You are here
Home > Local News > મૂળભૂત ભાજપના સભ્યોને નહી જોડી અને ચુંટણીમાં ભાજપ વિરુધ્ધ કામ કરનાર કોંગ્રેસના સભ્યોને જોડી ધારાસભ્ય પોતાનોજ સીક્કો ચાલે તેવુ કરવા માગે છે-પ્રકાશભાઈ પટેલ

મૂળભૂત ભાજપના સભ્યોને નહી જોડી અને ચુંટણીમાં ભાજપ વિરુધ્ધ કામ કરનાર કોંગ્રેસના સભ્યોને જોડી ધારાસભ્ય પોતાનોજ સીક્કો ચાલે તેવુ કરવા માગે છે-પ્રકાશભાઈ પટેલ

મૂળભૂત ભાજપના સભ્યોને નહી જોડી અને ચુંટણીમાં ભાજપ વિરુધ્ધ કામ કરનાર કોંગ્રેસના સભ્યોને જોડી
ધારાસભ્ય પોતાનોજ સીક્કો ચાલે તેવુ કરવા માગે છે-પ્રકાશભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં ૨૧ સભ્યોનો ભાજપમાં પક્ષપલટો બાદ એકબીજા વિરુધ્ધના નિવેદનોથી શહેરનુ રાજકારણ ગરમાયુ છે. એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, ધારાસભ્ય પોતાનોજ સીક્કો ચાલે તેવુ કરવા માગે છે. મૂળભૂત ભાજપના સભ્યોને નહી જોડી અને ચુંટણીમાં ભાજપ વિરુધ્ધ કામ કરનાર કોંગ્રેસના સભ્યોને જોડી શુ સાબીત કરવા માગે છે?
ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે વિકાસમંચના ૮ સભ્યો ભાજપમાં જોડાતા અને પ્રકાશભાઈ પટેલના હસ્તે ૧૩ સભ્યો જોડાતા આ બાબતે પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, લોકસભાની ચુંટણીના સમયે પાલિકાના સભ્યો ભાજપમાં જોડાવા માગતા હતા. ત્યારે તેજ વખતે માનનીય ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતું કે, હમણા આ સભ્યોને ભાજપમાં પ્રવેશ આપવાનુ રહેવા દો. નેગેટીવ ઈફેક્ટ પડશે. સભ્યોને કામ કરવા દો, ચુંટણી પતી ગયા પછી ભાજપમાં લાવીશુ. આ સભ્યો ભાજપની વિચારસરણી વાળા હતા. આ સભ્યોએ ભાજપમાં મન બનાવી લીધુ હતુ. શરીરજ વિકાસમંચનુ હતુ જ્યારે આત્મા ભાજપના રંગે રંગાયો હતો. જે સભ્યોને ભાજપમાં પ્રવેશ નહી આપવા છતાં ભાજપને ખેસ પહેરીને ખુલ્લેઆમ લોકસભાની ભાજપના ઉમેદવારના ચુંટણી પ્રચારમાં લાગી ગયા હતા. ચુંટણી પુરી થયા બાદ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલ આવા સભ્યોને પ્રથમ ભાજપમાં પ્રવેશ આપવો જોઈતો હતો. ત્યારે જે લોકો મૂળભૂત કોંગ્રેસી છે, કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે અને લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો તેવા લોકોને ધારાસભ્યશ્રીએ ભાજપમાં જોડ્યા. ભાજપની વિચારધારાવાળા સભ્યોને બાજુએ રાખી જે લોકો ભવિષ્યમાં ભાજપની સાથે રહેવાના નથી તેવા લોકોને ઉતાવળ કરી ભાજપમાં જોડ્યા તે વાત કાર્યકરોના ગળે ઉતરતી નથી. ધારાસભ્ય તરીકે તેમજ તાલુકાના એક અગ્રણી તરીકે સ્વચ્છ રાજકારણ હોવુ જોઈએ. કોંગ્રેસનો ટેકો લો તો વટથી લો. પરંતુ પડદા પાછળ ખોટા જે સમીકરણો ઉભા કરવામાં આવે છે તેની લોકોને ખબર પડે છેકે કોના માટે મદદરૂપ થવા આવી ઉતાવળ કરવામાં આવે છે. ભાજપની વિચારસરણી ધરાવતા હોઈ તેવા ભાજપમાં આવવા માગતા હોય ત્યારે એકજ વ્યક્તિ બધાને રોકી પોતાનો સીક્કો ચાલે તેવુ વાતાવરણ ઉભુ કરે તે યોગ્ય નથી.
અત્યારે સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા નોધણી ચાલી રહી છે. ત્યારે ભાજપને મોટુ કરવાનુ હોય. આવા સમયે ભાજપના હોઈ અને મનદુઃખ હોય તેવા લોકોને બોલાવી ભાજપમાં જોડવા પ્રયત્ન કરવો જોઈએ. આવા લોકોને બાજુએ મુકી બીજાને ભાજપમાં લાવી વિસનગર ભાજપની પરિસ્થિતિ સુધારવાની છેકે બગાડવાની છે. અત્યારે જે થઈ રહ્યુ છે તે ખોટુ થઈ રહ્યુ છે જ્ઞાતિવાદ ઉભો કરી સમાજ સમાજને લડાવી શું સાબીત કરવા માગો છો. વિસનગરને આ પરિસ્થિતિમાંથી હજુ ખરાબ પરિસ્થિતિમાં લઈ જવાનુ છે?
લોકસભાની ચુંટણી બાદ એસ.કે.કોલેજમાં સાંસદ શારદાબેન પટેલના સન્માન સમારંભમાં પ્રમુખ ગોવિંદભાઈ પટેલ હાજર રહ્યા તે વખતે કોંગ્રેસના કહીને વિરોધ કરાયો હતો. ત્યારે કોંગ્રેસના આ પ્રમુખ ઉપર એવો કેવો પ્રેમ ઉભરાયો કે ભાજપ પ્રેરીત લોકોને છોડીને એમને અપનાવ્યા? વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભાજપ છે. સદસ્યતા નોધણી ચાલે છે ત્યારે આવા સમયે આવુ રાજકારણ રમીને પાર્ટીને નુકશાન ન થાય તે જોવુ જોઈએ. કોઈનુ કદ વધારવા અને કોઈનુ કદ ઘટાડવા પ્રયત્નો થતા હોય તેવુ દેખાય છે.

Leave a Reply

Top