Select Page

તળાવ બ્યુટીફીકેશન માટેના ચાર કરોડનુ ધોવાણ નક્કી પીંડારીયા તળાવની નવી બનાવેલ દિવાલ નમી

તળાવ બ્યુટીફીકેશન માટેના ચાર કરોડનુ ધોવાણ નક્કી પીંડારીયા તળાવની નવી બનાવેલ દિવાલ નમી

તળાવ બ્યુટીફીકેશન માટેના ચાર કરોડનુ ધોવાણ નક્કી
પીંડારીયા તળાવની નવી બનાવેલ દિવાલ નમી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા પીંડારીયા તળાવના બ્યુટીફીકેશનનુ કામ ચાલી રહ્યુ છે. તળાવના વિકાસની કામગીરી ગેરરીતી અને ભ્રષ્ટાચારવાળી હોવાની અનેક વખત બુમરાડ થઈ છે. ત્યારે વરસાદના કારણે નવી બનાવેલ દિવાલ નમી પડતા ભ્રષ્ટાચારની બુમરાડ સાચી પડતી હોવાનું જણાય છે. પાલિકા કોન્ટ્રાક્ટર સામે પગલા ભરે છેકે છાવરે છે તે જોવાનુ રહ્યું.
વિસનગર પાલિકા દ્વારા રૂા.૪ કરોડના ખર્ચે પીંડારીયા તળાવના બ્યુટીફીકેશનનુ કામ ચાલી રહ્યુ છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા તળાવ વિકાસની જે કામગીરી ચાલી રહી છે તેમાં મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી થતી હોવાની ફરિયાદો અને રજુઆતો થતી આવી છે. પરંતુ કોન્ટ્રાક્ટરને જાણે કોઈના આશિર્વાદ હોય તેમ બિન્દાસ્ત રીતે પોતાની રીતે કામ કરતો આવ્યો છે. ભ્રષ્ટાચારીઓના બોર્ડમાં તળાવની કામગીરીમાં થતો મોટો ભ્રષ્ટાચાર કોઈ નહી રોકી શકતા તળાવ બ્યુટીફીકેશન માટે ખર્ચેલા ચાર કરોડનું ધોવાણ નક્કી છે.
પીંડારીયા તળાવ વિસ્તારમાં લાલ બંગલાથી એન્ટ્રી લેતા સામેના વડલાના પાછળના ભાગથી કોન્ટ્રાક્ટર દ્વારા વુડન ડીઝાઈનની તળાવની ફરતે વૉલ બનાવવામાં આવી છે. ત્યારે વરસાદના કારણે વરંડાના ભાગે પાણી ભરાતા વડલાના પાછળના ભાગની દિવાલ તળાવ સાઈડે નમી પડી છે. દિવાલ વચ્ચેથી જુદી થઈ ગઈ છે. આ અગાઉ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં હલકી ગુણવત્તાનું કામ થયુ હોવાનું પ્રચાર અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જોકે ભ્રષ્ટાચારના આક્ષેપો સાંભળી પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસર જાણે ટેવાઈ ગયા હોય તેમ ગેરરીતીપૂર્ણ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કોઈ પગલા નહી ભરતા હલકી ગુણવત્તાની કામગીરીથી દિવાલ નમી પડી હોવાનો વધુ એક બનાવ બન્યો છે. તળાવની ચારેબાજુ બનાવવામાં આવેલ સંરક્ષણ દિવાલમાં પણ મોટા ગાબડા પડ્યા છે. દિવાલની અંદરની માટી ધોવાઈ ગઈ છે. તળાવના ઢાળમાં ગોઠવેલ પથ્થરની નીચે પોલાણ થઈ ગયુ છે. જેના કારણે વુડન ડીઝાઈનની અન્ય દિવાલો પણ ભવિષ્યમાં નમી પડવાની પુરેપુરી શક્યતા છે. જોકે પાલિકા અને ભ્રષ્ટાચાર એક બીજાના પર્યાય થઈ ગયા હોવાથી આ ભ્રષ્ટાચારી બોર્ડમાં તળાવ પાછળ ખર્ચેલા રૂા.૪ કરોડનું ચોક્કસ ધોવાણ થાય તેવુ જણાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts