જોઈએ તેવુ મલેકપુર સરપંચ જણાવતા હતા. આ બાબતે ભાજપ અગ્રણી ચેતનજી ઠાકોર જણાવ્યુ હતું કે, આ બનાવની રજુઆત અમે ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી કરવાના છીયે. ખેરાલુ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, ખેરાલુમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કોઈપણ ધર્મનો ગુનેગાર હોય પરંતુ ગુનેગારને ધર્મ હોતો નથી. પોલીસની નિષ્ક્રીયતાને કારણે વારંવાર અશાંતિ ઉભી થાય છે. પોલીસની કામ કરવાની પધ્ધતિ યોગ્ય નથી. ઠાકોર સમાજના અગ્રણી કડવાજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, બેન્ચીસમાં બેસવા બાબતે મલેકપુર અને નાનીવાડાના છોકરાઓ વચ્ચે થયો હતો. ઝગડામાં આ બનાવ બાબતે હિન્દુ-મહાસભાની મિટીંગ બોલાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. બીજા દિવસે આવેદન પત્ર આપવા એકત્ર થવાના છીયે. ઠાકોર સમાજના ભોગ બનનાર વિદ્યાર્થીને ન્યાય અપાવીશુ. ખેરાલુ પોલીસમાં સાચા, સારા અને તટસ્થ પી.એસ.આઈ.એ અસામાજીક તત્વોને ડામવા પ્રયત્ન કર્યો હતો. તેમને રાજકીય પ્રેશરથી બદલી કરવામાં આવી દીધી છે. પી.એસ.આઈ.પ્રસાદને તાત્કાલિક પાછા ખેરાલુ મુકી હાલના ઈન્ચાર્જ પી.આઈ.ની તાત્કાલીક બદલી કરવા માટે માગણી કરી હતી. ડભોડા ખાતે આજ કી ઉડાન સામાજીક કાર્યક્રમના આયોજક અને ઠાકોર સમાજના અગ્રણી ભવાનસિંહ ઠાકોરે જણાવ્યુ હતું કે, ખેરાલુમાં અસામાજીક તત્વોએ માજા મુકી દીધી છે. તેમને કંટ્રોલ કરવા પોલીસ તંત્ર સજાગ થાય નહી તો નછુટકે અમારે કાયદો હાથમાં લેવો પડશે. ખેરાલુમાં કોલેજ ચોકડી, વૃંદાવન ચોકડી અને બસ સ્ટેશન પાસે પોલીસ કાયમી પોઈન્ટ શરુ કરે અને લુખ્ખા તત્વોના ત્રાસમાંથી છુટકારો આપે તે જરૂરી છે. ખેરાલુમાં દિકરીઓ પણ અસુરક્ષીત છે. કોલેજના છોકરાઓ માટે પણ અસામાજીક તત્વોએ ખતરારૂપ પરિસ્થિતિ ઉભી કરી છે.

Leave a Reply

Top