Select Page

ભાજપના અજમલજી ઠાકોરની ર૯૦૯૧ મતે ભવ્ય જીત

ભાજપના અજમલજી ઠાકોરની ર૯૦૯૧ મતે ભવ્ય જીત

જિલ્લા ભાજપની ટીમે ખેરાલુ વિધાનસભામાં રંગ રાખ્યો

ભાજપના અજમલજી ઠાકોરની ર૯૦૯૧ મતે ભવ્ય જીત

ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના નાના કાર્યકરોની આ જીત છે- જિલ્લા ભાજપ પ્રમુખ

કયા તાલુકામાં કોને કેટલી લીડ મળી
ઉમેદવાર                                 બેલેટ    સતલાસણા    ખેરાલુ     વડનગર       ટોટલ
અજમલજી ઠાકોર – ભાજપ         ૯ર      ૧૯૩૯૪        રપ૬રર    ૧પ૭૬૭      ૬૦૮૭પ
બાબુજી ઠાકોર – કોંગ્રેસ               ર૭      ૯૭૭૦           ૧૪રર૦    ૭૭૬૭         ૩૧૭૮૪
લીડ                                          ૬૫      ૯૬૨૪           ૧૧૪૦૨    ૮૦૦૦         ર૯૦૯૧

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
                 ખેરાલુ વિધાનસભામાં ર૦૦રની સાલમા રમીલાબેન દેસાઈ ૧૮૯ર૩ મતે આજીવન પુર્વ ધારાસભ્ય આદરણીય સ્વ.શંકરજી ઠાકોર સામે જીત્યા હતા તે પછી ખેરાલુ વિધાનસભામાં કયારેય કોંગ્રેસ જીત્યુ નથી રમીલાબેન દેસાઈ પછી સ્વ.શંકરજી ઠાકોરના પુત્ર ભરતસિંહ ડાભી ૧૭૩ર૩ મતે જીત્યા હતા તે પછી ર૦૧રમા પણ ભરતસિંહ ડાભી ૧૮૩૮૬ મતે જીત્યા હતા ત્યારબાદ ર૦૧૭ની ચુંટણીમા ત્રિપાંખીયા જંગમા ભરતસિંહ ડાભી ર૧૪૧પ મતે જીત્યા હતા ત્યારબાદ ભરતસિંહ પાટણ-સાંસદ પદે ભવ્ય રીતે જીત્યા પછી ર૦૧૯ની પેટા ચુંટણીમા અજમલજી વલાજી ઠાકોર ર૯૦૯૧ મતની ભવ્ય લીડ માત્ર ૪૬.૧૯% મતદાનમાં મળી હતી. ૯૬૮ર૪ મતદાનમાંથી કોંગ્રેસના બાબુજી ઠાકોર ભાજપની લીડ કરતા માત્ર ૨૬૯૩ મત વધારે મળ્યા હતા. ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણી ટાણે એવી અફવા શરૂ થઈ હતી કે ચુંટણીનો કબ્જો જિલ્લા ભાજપે લઈ લીધો છે. કાર્યકરો નારાજ છે. ત્રણે તાલુકાના સરપંચો અને તાલુકા પંચાયત ડેલીગેટો નારાજ છે. ભરતસિંહ ડાભી પણ તેમના ભાઈઓને ભાજપે ટીકીટ ન આપતા નારાજ છે. ખેરાલુ પાલિકામાં ભાજપના શાસનના કારણે લોકોએ કોંગ્રેસ તરફી વોટીંગ કર્યુ છે. આ તમામ અફવાઓનું ચુંટણીના રીજલ્ટે ખંડન કરતા હોય તેમ ભાજપને ભવ્ય લીડ અપાવી છે.
