You are here
Home > Local News > ૩૭૦ ની કલમ રદ થતાજ મોદી મેજીકથી એકજ દિવસમાં વિરોધપક્ષના ૨૧ સભ્યો ભાજપમાં ભાજપના બે જુથ વચ્ચેની હરિફાઈમાં ગઠબંધન ચીંથરેહાલ

૩૭૦ ની કલમ રદ થતાજ મોદી મેજીકથી એકજ દિવસમાં વિરોધપક્ષના ૨૧ સભ્યો ભાજપમાં ભાજપના બે જુથ વચ્ચેની હરિફાઈમાં ગઠબંધન ચીંથરેહાલ

૩૭૦ ની કલમ રદ થતાજ મોદી મેજીકથી એકજ દિવસમાં વિરોધપક્ષના ૨૧ સભ્યો ભાજપમાં
ભાજપના બે જુથ વચ્ચેની હરિફાઈમાં ગઠબંધન ચીંથરેહાલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
એકજ દિવસમાં એક સાથે વિરોધપક્ષના ૨૧ સભ્યો ભાજપમાં જોડાયા હોય તેવો ગુજરાતની પાલિકાના ઈતિહાસમાં પ્રથમ બનાવ વિસનગર પાલિકામાં બન્યો છે. વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનના શાસનમાં વિકાસમંચના તમામ ૧૭ સભ્યો અને કોંગ્રેસના ૪ સભ્યોએ ભાજપનો ખેસ પહેરતા વિકાસમંચ અને કોંગ્રેસનુ ગઠબંધન ચીંથરેહાલ થયુ હતું. સંકલન સમિતિ આવાક બની ગઈ હતી. જ્યારે કોંગ્રેસ તો દેખતુજ રહી ગયુ હતુ. ૨૧ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપનુ સંખ્યાબળ ૨૮ નું થતાં પાલિકામાં ઘણા રાજકીય સમીકરણો રચાયા છે.
પાલિકાના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી જેવો બનાવ વિસનગર પાલિકામાં બન્યો છે. પાટીદાર અનામત આંદોલન વખતે યોજાયેલ વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપને ઉમેદવારો ઉભા રાખવાના ફાંફા હતા, તોયે માંડ માંડ ભાજપના સાત ઉમેદવાર જીત્યા હતા. ત્યારે ભાજપના બોર્ડનેજ ભ્રષ્ટાચારી કહી, ભાજપના વિરોધમાં પાટીદાર અનામત આંદોલનના નામે જીતેલા વિકાસમંચ અને કોંગ્રેસના ૨૧ સભ્યોએ એકજ દિવસમાં પાલિકામાં ભાજપની જોળી છલકાવી દીધી હતી. ગઠબંધનના સભ્યો ભાજપમાં જોડાવા માટે ક્યારનાય થનગની રહ્યા હતા. પરંતુ આટલા ઝડપી અને એકજ દિવસમાં ઈતિહાસ રચાશે તેવુ કોઈએ ધાર્યુ નહોતુ. જોકે એ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પહેલ અને હિમ્મતભર્યા પગલાનુ પરિણામ હતુ.
૩૭૦ ની કલમ રદ કરવા માટે રાજ્યસભામાં બીલ રજુ થયુ તે દિવસ તા.૫-૮-૨૦૧૯ ના રોજ રાત્રે ધારાસભ્યના નિવાસ્થાને લગભગ ૧૫ જેટલા ગઠબંધનના સભ્યોને ભાજપમાં જોડવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. મંગળવારના દિવસે સવારે ભાજપમાં જોડાવા માટે ધારાસભ્યના નેતૃત્વમાં ગાંધીનગર જવા ગાડીઓમાં બેસવાનો સમય આવ્યો ત્યારે અડધા સભ્યો ગુમ થઈ ગયા હતા. ધારાસભ્ય જાણતા હતા કે ૮ સભ્યો જોડાશે તો પાછળ ભાજપમાં જોડાવાની લાઈન લાગવાની છે. ધારાસભ્ય અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલની નિશ્રામાં ૮ સભ્યો ગાંધીનગર કમલમ ખાતે પહોચી પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ તથા પ્રદેશ ભાજપના આઈ.ટી.સેલના કન્વીનર પ્રશાંતવાળાની ઉપસ્થિતિમાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી સહીત ૮ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા પાલિકા તંત્રમાં અને સભ્યોમાં હલચલ મચી હતી.
