You are here
Home > Local News > વિસનગર તાલુકાના પુદગામ ગૌચરમાં ગૌવંશ કતલખાનુ પકડાતા ગોરસ-VHP-બજરંગદળમાં રોષ

વિસનગર તાલુકાના પુદગામ ગૌચરમાં ગૌવંશ કતલખાનુ પકડાતા ગોરસ-VHP-બજરંગદળમાં રોષ

વિસનગર તાલુકાના પુદગામ ગૌચરમાં
ગૌવંશ કતલખાનુ પકડાતા ગોરસ-VHP-બજરંગદળમાં રોષ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગૌહત્યા રોકવા ભલે કેન્દ્ર સરકાર ગમે તેટલા કડક કાયદા બતાવે, પરંતુ ગૌવંશ હત્યા કરનારને કડકમાં કડક સજા કરવામાં નહી આવે ત્યાં સુધી ગૌમાતાની હત્યા થતી રહેશે. વિસનગર તાલુકાના પુદગામની સીમના ગૌચરમાં ગેરકાયદેસર રહેતો વ્યક્તિ ગૌવંશનુ કતલ કરતા હોવાની માહિતી મળતાજ તંત્ર દોડતુ થયુ હતુ. ગૌવંશના ધમધમતા કતલખાના મામલે ગોરસ, વી.એચ.પી., બજરંગદળ, ક્ષત્રીયસેના વિગેરે હિન્દુ સંગઠનોમાં ભોર રોષ ફેલાયો છે. પોલીસે રૂા.૪,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકાના પુદગામના ગૌચરમાં ગૌવંશનુ કતલખાનુ ઝડપાતા સમગ્ર પંથકમાં ફીટકાર અને રોષની લાગણી સાથે ચકચાર જાગી છે. તાલુકા પી.એસ.આઈ. એ.કે.વાઘેલા, કોન્સ્ટેબલ વનવિરસિંહ લાલસિંહ વિગેરે નાઈટ ડ્યુટીમાં હતા ત્યારે રાત્રે લગભગ ૩-૩૦ કલાકે પોલીસને માહિતી મળી હતી કે, પુદગામ સીમમાં ગૌચરના ઈંટવાડા વાળા ચરામાં રહેતો દેવીપૂજક કનુભાઈ અમરતભાઈ તેના છાપરા પાછળની ખુલ્લી જગ્યામાં ગાયોની કતલ કરી ગૌમાંસ એકઠુ કરી અલગ અલગ વાહનોમાં ભરી ધંધો કરી રહ્યો છે. ગૌહત્યા માટેનો કાયદો કડક હોવાથી પી.એસ.આઈ. એ.કે. વાઘેલા તાબડતોડ પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોચતા પોલીસને જોઈ ગાયોની કતલ કરનાર શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઈ ઝાડીમાં નાસી ગયા હતા. લાઈટના અજવાળે સ્થળ ઉપર જોતા પોલીસ કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા. સ્થળ પર ગાયોના શીંગડા સાથેના માથા, પાંચ હાડપીંજર, કપાયેલા પગના ઢગલાં, પશુઓની ખાલના ટુકડા, માસનો જથ્થો, લોખંડનો છરો વિગેરે વસ્તુઓ જોવા મળી હતી. છાપરા આગળ ચાર વાહનો પણ મળી આવ્યા હતા. ૪૦૭ મેટાડોર, રીક્ષા તથા સેન્ટ્રોકારમાં ગૌમાંસ ભરેલા કોથળા પડ્યા હતા. ગૌમાંસ ભરેલ વાહનોના પાયલોટીંગ માટે રાખવામાં આવેલ બાઈક પણ મળી આવ્યુ હતુ.
ગૌવંશ માસ છેકે અન્ય પશુનુ માંસ છે તેની ચકાસણી માટે ગૌમાંસ પરીક્ષણ વાન ગાંધીનગર યુનીટને મેસેજ કરતા તપાસણી અધિકારી શ્રીમતી એમ.એમ. પટેલ ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરનાઓ તાત્કાલીક કતલખાના સ્થળે આવ્યા હતા. જ્યાં ૨૫ જેટલા નમુના લઈ પરીક્ષણ કરવામાં આવતા તમામ નમુના ગૌમાંસના હોવાનુ જણાયુ હતુ. પોલીસે પ્રથમ રૂા.૫૦,૦૦૦ ની કિંમતનું ૫૦૦ કિલો ગૌમાંસ, હાડપીંજર તથા અન્ય અવશેષો એકઠા કરી ખાડો ખોદી તેનો નાશ કર્યો હતો. રૂા.૪,૩૫,૦૦૦ ની કિંમતના ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ વનવિરસિંહ લાલસિંહની ફરિયાદ આધારે પોલીસે ગૌહત્યારો દેવીપૂજક કનુભાઈ અમરતભાઈ તથા ગૌવંશની કતલમાં સામેલ અન્ય વાહનચાલકો વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગૌવંશની હત્યા કરનાર ગેરકાયદેસર છાપરૂ બનાવીને રહે છે ગૌવંશનુ ગેરકાયદેસર કતલખાનુ ચલાવનાર ઉપર તંત્રની મીઠી નજર હોય તેમ જણાય છે. દેવીપૂજક કનુભાઈ અમરતભાઈ પુદગામની સીમમાં ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર છાપરૂ બનાવીને રહે છે અને ગૌવંશનુજ કતલખાનુ ચલાવે છે. ગૌવંશની કતલ કરનાર કનુ દેવીપૂજક બીજા અનેક ગુનાઓમાં સંડોવાયો હોવાની પણ શંકા છે.
વિસનગરમાં ગૌવંશની માહિતી મળતાજ હિન્દુ સંગઠનો ચોકી ઉઠ્યા છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહેસાણા જીલ્લા પ્રમુખ વિનુભાઈ પટેલ(કાકા)એ ગૌવંશ હત્યારાઓ સામે રોષ ઠાલવતા જણાવ્યુ છેકે, આરોપીઓને પકડવામાં નહી આવે તો ઉગ્ર દેખાવ કરવામાં આવશે. ગોપાલક રત્નક સમિતિ(ગોરસ)ના જીલ્લા પ્રમુખ ખંડોસણવાળા શૈલેષભાઈ સાગરભાઈ રબારીએ જણાવ્યુ છેકે, ગૌવંશ હત્યાના વિરોધમાં તા.૯-૯-૨૦૧૯ ને સોમવારના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. ગૌમાતાની હત્યા કરનાર હત્યારાઓને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે.

Leave a Reply

Top