You are here
Home > News > ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તની ઝુંબેશ નિષ્ફળ

ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તની ઝુંબેશ નિષ્ફળ

ભાજપના ત્રણ સહીત કુલ ૧૬ સભ્યોની સહીઓ થઈ હતી

ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તની ઝુંબેશ નિષ્ફળ

(પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવાર
વિસનગર પાલિકાના કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવનાબેન રબારી સામે અવિશ્વાસની દરખાસ્તનો એક પ્રયત્ન નિષ્ફળ નિવડ્યો છે. પ્રમુખ ભાજપના હોવાથી ભાજપના સભ્યો પ્રમુખ વિરુધ્ધની કોઈ હિલચાલ કરી શકતા નથી. ત્યારે ઉપપ્રમુખને હોદ્દા ઉપરથી દુર કરવાના બહાને સભ્યોની બહુમતી મેળવી પ્રમુખને હોદ્દા ઉપરથી દુર કરવા કહી પે ઈશારા ઔર કહી પે નિશાના જેવી વૃત્તી થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગર પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રેસના ૨૧ સભ્યો ભાજપમાં જોડાતા અત્યારે ૨૮ સભ્યો સાથે ભાજપની બહુમતી છે. તેમ છતાં ભાજપના જુથવાદનો લાભ લઈ કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવનાબેન રબારી પોતાનો હોદ્દો જમાવીને બેઠા છે. કોંગ્રેસના પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાતા તેમનુ પ્રમુખ પદ બચાવવામાં સફળ રહ્યા છે. પરંતુ ઉપપ્રમુખ ભાવનાબેન રબારી હજુ કોંગ્રેસમાં હોવાથી તેના બહાના તળે અવિશ્વાસની દરખાસ્ત લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જાણવા મળયા પ્રમાણે પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શનમાં ભાજપમાં જોડાયેલા ૧૩ સભ્યો અને ભાજપમાંથી ચુંટાયેલા બે સભ્યો મળી કુલ ૧૫ સભ્યોની સહીઓ સાથે એક અવિશ્વાસની દરખાસ્તનો પત્ર ફરતો થયો હતો. બીજા સભ્યોને સહીઓ લેવા સંમત કરવા માટે કોંગ્રેસના એક મહિલા સભ્યના પતિ તથા ભાજપના એક મહિલા સભ્યના પતિ ભાજપના એક સભ્યની સહી કરવા સંમત કરતા એક સમયે તો અવિશ્વાસની દરખાસ્ત માટેની સહી ઝુંબેશમાં સભ્યોની સંખ્યા ૧૬ સુધી પહોચી હતી. બીજી એક મળતી માહિતી પ્રમાણે સહી ઝુંબેશમાં ૧૯ સભ્યોની સહીઓ લેવામાં આવી હતી. પરંતુ ૨/૩ બહુમતી મેળવવા બીજા પાંચ સભ્યોની સહીઓ નહી મળતા અવિશ્વાસની દરખાસ્તની ઝુંબેશ નિષ્ફળ રહી હતી.
જાણવા મળ્યા પ્રમાણે ધારાસભ્ય જુથના ભાજપના એક સભ્યએ ૧૬ માં સભ્ય તરીકે અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરતા શહેર ભાજપના હોદ્દેદારો દોડતા થઈ ગયા હતા. ભાજપના સહી કરનાર સભ્યને સાચી સમજ આપતા આ સભ્યએ સહી કરાવી જનાર સભ્ય પતિઓને પોતાની સહી રદ કરવા ફોન કરીને જાણ કરી હતી. જોકે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા જે સભ્યોની સંખ્યા જોઈએ તે ૨/૩ એટલે કે ૨૪ સભ્યોની સહીઓ લઈ નહી શકતા એ સ્પષ્ટ થઈ ગયુ છેકે પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં વિરોધી જુથનો પનો કાયમ ટુંકો પડવાનો છે. અને આજ રીતે છેલ્લી ટર્મ સહી ઝુંબેશમાંજ પસાર થઈ જવાની છે. જોકે કેટલાક સભ્યોના માનવા પ્રમાણે ઉપપ્રમુખ કોંગ્રેસના છે. ભાજપના સભ્યોની બહુમતીમાં કોંગ્રેસના ઉપપ્રમુખ કેવી રીતે ચલાવી લેવાય, તેવા મુદ્દા સાથે ઉપપ્રમુખ વિરુધ્ધ ૨૪ સભ્યોની જુથ બળ કરી, હાલમાં પ્રમુખના ટેકામાં કોંગ્રેસના જે સભ્યો છે તેમાં ફૂટ પાડવાની પણ નિતિ છે. ઉપપ્રમુખ હટાવવા નિકળેલા સભ્યો જાણે છેકે કોંગ્રેસના હોવાના બહાને જો ઉપપ્રમુખને હટાવવામાં સફળ રહ્યો તો પ્રમુખના ટેકામાંથી કોંગ્રેસના સભ્યો ખસી જશે. ત્યારબાદ પોતાના જુથના પ્રમુખ આસાનીથી બનાવી શકાશે. જોકે ઉપપ્રમુખ વિરુધ્ધની સહી ઝુંબેશ નિષ્ફળ બનાવી પ્રમુખ જુથે સાબીત કરી બતાવ્યુ છેકે, સામેના જુથનુ પ્રમુખ પદનું સ્વપ્ન દ્રાક્ષ ખાટી જેવુ સાબીત થવાનું છે. પાલિકામાં ઉપપ્રમુખનું પદ ફક્ત હોદ્દો લખવા ખાતર મહત્વનું છે. આ પદ ગમે તે પક્ષ પાસે હોય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. પછી શા માટે વિવાદ ઉભો કરવામાં આવે છે?

Leave a Reply

Top