You are here
Home > Local News > વડાપ્રધાનની પ્લાસ્ટીક અંગેની જાહેરાત પછી પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ૦ માઈક્રોનથી પાતળી થેલીઓનું ધુમ વેચાણ

વડાપ્રધાનની પ્લાસ્ટીક અંગેની જાહેરાત પછી પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ૦ માઈક્રોનથી પાતળી થેલીઓનું ધુમ વેચાણ

વડાપ્રધાનની પ્લાસ્ટીક અંગેની જાહેરાત પછી પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં
પ૦ માઈક્રોનથી પાતળી થેલીઓનું ધુમ વેચાણ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧પમી ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંદેશામાં પ્લાસ્ટીક વપરાશ માટે લોકોને જાગ્રૃત કર્યા, ઉચ્ચ અધિકારીઓએ પ્લાસ્ટીકનો વપરાશ અને વેચાણ કરતા લોકો જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ શહેરો અને ગામડાઓમાં પ૦ માઈક્રોનથી ઓછી થેલીઓનુ ધુમ વેચાણ થઈ રહ્યુ છે. આ બાબતે કડક કાયદો નહી બને ત્યાં સુધી સ્વાર્થી વેપારીઓ અને લોકો સુધરવાના નથી.
મહેસાણા જિલ્લામાં પ૦ માઈક્રોનથી ઓછા માઈક્રોનની થેલીઓ આવે છે કયાંથી ? કોણ પ્રોડકશન કરે છે તે ઉચ્ચ અધિકારીઓ જાણી શકતા નથી. જે રીતે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ છે અને દારૂ વેચનાર અને પીનારને જેલ ભેગા થવુ પડે છે તેવો કાયદો નહી બને ત્યાં સુધી પ્લાસ્ટીકની થેલીઓનું વેચાણ ચાલુ જ રહેશે. હાલ પ્લાસ્ટીકના વપરાશ માટે હિંદી ભાષી રાજ્યોમાંથી એક સરસ વ્હોટસએપ ફોટો શોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.જેમા આવશ્યક સુચનાનુ એક બોર્ડ જોવા મળે છે. જેમા લખ્યુ છે કે જો તમે રપ૦ ગ્રામનો મોબાઈલ અને ૩પ૦ગ્રામની પાવરબેંક તમારા ખીસામાં લઈને ફરી શકો છો તો ૩૦ ગ્રામની કપડાની થેલી તમે ખીસામા રાખી જ શકો છો. -શર્મ છોડો- પ્લાસ્ટીક છોડો, સાથમાં રાખો થેલી, દેશને મેલો કરશો નહી.
લોકોમાં જાગૃતિ લાવવા વ્હોટસએપ, ફેસબુક ઉપર લોકો ફોટા મુકે છે પણ લોકો સુધરવા તૈયાર હોય તેમ લાગતુ નથી. પ૦ માઈક્રોનથી ઓછા માઈક્રોનની થેલી જેના ત્યાંથી પકડાય તેની ઉપર સખ્ત પગલા ભરવા કાયદો બનાવવો જોઈએ. વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા અને વિજાપુર સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્લાસ્ટ્રીકનો વપરાશ ચરમસીમાએ પહોચ્યો છે. પ્લાસ્ટીકથી થતા નુકશાન બાબતે એકવાર ગુગલ ઉપર સર્ચ કરી જુઓ દરેક ભાષામાં હજારો સાઈટ જોવા મળશે. પ્લાસ્ટીકની બેગ કે જે પ૦ માઈક્રોનથી જાડી થેલીઓ હોય તેનો વારંવાર ઉપયોગ કરો. સામાન ખરીદવા જાવ ત્યારે કાગળ કે કપડાની બેગ સાથે રાખો. પ્લાસ્ટીકના વપરાશ પછી ફેકી દેવાતા પાતળા ગ્લાસ, પીણા પીવાની સ્ટ્રો જેવા સામાન કયાંય ફેંકશો નહી. ચીનાઈ માટી કે સાદી માટીના વાસણોનો ઉપયોગ કરો. પ્લાસ્ટીકના સામાનની જગ્યાએ બીજી ધાતુના સામાનનો ઉપયોગ કરો.PETE અને HDPE પ્રકારના પ્લાસ્ટીક સામાન કે જે સરળતાથી રીસાયકલ થતા હોય તેનો પણ ન છુટકે ઉપયોગ કરો. પ્લાસ્ટીકના ઓછા વપરાશ માટે લોકો સાથે ચર્ચા કરો. પ્લાસ્ટીકનો સામાન રી સાયકલ થઈ શકે ત્યાં જ સપ્તલાય કરો. પ્લાસ્ટીકનો નાશ કરવાની કોશીશ ન કરો કારણ કે પાણીમાં જમીન ઉપર કે નીચે પ્લાસ્ટીકનો નાશ થતો નથી. પ્લાસ્ટીક સળગાવો તો પણ પ્રદુષણ ફેલાય છે. જે પર્યાવરણને નુકશાન કરે છે. સરકાર અને પર્યાવરણની જાળવણી કરનારી સંસ્થાઓની જેમ દરેક વ્યક્તિ જવાબદારી નિભાવે તે જરૂરી છે. પ્લાસ્ટીકનો જાતે નાશ થવામાં ૧૦૦ વર્ષનો સમય લાગે છે. પ્લાસ્ટીકની થેલી ખાવાથી ગાયોના મૃત્યુનુ પ્રમાણ પણ વધી ગયુ છે. પ્લાસ્ટીકના વપરાશ ઉપર સરકાર કાયદો બનાવે તે ખરેખર જરૂરી છે.

Leave a Reply

Top