You are here
Home > Local News > કાશ્મીરને વિશેષ અધિકાર નહિ વલ્લભભાઈ પટેલની ઈચ્છા પૂરી કરનાર ગુજરાતના બે પનોતા પુત્રોને દેશની પ્રજાના લાખ લાખ અભિનંદન

કાશ્મીરને વિશેષ અધિકાર નહિ વલ્લભભાઈ પટેલની ઈચ્છા પૂરી કરનાર ગુજરાતના બે પનોતા પુત્રોને દેશની પ્રજાના લાખ લાખ અભિનંદન

કાશ્મીરને વિશેષ અધિકાર નહિ વલ્લભભાઈ પટેલની ઈચ્છા પૂરી કરનાર
ગુજરાતના બે પનોતા પુત્રોને દેશની પ્રજાના લાખ લાખ અભિનંદન
ભારત દેશની આઝાદીના સાત દાયકા બાદ દેશ અખંડ સ્વતંત્ર કહેવાયો એ દુઃખની વાત છે. સાથે સાથે આનંદની વાત એ છેકે એક ગુજરાતીના અધુરા સ્વપ્નને બે ગુજરાતીઓ એજ મૂર્તિમંત બનાવ્યુ. ભારતની આઝાદી પછી દેશના ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશના ૬૫૦ રજવાડાને ભારત દેશમાં જ વિલીન કરી દીધા. હૈદરાબાદ સ્ટેટના સુબા નિઝામ તેમનું રાજ્ય ભારત સાથે ભેળવવા માંગતા નહતા. તેમને પાકિસ્તાન સાથે જોડાવું હતું. પણ વલ્લભભાઈ પટેલે ભારતીય સેનાથી ચડાઈ કરી નિઝામને ઝુકાવી હૈદરાબાદ સ્ટેટને ભારત સાથે ભેળવ્યું. ત્યારબાદ વારો આવ્યો કાશ્મીરનો મુસ્લિમ આબાદીવાળા વિસ્તારના હિન્દુરાજા હરીસિંહ જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડવા માંગતા નહતા. પાકિસ્તાનના ટેકાથી આગવું રાજ્ય બનાવવા માંગતા હતા. તત્કાલીન ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે ભારતીય લશ્કરો દ્વારા જમ્મુ-કાશ્મીર ઉપર ચડાઈ કરી પી.ઓ.કે. સાથે આખેઆખુ કાશ્મીર ભારત સાથે ભેળવવાની તૈયારી કરી ત્યારે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તથા ગોપાલ સ્વામી આર્થકરે કાશ્મીરના પ્રશ્ને ડખલગીરી કરી વલ્લભભાઈ પટેલને કાશ્મીરના પ્રશ્નમાંથી હટાવી કાશ્મીરનો મુદ્દો વડાપ્રધાનના હાથમાં લઈ લીધો. વલ્લભભાઈ પટેલ કોઈપણ ભોગે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા માંગતા નહતા. છતાં તેમના હાથ હેઠા પડ્યા અને કાશ્મીરને વિશેષ દરજ્જો ફક્તને ફક્ત જવાહરલાલ નહેરુના કારણે અપાયો. કાશ્મીરને વિશેષ દરજ્જો નહિ આપવાની એક ગુજરાતીની ઈચ્છા અને ઈરાદાને ૭૨ વર્ષ પછી બે ગુજરાતીઓએ પાર પાડ્યો. ત્યારે વલ્લભભાઈ પટેલના આત્માને શાંતિ મળી હશે. નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહમાં વલ્લભભાઈ પટેલનો આત્મા પ્રવેશ્યો છે તેવું અગાઉ “પ્રચારે” જણાવ્યું હતું. તે વાત અમિત શાહના લોકસભાના હુંકાર ઉપરથી સાબિત થાય છે. વણિક કદી આટલો ઉગ્ર ન હોય. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર થવાથી કાશ્મીર ભારતના બીજા રાજ્યોની જેમ એક અખંડ ભારતનો હિસ્સો બની ગયું. એક જમાનો એવો હતો કે, જમ્મુ-કાશ્મીર જવા માટે મંજૂરી લેવી પડતી હતી તે દૂર થયે તો ઘણો લાંબો સમય થઈ ગયો. હવે જમ્મુ-કાશ્મીર ભારતનું એક રાજ્ય બની જતાં દેશની સાંસદમાં પસાર થતો કાયદો સીધો લાગુ થશે. અત્યાર સુધી ભારતની સાંસદનો કાયદો કાશ્મીરની વિધાનસભા ઈચ્છે તો જ અમલમાં આવતો હતો. જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકશે. કાશ્મીરના અલગ ધ્વજનો અંત આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અનેક ગામો એવા છે કે ત્યાં આઝાદીના ૭૦ વર્ષ સુધી ત્રિરંગો લહેરાયો નથી જે હવે લહેરાશે. ત્રિરંગાનું અપમાન હવે ગુનો બનશે. દેશના સર્વોચ્ચ અદાલતના હુકમો અને આદેશો સીધા લાગુ પડશે. બંધારણની ૩૫૬ ની કલમ કાશ્મીરમાં લાગુ થશે. કાશ્મીરમાં બાળલગ્ન તે ગુનો નહતો તે હવે ગુનો બનશે. દેશની રાજ્યસભા અને લોકસભામાં પસાર થયેલો ત્રિપલ તલાકનું વિધેય અત્યાર સુધી કાશ્મીરને લાગુ પડતુ નહતું તે હવે લાગુ પડશે. કાશ્મીરમાં કાયદા માટે રણદેડપીર સંહિતાની જગ્યાએ ઈન્ડીયન પીનલ કોડ લાગુ પડશે. કાશ્મીરમાં ૩૭૦ ની કલમનો વિરોધ કરનાર ત્રણ કુટુંબોનું મુખ્ય કારણ છે કાશ્મીર બન્યુ ત્યારથી આજદીન સુધી તેમની સત્તા રહી છે. ત્રણ કુટુંબોએ મનમાની કરી છે. જમ્મુ-કાશ્મીર રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી રાજા હરીસિંહ પાસેથી શેખ અબ્દુલ્લાએ સત્તાના સુત્રો સંભાળ્યા હતા. ત્યારથી અત્યાર સુધી તેમની પેઢી કાશ્મીરના રાજકારણમાં છે. આ પેઢીઓની પરંપરાગતની સત્તા જતી રહેતાં શેખ અબ્દુલ્લાના કુટુંબને સહન થાય તેમ નહિ હોવાથી કાશ્મીરવાસીઓને ભડકાવી ૩૭૦ ની કલમ રદ ન થાય તે માટે ચાલુ રખાયા છે. તે કોર્ટમાં જાય તો પણ સફળ થવાના નથી. જવાહરલાલ નહેરુને શેખ અબ્દુલ્લા પ્રત્યે પૂરો લગાવ હોવાના કારણે અને ભારત દેશમાં નહેરુ કુટુંબનું રાજકારણમાં વર્ચસ્વ રહેતાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન રહ્યુ ત્યાં સુધી ૩૭૦ ની કલમ હટાવવાની કોઈની હિંમત નહતી. નહેરુ કુટુંબ કાશ્મીરીઓની તરફેણ કરવાનું હજુ પણ ચાલુ રાખે છે. લોકસભામાં ૩૭૦ ના પ્રસ્તાવને જે વિરોધપક્ષો સામાન્ય દિવસોમાં ભાજપ વિરોધમાં બેસે છે તેવા માયાવતી, કેજરીવાલ અને અન્ય પક્ષોએ વિધેયના તરફેણમાં મતદાન કર્યુ. જ્યારે શેખ અબ્દુલ્લાના નિકટ હતા તેવા જવાહરલાલ નહેરુના દોહિત્રોએ પ્રસ્તાવનો વિરોધ કરી તેમની માનસિકતા છતી કરી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તેમના પરદાદાએ કરેલી ભૂલ સુધારવાનો ચાન્સ ચુકી ગયા. કાશ્મીરની ૩૭૦ ની કલમ દૂર થાય તે સમગ્ર ભારતના લોકોની ઈચ્છા હતી. સમગ્ર દેશની ઈચ્છાનો વિરોધ કરનાર કોંગ્રેસ ભારતની પ્રજાની આંખમાંથી ઉતરી ગઈ છે. કે વિરોધ પક્ષ એટલે દેશભાવના વાળા પ્રશ્નનો પણ વિરોધ કરવો? આ કેવી વિચારસરણી? અત્યારે જો ફરીથી ચુંટણી થાય તો વાયનાડમાં પણ રાહુલ ગાંધી ફરીથી ન ચુંટાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ૩૭૦ ની કલમ દૂર કરનાર ગુજરાતના બે પનોતા પુત્રને લાખ લાખ અભિનંદન પણ ઓછા પડે.

Leave a Reply

Top