પ્રમુખ સહીતના ૮ સભ્યો જોડાતાજ બાકીના વિકાસમંચના ૯ સભ્યો અને કોંગ્રેસના ૧૨ માંથી ૪ સભ્યો તાત્કાલીક એસ.કે.કેમ્પસમાં એકઠા થયા હતા. જેઓ પણ ભાજપમાં જોડાવા માટે ક્યારનાય થનગની રહ્યા હતા અને ભાજપમાં જોડાવા અવસર શોધતા હતા. તેમ છતાં કેટલાક સભ્યોએ સંકલન સમિતિના ચારેક સભ્યોનો સંપર્ક કરી શુ કરવુ તેવો પ્રશ્ન કર્યો હતો. સંકલનના સભ્યોને સંકલનના પ્રમુખને જાણ કરી મીટીંગ બોલાવવા જણાવ્યુ હતુ. પરંતુ ધારાસભ્ય સામેના ભાજપના બીજા જુથના આગેવાનો ધારાસભ્ય કરતા પણ વધારે સભ્યોને ભાજપમાં જોડી ધારાસભ્ય કરતા પણ વધારે પાવરફુલ હોવાનુ વિસનગરમાં અને ગાંધીનગર સરકાર તેમજ સંગઠનમાં બતાવવા માગતા હતા. પ્રમુખ સહીતના ૮ સભ્યોએ તો સંકલન સમિતિને પુછવાનુ પણ મુનાસીબ લાગ્યુ નહોતુ. ત્યારે એસ.કે. એકઠા થયેલા ૧૩ સભ્યોએ સંકલનને પુછવાનો આદર કર્યો હતો. પરંતુ ભાજપના આગેવાનોનો આ સભ્યોને ભાજપમાં જોડાવાના ઉન્માદ સામે સભ્યો સંકલનના નિર્ણયની રાહ જોઈ શકે તેમ નહોતા. લગભગ બપોરે ૧-૦૦ કલાકથી બપોરે ૪-૦૦ કલાક સુધીની ચર્ચાઓ બાદ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં અને જીલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, જશુભાઈ પટેલ કાંસા, રાજુભાઈ પટેલ એસ.કે., ર્ડા.કાન્તીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, લાલાભાઈ રબારી તથા કિર્તિભાઈ પટેલ કલાનિકેતનની સાથે ૧૩ સભ્યો ગાંધીનગર સચીવાલયમાં પહોચી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા. જ્યાં નાયબ મુખ્યમંત્રીએ ભાજપમાં જોડાયેલા તમામ સભ્યોને આવકાર્યા હતા. ત્યારબાદ આ સભ્યો કમલમ ખાતે પહોચી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને મળતા પ્રદેશ પ્રમુખે તમામ સભ્યોને ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. આ સભ્યોની સાથે શહેર કોંગ્રેસ મહામંત્રી દર્શનકુમાર ભીખાભાઈ પરમાર(જોલી) પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ગઠબંધનના સભ્યોને ભાજપમાં જોડવાના આ કાર્યક્રમમાં વિસનગર ભાજપનો જુથવાદ સ્પષ્ટ પણે જણાયો હતો. સભ્યોનો ભાજપમાં પ્રવેશ બાદ ધારાસભ્ય કાર્યાલયે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયેલા સભ્યોનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ધારાસભ્યના નેતૃત્વમાં જોડાયેલા સભ્યોજ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દમયંતીબેન પટેલ સામાજીક કારણોસર હાજર રહી શક્યા નહોતા. જ્યારે પ્રકાશભાઈ પટેલના નેેતૃત્વમાં જોડાયેલા ૧૩ સભ્યોએ ધારાસભ્ય કાર્યાલયે જવાનુ ટાળ્યુ હતુ. જે બતાવે છેકે, પાલિકામાં ૨૮ સભ્યોની બહુમતી હોવા છતાં ભાજપના આ જુથવાદની ચરમસીમા જોવા મળશે.

