You are here
Home > 2019 > September (Page 2)

ગોવિંદચકલા વિસ્તારની મહિલાઓ રણચંડી બનતા પાણીનો ફોર્સ વધ્યો

પાલિકામા હલ્લો થતા પ્રમુખ દોડતા આવ્યા ગોવિંદચકલા વિસ્તારની મહિલાઓ રણચંડી બનતા પાણીનો ફોર્સ વધ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગોવિંદ ચકલા વિસ્તારની સોસાયટીઓમા છેલ્લા ઘણા સમયથી અનિયમિત સફાઈ તથા અપુરતા પાણીનો પ્રશ્ન સતાવતા આ વિસ્તારની મહિલાઓએ પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. પાલિકામા મહિલાઓએ હોબાળો કર્યા હોવાનુ જાણી પ્રમુખ દોડતા પાલિકામા આવી પહોચ્યા હતા. મહિલાઓએ રણચંડીનુ સ્વરૂપ ધારણ કરતા બીજાજ…

કેનાલોમાં ગટરના પાણી ઠલવતા કનેક્શનો બંધ કરવા તાકીદ

ગેરકાયદેસર ગટરલાઈનનુ કામ અટકાવવા પાલિકા સભ્ય તેમજ ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ પરેશભાઈ પટેલને નોટીસ કેનાલોમાં ગટરના પાણી ઠલવતા કનેક્શનો બંધ કરવા તાકીદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં અત્યારે પાલિકાની કોઈપણ મંજુરી વગર ગેરકાયદેસર ગટરલાઈન નાખવાનો વિવાદ વકર્યો છે. પાલિકા દ્વારા પાલિકાના સભ્ય અને ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ પરેશભાઈ પટેલને ગટરલાઈન કામ અટકાવવા નોટીસ આપવામાં આવી છે. ત્યારે પરેશભાઈ પટેલે…

ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા

લોકોને દેખાતા ખાડા પાલિકાના જવાબદારોને દેખાતા નથી ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા તંત્રનો વહિવટ ખાડે જતા અત્યારે શહેરમાં અનેક ઠેકાણે રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. મુખ્ય રોડ ઉપરના ખાડા તાત્કાલીક પુરવામાં નહી આવતા વરસાદી પાણી ભરાતા અજાણ્યા વાહન ચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે. ચોમાસામાં ખાડા પડે…

હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવતા મૃત્યુ

જીલ્લા આરોગ્ય ટીમે સમગ્ર ગામમાં તપાસ કરી હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવતા મૃત્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કુતરૂ કરડતાં તેને સામાન્ય ગણી હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવવી તે આત્મઘાતી ગણી શકાય. વિસનગર તાલુકાના મગરોડામાં એક વ્યક્તિને કુતરૂ કરડ્યા બાદ રસી નહી લેતા હડકવાની અસર થઈ હતી. જેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં ચૌધરી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ…

મહેસાણા ફોરલેન રોડમાં વાહનચાલકો ઉપર ભમતુ મોત

કારની ટક્કરથી એમ.એન.કોલેજના પૂર્વ પ્રધ્યાપકનું મૃત્યુ મહેસાણા ફોરલેન રોડમાં વાહનચાલકો ઉપર ભમતુ મોત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર મહેસાણા રોડ ફોરલેન બની ગયા બાદ પીપરાણી માર્બલથી મહેસાણા ચાર રસ્તા સુધીનો રોડ અકસ્માત ઝોન બની જતા આ ભાગમાં વાહનચાલકો ઉપર મોત ભમી રહ્યુ છે. એમ.એન.કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક વિસનગરા નાગર સમાજના બુજુર્ગ એક્ટીવા ઉપર પસાર થતા હતા ત્યારે મહેસાણા…

Top