You are here
Home > Local News > મહેસાણા મિશન મંગલ યોજનાની ઓફીસમાં ખળભળાટ લંપટલીલામાં મહિલાને ફસાવવા માગતા અધિકારીને છુટો કરાયો

મહેસાણા મિશન મંગલ યોજનાની ઓફીસમાં ખળભળાટ લંપટલીલામાં મહિલાને ફસાવવા માગતા અધિકારીને છુટો કરાયો

મહેસાણા મિશન મંગલ યોજનાની ઓફીસમાં ખળભળાટ
લંપટલીલામાં મહિલાને ફસાવવા માગતા અધિકારીને છુટો કરાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મિશન મંગલમ યોજના એ મહિલાઓના ઉત્કર્ષ માટે છે. ત્યારે આ યોજનાના એક લંપટ અધિકારી એક બેક મિત્રને ફસાવવા જતા બાહોશ મહિલાએ અધિકારીનો ભાડો ફોડ્યો હતો. આ અધિકારીને તાત્કાલીક અસરથી છુટા કરાયા છે. ત્યારે નવાઈની બાબત છે કે મહિલાઓના શોષણ સાથે અવાજ ઉઠાવનાર મહિલા આયોગ અને અન્ય સંસ્થાઓ આ કેસમાં કેમ ચુપ છે.
મહિલાઓના શોષણ સામે અવાજ ઉઠાવનાર મહિલા આયોગ તથા અન્ય મહિલા સંસ્થાઓ આ કેસમાં કેમ ચુપ
વિસનગરના કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ એન.એ.માર્ટની આસપાસની સોસાયટીમાં રહેતા એક નિવૃત અધિકારી મહેસાણા મિશન મંગલમમા માઈક્રો ફાઈનાન્સ કન્સલ્ટન્ટ તરીકે કરાર ઉપર ફરજ બજાવતા હતા. મિશન મંગલમ યોજનામા મોટે ભાગે બહેનો જોડાયેલી હોય છે. ત્યારે ૬૨ થી ૬૩ વર્ષના આ અધેડની નજર મહિલાઓના ઉત્કર્ષ ઉપર નહોતી પરંતુ બેક મિત્ર બહેનો ઉપર હતી. ગામમા ક્રેડીટ કેમ્પ હોવાથી એક ૩૫ વર્ષની મહિલા અધિકારીને પિતા તુલ્ય સમજી ઘરે ચા- પાણી માટે લઈ ગઈ હતી. ત્યારે આ અધિકારીની આંખોમાં હવશ ઘર કરી ગઈ હતી. ચા-પાણી માટે લઈ ગયા બાદ બે જ દિવસના અંતરમાં આ લંપટ અધિકારીએ બેક મિત્ર સાથે મોબાઈલ ઉપર તથા વ્હોટસપ ઉપર ઘણી બધી બિભીત્સ વાતો કરી નાખી હતી. ૩૫ વર્ષની મહિલાએ પણ આ લંપટને શબક શીખવવા મનમા ઠાન લીધી હતી. લંપટ જોડે વાતો કરી મોબાઈલ રેકોર્ડીંગ કરી તમામ પુરાવાઓ એકઠા કરી મિશન મંગલમ સાથે જોડાયેલી અન્ય મહિલાઓ લંપટની હવશમા ન ફસાય તે માટે આ પુરાવાઓ સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.
બીજી બાજુ લંપટલીલાનો અહેવાલ ચમકતા મિશન મંગલમ વિભાગમાં ભુકંપ સર્જાયો હતો. કરાર ઉપર અધિકારીઓની નિમણુક કરનાર ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તા. ૫-૮-૨૦૧૯ના રોજ તાત્કાલીક અસરથી આ લંપટ અધિકારીને છુટા કરાયા હતા. છુટા કરવાના પત્રમા સ્પષ્ટ જણાવાયુ હતુ છે કે અધિકારીએ સ્વસહાય જૂથના સભ્ય સાથે કરેલ અસભ્ય વ્યવહાર કર્યા હોવાનું ધ્યાને આવેલ જેમા નિયામક મહેસાણાએ જાત તપાસ કરી તપાસ અહેવાલ મોકલી આપવામા જણાવ્યુ હતું. જે તપાસ અહેવાલ આધારે સ્વસહાય જૂથના સભ્ય સાથે અસભ્ય વ્યવહાર કર્યો હોવાનુ પ્રતિત થાય છે. જેમણે ઓફર લેટરના ક્લોઝનો ભંગ કર્યો હોવાનુ જણાવતા છુટા કરવાનો આદેશ કરવામાં આવે છે
આ અધિકારીએ તેના હાથ નિચે કામ કરતી મહિલાને સેક્સ્યુઅલી મેન્ટલ હેરેશમેન્ટ કરતા પુરાવા મળી આવ્યા છે ત્યારે સખી મંડળ, આગણવાડી, બેકમિત્ર જેવી જગ્યાઓમાં કામ કરતી મહિલાઓની અંદર એવા લાગણી છે કે અધિકારી વિરૂધ્ધ પુરાવા મળ્યા છે તો તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તંત્ર કેમ પાછી પાની કરી રહ્યુ છે. સરકારના બીજા કોઈ વિભાગમાં આવા અધિકારીની હવસનો કોઈ મહિલા શિકાર ન બને તે માટે શબક શીખવવા આ અધિકારી સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ
નોંધપાત્ર બાબત છે કે આ કરાર આધારીત અધિકારીથી મહિલાઓને ત્રાસ હોવાનુ જાણી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. આ અધિકારીથી પીડીત મહિલાની મહિલા સુરક્ષાના પ્રમુખ વર્ષાબેન પટેલે મુલાકાત લીધી હતી. આ બનાવની તપાસ કરી જવાબો લીધા હતા. જેમા અન્ય કેટલીક મહિલાઓને પણ આ અધિકારીએ ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે તંત્ર પાસે હવશખોર અધિકારી વિરૂધ્ધના આટ આટલા પુરાવા છે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં કેમ ચુપ છે?

Leave a Reply

Top