You are here
Home > Prachar News > પધરાવેલ દશામાની પીઓપીની મુર્તિ ઉપર કુતરાની લઘુશંકા

પધરાવેલ દશામાની પીઓપીની મુર્તિ ઉપર કુતરાની લઘુશંકા

૧૦ દિવસ પુરી શ્રધ્ધાથી પુજાતા દશામાની અવદશા

પધરાવેલ દશામાની પીઓપીની મુર્તિ ઉપર કુતરાની લઘુશંકા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દશામાના વ્રતમા લોકો પીઓપીની મુર્તિ લાવી દશ દિવસના વ્રતની પુરી શ્રધ્ધાથી પુજા કરે છે. પરંતુ વહેલી સવારે અંધારામા મુર્તિ પધરાવ્યા બાદ એ કયારેય જોવાની તસ્દી લેતા નથી કે પોતે પધરાવેલી મુર્તિની શું હાલત છે.
કોઈપણ ધર્મના ભગવાન કે ગુરૂની મુર્તિનું અપમાન થતુ દર્શાવી કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોચાડવી અયોગ્ય છે. પરંતુ ઘણી વખત લોકોની જાગૃતિ માટે તેમજ સાચો ખ્યાલ આવે તે માટે આવી તસ્વીરો પ્રસિધ્ધ કરવી જરૂરી બને છે. દશામાના વ્રતનુ મહત્વ દિવસે દિવસે વઘતુ જાય છે. કોના જીવનમાં ખરાબ દશા આવી નથી ? દશા સુધારવા તેમજ પરિવાર ઉપર ખરાબ દશા ન આવે તે માટે લોકો વધુને વધુ દશામાના વ્રત તરફ વળી રહ્યા છે. દશ વર્ષ સુધી આ વ્રત કરવામા આવે છે. દશામાના વ્રત માટે મોટે ભાગે પીઓપીની મુર્તિનો ઉપયોગ થાય છે. પીઓપીની મુર્તિ પર્યાવરણ માટે નુકશાનકારક છે. પીઓપીની મુર્તિ પાણીમા પધરાવાથી પીઓપી તથા કેમીકલવાળા કલરના કારણે પાણીમા રહેતા જીવજંતુઓને નુકશાન થાય છે. પાણી નહી હોવાના કારણે નદી કે તળાવના કિનારે રજળતી કરવામા આવતી મુર્તિઓની અવદશા થાય છે. આવી મુર્તિઓ કુતરાઓ ખરાબ કરે છે. તેવી વારંવાર સમજ આપવા છતા લોકો પીઓપીની મુર્તિઓ લાવે છે અને પાણી વગરની નદી તળાવમા રઝળતી કરે છે. પ્રચાર સાપ્તાહિકના પત્રકાર પીંડારીયા તળાવની મુલાકાતે ગયા હતા ત્યારે તળાવના કિનારે દશામાની મુર્તિઓ રઝળતી હતી. આ મુર્તિઓ ઉપર કુતરા લઘુશંકા કરતા જોવા મળ્યા હતા. દશામાની રજળતી મુર્તિઓની આવી અપદશા જોઈ મન દ્રવી ઉઠયું હતુ. ત્યારે વિચાર આવ્યો કે લોકો ભગવાનના કામમા પણ લોકો કેટલા સ્વાર્થી છે. પોતાની દશા સુધારવા માટે દશામાને લાવે છે. દશ દિવસ પુરી શ્રધ્ધાથી પુજા પાઠ કરે છે અને દશમા દિવસે જ સ્વાર્થી થઈ જાય છે. મનોકામના પુર્ણ થાય તે માટે જેની પુજા અર્ચના કરી તેની શું હાલત થશે તે વિચારતા નથી અને મુર્તિ રઝળતી કરી મુકે છે. દશામા જ જયારે અવદશામા મુકાતા હોય ત્યારે તેની પુજા પાઠ કરી મુર્તિ રઝળતી કરનાર ભક્તોની દશા કેવી રીતે સુધારે ?

Leave a Reply

Top