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસમંચના કયા સભ્યો ભાજપમાં જોડાયા

ગોવિંદભાઈ જોઈતારામ પટેલ પ્રમુખ – વિસનગર નગરપાલિકા
ભરતભાઈ કાન્તીભાઈ પટેલ એપીએમસી ડીરેક્ટર, પાલિકા પ્રતિનિધિ
કામીનીબેન સુભાષભાઈ પટેલ ચેરમેન – સ્ટાફ સિલેક્શન
આશાબેન જયેશભાઈ પ્રજાપતિ ચેરમેન – બાગ કમિટિ
રશ્મીનબેન કમલેશભાઈ બારોટ ચેરમેન – આરોગ્ય કમિટિ
દમયંતીબેન મુકેશભાઈ પટેલ ચેરમેન – સ્વચ્છતા કમિટિ
સંગીતાબેન કનુભાઈ પટેલ ચેરમેન – શિક્ષણ સમીતી
જગદીશભાઈ ઉગરાભાઈ ચૌહાણ ચેરમેન – ટ્રાન્સપોર્ટ સમીતી

પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસમંચ અને  કોંગ્રેસના કયા સભ્યો

ભાજપમાં જોડાયા વિકાસમંચના – ૯ સભ્યો

પંકજકુમાર ચુનીલાલ પટેલ ચેરમેન – નાણાં સમીતી
પ્રજ્ઞાબેન નરેશભાઈ પટેલ ——–
રાકેશકુમાર રમેશભાઈ પટેલ ચેરમેન – લાઈટ સમીતી
પ્રકાશભાઈ ચીનુભાઈ દાણી દંડક
રાગીણીબેન મનોજકુમાર પટેલ ——–
ભરતકુમાર શંભુભાઈ પટેલ ચેરમેન – દુકાનભાડા સમીતી
જશવંતકુમાર ગોપાળભાઈ પટેલ ચેરમેન-કારોબારી સમીતી
ફુલચંદભાઈ બાબુભાઈ પટેલ ચેરમેન-વોટર વર્કસ સમીતી
મધુબેન ભુપતાજી ઠાકોર ——–

કોંગ્રેસના – ૪ સભ્યો

નયનાબેન રાજેન્દ્રકુમાર પટેલ ચેરમેન-ગુમાસ્તાધારા સમીતી
સુરેશભાઈ અમૃતલાલ સથવારા ચેરમેન-કાયદા સમીતી
પરેશકુમાર સેવંતીલાલ પટેલ ——–
રંજનબેન દર્શનકુમાર પરમાર ——–
તથા શહેર કોંગ્રેસ મહામંત્રી દર્શનકુમાર ભીખાભાઈ પરમાર ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસમાં હવે કેટલા સભ્યો રહ્યા
શકુન્તલાબેન નટવરલાલ પટેલ
રાજેન્દ્રકુમાર કાન્તિલાલ પટેલ
મગનજી દોલાજી ઠાકોર
ભાવનાબેન હિંમતભાઈ રબારી
(ઉપપ્રમુખ)
રણછોડભાઈ ગણેશભાઈ ભીલ
કુસુમબેન બકુલચંદ્ર ત્રિવેદી
નુરજહાબેન મુસ્તાકભાઈ સિંધી
ઈકબાલભાઈ અબ્દુલકરીમ મેમણ

Leave a Reply

Top