You are here
Home > Local News > ખેરાલુમાં બાળકોની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ

ખેરાલુમાં બાળકોની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ

ઉત્તર ગુજરાતમાં કયાંય બાળ જીવન બચાવવાની સગવડ ન હોય તેવી

ખેરાલુમાં બાળકોની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ

• મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની સૌ પ્રથમ બાળકોની ૧૪૦૦૦ સ્કેવર ફુટની હોસ્પિટલ
• શૈશવ બાળકોની હોસ્પિટલ ખેરાલુ શહેરને મેડીકલ હબ બનાવવાની દિશામાં
• લાખોના ખર્ચનુું કૃત્રિમ શ્વાસો શ્વાસ તથા સિંરીજ પંપના ઉપકરણો
• ઉત્તર ગુજરાતની સર્વ પ્રથમ પ૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરની આજુબાજુમાં મોટા ઉદ્યોગો નથી છતા ખેરાલુ શહેરમાં મેડીકલ ક્ષેત્રે આગળ આવ્યુ છે જેનુ મુખ્ય કારણ અલકા સદ વિચાર પરિવારના અલકા હોસ્પિટલ વાળા ડૉ.હર્ષદભાઈ વૈદ્યની લોકોની આધુનિક ઢબે તબીબી સેવા કરવાની ઉત્કૃષ્ઠ ભાવનાને કારણે ખેરાલુ ખાતે ડૉ.હર્ષદભાઈ વૈદ્ય દ્વારા મોટા શહેરોમાં હોય તેવી અલકા આઈ.વી. એફ. મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવીને ગુજરાતના તબીબી ક્ષેત્રે ભારે નામના મેળવી છે. તેવી જ રીતે ડૉ.જે.કે. ગોસાઈ (એમ.ડી.ડી. પી.એડ) દ્વારા ખેરાલુ શહેરમાં રપ-૮-ર૦૧૯ને રવિવારના રોજ ૧૪૦૦૦ સ્કેવરફુટની જગ્યામાં હોસ્પિટલનો પ્રારંભ કરવામા આવ્યો છે.આ હોસ્પિટલ વૃદાંવન ચાર રસ્તે જલારામ કોમ્પલેક્ષના પ્રથમ માળે શરુ કરવામા આવી છે. જેના ચીફ ગેસ્ટ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને સન્માનીય ગેસ્ટ તરીકે અલકા હોસ્પિટલવાળા ખ્યાતનામ ડૉકટર હર્ષદભાઈ વૈદ્ય દ્વારા હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો. સાંસદ ભરતસિંહ ડાભીએ આવી અદ્યતન સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવા બદલ ડૉ.ગોસાઈને ખુબજ શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યુ હતુ કે આવા આંતરીયાળ વિસ્તારમાં આવી અદ્યતન હોસ્પિટલ બનવાથી અનેક બાળકોના જીવ બચી જશે.
ખેરાલુ ખાતે નવી બનેલી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ શૈશવ બાળકોની હોસ્પિટલએ મહેસાણા, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણ જિલ્લાની સૌથી મોટી આધુનિક હોસ્પિટલ છે. ડૉ.ગોસાઈએ જણાવ્યુ હતુ કે આ હોસ્પિટલ બનાવવા પાછળનો ઉદેશ નવજાત શિશુ અને બાળકોની અદ્યતન સારવાર માટે મોટા ભાગના લોકોને અમદાવાદ સુધી લાંબા થવુ પડે છે. ઘણી વખત સમયસર સારવાર ન મળવાને કારણે બાળકોનું જીવન ટુંકાય છે. જેના કારણે પરિવારમાં ભારે શોક ફેલાય છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોને સારામાં સારી સારવાર નિપુણ, નિષ્ણાત બાળરોગ, ડૉકટરો દ્વારા મળી રહે તેવો ખાસ ઉદેશ છે. આ હોસ્પિટલમાં ર૪ કલાક બાળરોગ નિષ્ણાંત ડૉકટર હાજર રહેશે. જેથી ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે. શૈશવ હોસ્પિટલમા બાળકોની સારવાર માટે જરૂરી તમામ અદ્યતન સાધનો ધરાવે છે. જેવુ કે કૃત્રિમ શ્વાસો શ્વાસનુ મશીન (વેન્ટીલેટર)માં ર૪ કલાક ઓક્સીજન તમામ બેડ ઉપર મળે તેવી સુવિધા. બાળકના શરીરના અલગ અલગ માપદંડ માપવામા મશીનો (મલ્ટીપેરા મોનીટર), ચોક્કસ પ્રમાણમાં બાળકના શરીરમાં દવા આપવા માટે સીરીંજ પંપ તેમજ બીજી જીવન રક્ષક સાધનોની સુસજ્જ હોસ્પિટલ છે. બાળકોના હૃદયની તપાસ માટે ઈકો, ઈ.સી.જી. મગજના રીપોર્ટ જેવા કે ઈ.ઈ.જી. એક્ષ-રે, સોનોગ્રાફી તથા અદ્યતન લોહીની તપાસ માટેની સગવડો પણ છે. શૈશવ બાળકોની હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા ધરાવતુ ઓપરેશન થિયેટર છે. જેમા બાળકોના લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીની સુવિધા પણ બાળકોના સર્જન ડૉકટર દ્વારા કરાશે.
આ હોસ્પિટલમાં પ૦ બેડની સગવડ છે. જેમા પાંચ બેડ ધરાવતુ પી.આઈ.સી.યુ. તથા રપ બેડ ધરાવતુ એન.આઈ.સી.યુ.ની સગવડ છે. આ હોસ્પિટલમા ર૪ કલાક ધમધમતુ રહેશે. જેમા ૭૦ કર્મચારીઓ દિવસ અને રાત દરમિયાન હાજર રહેશે. હાલ પાંચ ડૉકટરોની ટીમ દિવસ રાત હાજર રહેશે. જેમા મુખ્ય ડૉ. જે.કે. ગોસાઈ, ડૉ.આઈ.એસ.પટેલ, ડૉ.દિપક સોમાની, ડૉ.દિપેશ પુજારા અને ડૉ.ભરત પ્રજાપતિ સેવા આપશે. બાળકોને ખેંચ શ્વાસની બિમારી, એલર્જી, વજન વધારવા-ઘટાડવા, પથારીમાં પેશાબ, માનસિક બિમાર ૧૮ વર્ષ સુધીના બાળકોની સારવાર ઉપલબ્ધ કરાશે. ખરેખર ખેરાલુ શહેર જેવા આંતરિયાળ વિસ્તારમાં આવી અદ્યતન સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનતા અનેક બાળકોના જીવ બચશે તે નિશ્વિત વાત છે.

Leave a Reply

Top