You are here
Home > Editor Pick's > તંત્રી સ્થાનેથી…દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે

તંત્રી સ્થાનેથી…દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે

તંત્રી સ્થાનેથી…

દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે

ભારત દેશનું અર્થતંત્ર ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. તેને દોડતું કરવા માટે સરકાર દ્વારા જુદી જુદી જાહેરાતો કરવાનું શરૂ થઈ ગયું છે તે પૈકી સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે. આવી જ રીતે રીયલ એસ્ટેટ ખાતે પણ રેરા જેવા કડક કાયદાઓ બનાવવાના કારણે તેમાં ભારે મંદી જોવાઈ રહી છે. ઓટો મોબાઈલ ક્ષેત્રે પણ ભારે મંદી જોવાઈ રહી છે. મારુતિ જેવી કંપનીએ તેના ૩૦ હજાર કારીગરો છુટા કર્યા છે. પારલેજી કંપની કે જે કંજ્યુમર આઈટમનું ઉત્પાદન કરે છે. તેમાં પણ મંદીના કારણે તેના કર્મચારીઓને છુટા કર્યા છે. હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં છે. મોરબીના હજારો ટાઈલ્સના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. જેને લઈને અર્થતંત્ર દિવસે દિવસે પાંગળુ થતું જાય છે. સરકાર કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો જેને લઈને ઉત્પાદન કરતી કંપનીઓને ટેક્સમાં ફાયદો થવાથી ઉત્પાદન કિંમત ઘટશે જેથી કંપનીના નફામાં વધારો થશે. નફો વધે એટલે કંપનીઓ શેર હોલ્ડરોને ઊંચુ ડીવીડન્ડ ચુકવે જેથી શેરના ભાવો એક દિવસમાં છેલ્લા કેટલાક વર્ષમાં નથી વધ્યા તેના કરતાં વધારે ૨૨૦૦ સેન્સેક્સ વધ્યો. શેરના ભાવ વધવાથી પાયાના ગરીબના ઘરમાં શું આવવાનું? જે લોકો શેર ધારક છે તે ગરીબ વર્ગથી ઉપરના વર્ગના છે. કોર્પોરેટ ટેક્સ ઘટવાથી કંપનીનો નફો વધવાથી જે લોકો રીયલ ગરીબ છે તેમના ઘરમાં ઘણો ઓછો ફાયદો આવવાનો. આવી રીતે ગુજરાત સરકારે રીયલ એસ્ટેટમાં એફ.એસ.આઈ.માં વધારો આપવાની જાહેરાત કરી. રીયલ એસ્ટેટને તંદુરસ્ત કરવાનો પ્રયત્ન તંત્રએ કર્યો છે. પણ તે કેટલો સફળ બનવાનો? ૬૦ માળની બિલ્ડીંગની મંજુરી સરકાર આપશે પણ તેજ સરકારે રેરાનો કાયદો પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો કરવાનો છે. બિલ્ડરો મોટી મોટી ઈમારતો વેપાર કરવા માટે બનાવે છે. ૬૦ માળની ઈમારત ત્રણ વર્ષમાં બની શકે નહિ અને વેચાય નહિ જેથી અર્થતંત્રને જાગતું કરવા માટેની તંત્રની જાહેરાતો ખોટી સાબીત થવાની છે. વ્યક્તિ બિમાર પડે ર્ડાક્ટર પાસે જાય ત્યારે ર્ડાક્ટર શું ખાધુ હતું, શું કર્યુ હતુ તેની પૂરી તપાસ કર્યા બાદ બિમારીનું કારણ શોધીને દવા આપે છે. ખાવાથી ડાયેરીયા થાય પેટમાં દુખે પણ ખરું. ર્ડાક્ટર ડાયેરીયા અને પેટના દુખાવાની દવા સાથે આપે તો દર્દી સાજો થઈ જાય. એકજ દર્દની દવા અપાય તો દર્દી સાજો થાય નહિ. આવું કંઈક અત્યારે આપણા નબળા પડેલા અર્થતંત્ર માટે છે. અર્થતંત્ર કયા કારણોસર નબળું પડ્યું તેની તપાસ કર્યા વિના સરકાર ટેક્સો ઘટાડવાની જાહેરાતો કરે છે તે કદિ પરિણામ લાવી શકવાની નથી. પાયાનો વ્યક્તિ સધ્ધર થશે તોજ અર્થતંત્ર દોડતું થવાનું છે. જે સમયે નોટબંધી લાવવામાં આવી ત્યારે બેન્કોને નોટો બદલી આપવાની છૂટછાટનો દુરુપયોગ કરી બેન્કોએ કાળાનાણાં બદલી નાંખ્યા પણ આ કાળુનાણું બજારમાંથી નીકળી સોના ચાંદીમાં અને પરદેશ જતું રહ્યું. ત્યારબાદ લવાયો ય્જી્‌નો કાયદો. આને લઈને વેપાર રોજગાર ભાંગી પડ્યા. આજની તારીખ સુધીમાં બજારમાં મંદી દેખાઈ રહી છે. સરકારે જો અર્થતંત્રને ફરીથી દોડતું કરવું હશે તો કાળુનાણું વેપાર ઉદ્યોગમાં પાછુ આવે તેવા રસ્તાઓ આંખ આડા કાન કરી ખુલ્લા કરવા પડશે. દવાઓમાં સ્ટેરોઈડ તે એક પ્રકારનું ઝેર ગણવામાં આવે છે પણ જ્યારે માણસ મરવા પડ્યો હોય ત્યારે ર્ડાક્ટરો સ્ટેરોઈડના ઈન્જેક્શનો આપી દર્દીને જીવતો રાખે છે. તે સમયે સ્ટેરોઈડ ઝેર છે તેવું ર્ડાક્ટર કે દર્દીના સગા ગણતા નથી. પ્રવર્તમાન સંજોગોમાં દેશનું અર્થતંત્ર માંદુ પડી મરવાના વાંકે જીવી રહ્યું છે. નોટબંધી વખતના મનમોહન સિંહના ઉદ્‌ગારો સાચા પડી રહ્યા છે. રોજેરોજ ઉદ્યોગ-ધંધા બંધ થવાના સમાચારો મળે છે. એવા સમયે અર્થતંત્રને દોડતું કરવા માટે બજારમાં કાળુનાણું પરત આવે તેવા રસ્તા ખોલવાજ પડશે તો જ ભારત દેશનું અર્થતંત્ર ફરીથી દોડતું થઈ જશે. કાળુનાણું સમગ્ર વિશ્વમાં છે. વર્ષો પહેલા અમેરીકામાં કાળાનાણાંનો વ્યવહાર ૦.૪ % હતો. તે સમયે અમેરીકાનું અર્થતંત્ર તુટ્યુ. ટ્રમ્પના આવ્યા પછી કાળાનાણાંનો રેસીયો ૧૭% થયા પછી અમેરીકાનું અર્થતંત્ર ફરીથી દોડતું થયું છે. ભારત દેશ માટે પણ આવુંજ છે.

Leave a Reply

Top