You are here
Home > Local News > ભાજપના એક કાર્યકરોનો આર્તનાદ : અત્યારે પાલિકા સભ્યોને ખેસ પહેરાવી લાભ ખાટવા નીકળેલા પાલિકાની ચુંટણીમાં કયાં ખોવાયા હતા?

ભાજપના એક કાર્યકરોનો આર્તનાદ : અત્યારે પાલિકા સભ્યોને ખેસ પહેરાવી લાભ ખાટવા નીકળેલા પાલિકાની ચુંટણીમાં કયાં ખોવાયા હતા?

ભાજપના એક કાર્યકરોનો આર્તનાદ : અત્યારે પાલિકા સભ્યોને ખેસ પહેરાવી
લાભ ખાટવા નીકળેલા પાલિકાની ચુંટણીમાં કયાં ખોવાયા હતા?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના ગઠબંધનના સભ્યો ભાજપનો ખેસ પહેરવા તૈયાર થતા કેટલાક આગેવાનો ભાજપ તથા સરકારને સારા થવા અને લાભ ખાટવા દોડી ગયા હતા, ત્યારે ભાજપના એક કાર્યક્રરે વેધક સવાલ કર્યો છેકે પાલિકાની ચુંટણીમા આ આગેવાનો કયા ખોવાયા હતા. ભાજપ વિરૂધ્ધ યુવાનોને અવળા માર્ગે દોરી અત્યારે ભાજપને સારા થવા નીકળેલા આવા આગેવાનોને ઓળખવાની જરૂર છે. પોતાની મહત્વકાંક્ષા સંતોષવા કોઈને અવળા માર્ગે દોરવાનો કે ભોગ લેવાનો વિચાર ન કરે તેવા આગેવાન ઉપર વિશ્વાસ કેવી રીતે મુકી શકાય?
વિસનગર પાલિકાના વિકાસમંચ અને કોંગ્રેસના સભ્યો તેમના અંદરો અંદરના વિવાદમા ભાજપનો ખેસ પહેરાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પાલિકા સભ્યોના આ નિર્ણય પાછળ કેટલાક આગેવાનો જશ ખાટવા નીકળી પડતા ભાજપના એક અદના કાર્યકરે જણાવ્યુ છે કે, ગત પાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી કરતા અત્યારે ભાજપનું સારૂ વાતાવરણ ઉભુ થયુ છેે. પાલિકા સભ્યોએ ખેસ પહેરાવાની તૈયારી દર્શાવતા તેમની આડમાં કેટલાક આગેવાનો ભાજપ સંગઠન અને સરકારમાં ખોટો જશ ખાટવા નીકળી પડયા છે. આ આગેવાને ગત પાલિકાની ચુંટણી યાદ કરતા જણાવ્યુ હતુ કે, વિસનગરમાં ભાજપમાંથી કોઈ ઉભા રહેવા તૈયાર નહોતુ. આવી પરિસ્થિતિમાં જે તે વોર્ડમાં ભાજપમાંથી ઉમેદવારો ઉભા રાખવા માટે જેતે વિસ્તારના આગેવાનોને જવાબદારી સોપવામા આવી હતી. ત્યારે ભાજપના કહેવાતા આ આગેવાનો પોતાના વોર્ડમાં ઉમેદવાર નક્કી કરી શક્યા નહોતા. પાલિકાની ચુંટણી સમયે ભાજપનો પ્રચાર નહોતા કરી શક્યા. ભાજપને જીતાડવા કોઈને કહી નહોતા શકતા. જ્યારે પોતાની મહત્વકાંક્ષા સંતોષવા ભાજપના જ કેટલાક આગેવાનોએ ભાજપને હરાવવા સોગંધ ખાધી હતી. અત્યારે જશ ખાટવા નીકળેલા આગેવાનો પાર્ટી તરફથી સોંપવામા આવેલી જવાબદારી પુરી કરી શક્યા નહોતા. પોતાના વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખવાની ક્ષમતા નહોતી અને અત્યારે આગેવાની કરવા નીકળ્યા છે. છેલ્લી રાત સુધી ભાજપની પેનલમા ઉમેદવાર આપી નહી શકતા. ફોર્મ ભરવાના આગળના દિવસે ધારાસભ્યએ મોડી રાત સુધી મહેનત કરી ઉમેદવારો શોધીને ઉભા રાખ્યા હતા. જશ ખાટવા નીકળેલા આગેવાનોના વિશ્વાસે રહ્યા હોત તો કેટલાક વોર્ડમાં ભાજપ પેનલ ઉતારી શકયુ ન હોત અને ચુંટણીમા ભાજપની આબરૂના ધજાગરા થવાના હતા. જયારે કેટલાક આગેવાનો સામે હાર જોવા છતા ઉમેદવારી કરી હતી. આ કાર્યકરે લાગણી વ્યક્ત કરી હતી કે સરકારે આ કહેવાતા ભાજપના આગેવાનો ઓળખવાની જરૂર છે. વિકાસમંચના સભ્યો ભાજપમાં જોડાયા તે ધારાસભ્યની દેન છે. ધારાસભ્યએ પાલિકા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવ્યો ત્યારે બીજા સભ્યો ખેસ પહેરવા તૈયાર થયા.
ભાજપના કાર્યકરે એ પણ રોષ ઠાલવ્યો હતો કે ભાજપના જ રહેલા આવા કેટલાક આગેવાનોના કારણે યુવાનો ગેરમાર્ગે દોરાતા ખોટી રીતે ફસાયા છે. આ યુવાનોને ખોટા ફસાવી અત્યારે સરકારને સારા થવાનો પ્રયત્ન કરતા વિસનગરના આવા આગેવાનોને ખરેખર ઓળખવાની જરૂર છે. સરકારે અને સંગઠને આવા આગેવાનોને શબક શિખવવો જોઈએ જેથી ફરીથી ભાજપમા રહી કોઈ આગેવાન પગ પહોળા કરવાનો પ્રયત્ન કરે નહી.

Leave a Reply

Top