Select Page

એસ.કે.યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનના જન્મદિનની શાનદાર ઉજવણી

એસ.કે.યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનના જન્મદિનની શાનદાર ઉજવણી

ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નો અને માર્ગદર્શનથી

એસ.કે.યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનના જન્મદિનની શાનદાર ઉજવણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વ ફલક ઉપર આગવી છાપ સાથે પ્રગતિ કરી રહ્યો છે. ભારત દેશનું સફળ નેતૃત્વ કરી શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત-દિવસ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આવા કર્તવ્યનિષ્ઠ વિર પુરૂષ નરેન્દ્રભાઈ મોદીના ૬૯મા જન્મદિન પ્રસંગે વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણને લગતા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજી વડાપ્રધાનના સંદેશાને લોકો સુધી પહોચાડવામાં આવ્યો હતો.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૯મા જન્મદિનની ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિસનગરને શૈક્ષણિક નગરીનું બિરૂદ અપાવનાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નો અને માર્ગદર્શનથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજી વડાપ્રધાનના ૬૯માં જન્મદિનની ભવ્ય રીતે યાદગાર ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને વિશિષ્ટ શાળા વિકાસ સંકુલના સહયોગથી શહેરના રેલ્વે સર્કલથી ત્રણ દરવાજા ટાવર થઈ નુતન સર્વ વિદ્યાલય સુધી વિશાળ રેલી નિકળી હતી. આ રેલીમાં વડાપ્રધાનના પ્લાસ્ટીક મુક્ત ભારતના અભિયાનનો સંદેશાને લોકો સુધી પહોચાડવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. રેલી દરમિયાન શહેરની શાળાઓના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના ચહેરાનું માસ્ક પહેરી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. આ રેલીમાં શહેરની શાળાઓના આશરે રપ૦૦ વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો, આગેવાનો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ યુનિવર્સિટી અને નુતન વિદ્યાલયના સ્ટાફ મિત્રો, શિક્ષકો, તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામા જોડાયા હતા. રેલીમાં નરેન્દ્રભાઈ મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા લાગ્યા હતા. રેલીનું આમંત્રિત મહેમાનો દ્વારા લીલીઝંડી આપી રેલ્વે સર્કલથી પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. રેલી બાદ નુતન સર્વ વિદ્યાલય સંકુલમાં વડાપ્રધાનના ૬૯મા જન્મદિન પ્રસંગે ૬૯ કિલોની કેક કાપી વડાપ્રધાનના જન્મદિનની શુભેચ્છા પાઠવી ભગવાન તેમને દિધાર્યુ જીવન અર્પે તથા તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને તેમના નેતૃત્વમાં ભારત અખંડિત અને વિકસીત બની પરમ વૈભવના શિખરો સર કરે તેવી હૃદયપુર્વક પ્રાર્થના કરવામા આવી હતી. ત્યારબાદ રેલીમા જોડાયેલા તમામ શાળાઓના વિદ્યાર્થીઓ, સ્ટાફમિત્રો અને આગેવાનોને કેક આપવામા આવી હતી. આ પ્રસંગે શહેરના લોકો પ્લાસ્ટીક બેગની જગ્યાએ કોટન બેગ વાપરતા થાય તે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા રેલીમા જોડાયેલા રપ૦૦ વિદ્યાર્થીઓને આમંત્રિત મહાનુભાવોની હસ્તે કોટન બેગનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ સાથે વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, જળ સંચય, બેટી બચાવો-બેટી પઢાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા મહા અભિયાનો અને સંકલ્પોને લોકો સુધી પહોચાડવાનો પ્રયત્ન કરાયો હતો. જેમા યુનિવર્સિટી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક ફ્રી ભારત થીમ આધારીત પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજવામા આવી હતી. આ સ્પર્ધામાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમા વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપી પોત્સાહીત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જીલ્લાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા, પાણીનો બચાવ કરવા, તથા સ્વચ્છતા જાળવવા સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાનશ્રીના બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આજ દિવસે નુતન જનરલ હોસ્પિટલમાં જન્મ લેનાર ત્રણ બાળકીઓને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત કરી જન્મ લેનાર બાળકીના પિતાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ અને હોસ્પિટલ તરફથી બાળકીને બેબી કીટ અને માતાને ૧ કિલો સુખડી તથા રોટરી કલબ ઓફ વિસનગર તરફથી માતૃકીટ આપવામા આવી હતી. વિસનગર તાલુકાના ગામડાઓમા વસતા ગરીબ લોકોના આરોગ્યને ધ્યાને રાખીને યુનિવર્સિટી સંલગ્ન નુતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજવામા આવ્યો હતો. આ સાથે નુતન જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફુટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ ઉજવણી પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દે
શનો દરેક ક્ષેત્રે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે શિક્ષણ, આરોગ્ય જેવી અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેમા વડાપ્રધાનનું સ્વચ્છ ભારત મહાઅભિયાન સમગ્ર દેશમાં ફેલાયુ હતુ. તેમ પ્લાસ્ટીક મુક્ત ભારતનું અભિયાન પણ જનક્રાન્તિ સાબિત થશે. અને પર્યાવરણ બચાવવાથી દેશમાં મહત્વનું પગલુ ગણાશે. આ ઉજવણીમા મહેસાણા જીલ્લાના સાંસદ શારદાબેન પટેલ,ઉંઝાના ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલ, જીલ્લા કલેકટર એચ.એ.પટેલ, સામાજીક કાર્યકર કાજલબેન શિંગલા, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પુર્વ મંત્રી અને મહેસાણા એપીએમસીના ચેરમેન ખોડાભાઈ પટેલ, ડી.ડી.ઓ. એમ. વાય.દક્ષિણી, પ્રાન્ત અધિકારી કે.પી.પાટીદાર, મામલતદાર એ.એન.સોલંકી, વિસનગર તાલુકા મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, સંસ્થાના ટ્રસ્ટી ડૉ.એલ.કે.પટેલ, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, કિર્તીભાઈ પટેલ કલાનિકેતન, રાજુભાઈ પટેલ (આર.કે.) પાલિકાના પુર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, અને લાલાભાઈ રબારી, પીનાબેન શાહ નુતન સર્વ વિદ્યાલયના પ્રિન્સીપાલ મનુભાઈ નાયક, કામીનીબેન પટેલ સમર્થ, પાલિકા સદસ્યો, વિસનગરના સામાજીક, સહકારી અને ભાજપના આગેવાનો, યુનિવર્સિટીના ડીન વી.કે.શ્રીવાસ્તવ, તમામ સંસ્થાઓના પ્રિન્સીપાલશ્રીઓ, સ્કુલના આચાર્યો, ટ્રસ્ટીશ્રીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us