Select Page

પોલીસ સ્ટેશન આગળ પોલીસની છત્રછાયામાં ગેરકાયદેસર પાર્કિંગથી વાહનોનો ખડકલો

પોલીસ સ્ટેશન આગળ પોલીસની છત્રછાયામાં  ગેરકાયદેસર પાર્કિંગથી વાહનોનો ખડકલો

પોલીસ સ્ટેશન આગળ પોલીસની છત્રછાયામાં
ગેરકાયદેસર પાર્કિંગથી વાહનોનો ખડકલો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નવરાત્રીના પ્રારંભે ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ વિસનગર પોલીસ સ્ટેશન આગળ વાહનોનો ખડકલો કરી દીધો હતો. ગેરકાયદેસર પાર્કિંગ જોઈ સૌ કોઈ બોલી ઉઠતું હતું કે, પોલીસ સ્ટેશન આગળજ જો ગેરકાયદેસર પાર્કિંગ થતુ પોલીસ અટકાવી શકતી ન હોય તો અન્ય વિસ્તારમાં ગેરકાયદેસર પાર્કિંગ ન થાય તેવી અપેક્ષા ક્યાંથી રાખવી?
તહેવારોના સમયે વિસનગરના મેઈન બજારમાં ભારે ઘરાકી નીકળે છે. ગામડામાંથી ગ્રાહકો વાહનો લઈને આવતા હોવાથી પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહી હોવાથી ગેરકાયદેસર પાર્કિંગ કરવા પ્રેરાય છે. તા.૨૯-૯ ના રોજથી નવરાત્રીનો પ્રારંભ થવાનો હતો. ત્યારે ૨૮-૯ ના રોજ બજારોમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકોએ પોતાના વાહનોનું સીટી પોલીસ સ્ટેશન સામેજ જાહેર રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ કર્યુ હતું. જાણે કાયદેસરનું પેય પાર્કિંગ હોય તેમ રોડની બન્ને બાજુ વાહનો ગોઠવાઈ ગયા હતા. જાહેર રોડ ઉપર અને હાઈવે ઉપર પોલીસ ટ્રાફીક કામગીરીમાં વાહનોને દંડ ફટકારે છે. જ્યારે પોલીસ સ્ટેશજ આગળજ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસ લાચાર બની હતી. રોડ ઉપરથી આવતા જતા લોકોને ટ્રાફીક સમસ્યા નડી હતી. જેમણે પોલીસની નિષ્ક્રીય કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us