You are here
Home > Prachar News > તકવાદી મહત્વકાંક્ષી કોર્પોરેટરોએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો

તકવાદી મહત્વકાંક્ષી કોર્પોરેટરોએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો

વિસનગર નગરપાલિકા ગઠબંધનના સભ્યો ભાજપમાં જોડાતા સંકલન સમિતિનો આક્રોશ

તકવાદી મહત્વકાંક્ષી કોર્પોરેટરોએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા ગઠબંધનના ૨૧ સભ્યો કોઈપણ અગોત્રી સુચના વગર ભાજપમાં જોડાઈ સંકલન સમિતિ સાથે છેડો ફાડતા સંકલન સમિતિએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. જે બાબતે સંકલન સમિતિ દ્વારા વિસનગરની સુજ્ઞ જનતાને જણાવવાનું કે, પાટીદાર આંદોલનના કારણે સમગ્ર ગુજરાતમાં રાજકીય વિષમ પરિસ્થિતિ ઉભી થઈ હતી. અને આજ અરસામાં વિસનગર પાલિકાની ચુંટણી આવી. આવી પરિસ્થિતિમાં વિસનગર શહેરના લોકોને સુશાસન મળે અને વહીવટ લે ભાગુ અને તકવાદી લોકો પાસે ન જાય તે માટે કેટલાક સંનિષ્ટ અને બુધ્ધીજીવી વ્યક્તિઓએ કોગ્રેસ સાથે ગઠબંધન કરી સંકલન સમિતિની રચના કરી અને દરેક વોર્ડને પોતાનો પસંદગીના ઉમેદવાર નું સિલેક્શન કરવા આહવાન કર્યું. પસંદ કરાયેલા ગઠબંધનના ઉમેદવારો માટે સંકલન સમિતિના સભ્યોએ દરેક વોર્ડમાં મિટિંગો કરી, તનતોડ મહેનત કરીને પરિણામે નગરપાલિકાની ૩૬ માંથી ૨૯ સીટો ઉપર ગઠબંધનના ઉમેદવારની જીત થઈ. નક્કી કર્યા મુજબ દર વર્ષે કમિટીના ચેરમેનો અને ૧૫ માસે પ્રમુખની ચુંટણી કરવાની જવાબદારી સ્વિકારી અને છેલ્લા ચાર વર્ષથી આ પ્રણાલી પ્રમાણે નગરપાલિકાનું સાશન ચાલતુ હતું.
ચુંટાયેલા તમામ ૨૯ કોર્પોરેટરોએ ગોવિંદ ચકલા ચોકમાં જાહેર મિટિંગ કરી અમે ભ્રષ્ટાચાર કરીશું નહી, તેમજ ભાજપનો ટેકો લઈશું નહી કે આપીશું નહી તેવા શપથ લીધા હતા. ચાલુ સાલે કમિટીના ચેરમેનની મુદત પુરી થતાં ૨૯ કોર્પોરેટરોએ લેખીતમાં સહી કરી નવા ચેરમેનો નિમવા માટે સંમતી આપી અને તેના આધારે સંકલન સમિતિએ કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક કમિટિના ચેરમેનની અને કમિટિ સભ્યોની નિમણુંક કરી. આમ સંકલન સમિતિએ નિષ્ઠાપુર્વક પોતાની જવાબદારી અદા કરી તેમજ સંકલન સમિતિના કોઈપણ સભ્યોએ કમિટિ ચેરમેનની નિમણુંક સામે વાંધોે કે વિરોધ લીધેલ નથી. તમામ કમિટિ ચેરમેનોની પસંદગી સર્વાનુમત્તે ચર્ચા વિચારણા કર્યા પછી કરેલ છે.
ભાજપમાં જોડાયેલા તમામ કોર્પોરેટરએ સા.સભાનો ત્રણ દિવસ પહેલાંજ સંકલન સમિતિને લેખીતમાં સંમતિ આપી ચેરમેનોની અને સભ્યોની નિમણુંક કરવા જણાવેલ પરંતુ હાલની જે રાજકીય પરિસ્થિતી છે અને લોકસભાની ચુંટણીમાં જે ભાજપને પ્રચંડ બહુમતી મળી તેથી કેટલાક તકવાદી અને અતી મહત્વાંકાક્ષી કોર્પોરેટરોએ પોતાના વોર્ડના મતદારોને વિશ્વાસમાં લીધા વગર પોતાના અંગત સ્વાર્થ અને અવનાર સમયમાં સત્તા લાલસા માટે વિસનગર ની પ્રજાએે વિશ્વાસ મુકેલો તેનો વિશ્વાસઘાત કરેલ છે. અમારી વિસનગરની પ્રજાને નમ્ર અપીલ છે આવા લે ભાગુ અને તકવાદીને જ્યારે સમય આવે ત્યારે જાહેર પાઠ ભણાવજો. વિસનગરની પ્રજાનો જે ગઠબંધનના ચુંટાયેલા કોર્પોરેટરોએ વિશ્વાસઘાત કરેલ છે. તેવું સંકલન સમિતિ માને છે. જે કોર્પોરેટરોને ભાજપમાં જોડાવુંજ હતું તો પહેલાં કોર્પોરેટરએ હોદ્દા ઉપરથી રાજીનામું આપીને પછી જ જોડાવું જોઈતું હતું.

Leave a Reply

Top