                આ બાબતે ખરી હકીકત જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ પટેલે ખેરાલુ વિધાનસભા માટે તેમની ટીમ સાથે અભુતપુર્વ ચુંટણી આયોજન કર્યુ જેમા જિલ્લા ભાજપ મહામંત્રી પંકજભાઈ ચૌધરીએ તમામ ટીમના સંચાલનની દેખરેખ રાખી હતી. સતત ૧૫ દિવસ સુધી ખેરાલુમાં રહીને જે અભુતપુર્વ નેટવર્કનુ ધ્યાન આપ્યુ હતુ. ચુંટણીના મુખ્ય કાર્યાલય સ્પાન બજાર ખાતે જિલ્લા બક્ષીપંચ મોરચાના પુર્વ પ્રમુખ નરેશભાઈ બારોટે અભુતપુર્વ રીતે સંચાલન કરી જવાબદારી સંભાળી હતી. જિલ્લાના તમામ ધારાસભ્યો જેમા ઋષિકેશભાઈ પટેલ (વિસનગર), રમણભાઈ પટેલ (વિજાપુર), કરશનભાઈ પરમાર (કડી), આશાબેન પટેલ (ઉંઝા), અમીત ચૌધરી (પુર્વધારાસભ્ય માણસા), સરદારભાઈ ચૌધરી અને ભીખાલાલ ચાચરીયા સહિત પુર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, પુર્વ સાંસદ નટુજી ઠાકોર તથા પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈની ટીમે ગામેગામ પ્રવાસ કર્યો હતો. ગામેગામ દરેક બુથ પ્રમાણે કાર્યકરોને જિલ્લા ભાજપે જવાબદારી સોંંપી હતી. જિલ્લા ભાજપના અશોકભાઈ ચૌધરી, શિવમભાઈ રાવલ, દેવેન્દ્રસિંહ ઠાકોર, રૂપલભાઈ પટેલ સહિત ગણ્યા ગણાય નહી એટલા કાર્યકરોએ જવાબદારી સ્વીકારી હતી. નાના કાર્યકરો અજમલજી ઠાકોરને ભાજપે વિધાનસભાની ટીકીટ આપતા ખેરાલુ શહેર ભાજપ ટીમ ખેરાલુ પાલિકા ટીમ, ખેરાલુ શહેર મહિલા મોરચાની ટીમે કામગીરી સંભાળી હતી. પુર્વ સાંસદ જયશ્રીબેન પટેલ અને પ્રભારી વિભાવરીબેન દવેને તાલુકામાં લોકો સામેથી એવુ કહેતા હતા કે બેન હવે પ્રચાર બંધ કરો એક વોટ અમે કોંગ્રેસમાં જવા નહી દઈએ. ખેરાલુ વિધાનસભામાં ગામેગામ સાત જિલ્લા સીટો અને ૪ર તાલુકા પંચાયત સીટોમાં ગુપ્ત રીતે સંઘના કાર્યકરોએ પ્રચાર કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના કાર્યકરો કયારેય કોઈપણ જગ્યાએ ભાજપની ઓફીસમાં ગયા નથી. મોટાભાગના સંઘના કાર્યકરો પ્રચાર કરવા બસમાં મુસાફરી કરતા હતા આવા અભુતપુર્વ આયોજનને કારણે ભાજપની ભવ્ય જીત થઈ હતી. વડનગર તાલુકામાં સુનીલભાઈ મહેતા, યશવંતસિંહ (માટેલ હોટલ) દ્વારા માઈક્રોપ્લાનીંગ કર્યુ હતુ. સતલાસણા તાલુકામાં તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમારના અભુતપુર્વ આયોજનથી તાલુકા ભાજપની ટીમે દિવસ રાત કામ કર્યુ હતુ. તેની સામે કોંગ્રેસ દ્વારા જાહેર પ્રવાસો કર્યા પણ ભાજપની સરખામણીમાં કાર્યકરો કામ કરતા નહોતા લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભાજપની ગરીબલક્ષી સેવાઓ અને યોજનાઓને કારણે ખોબલે ખોબલે મત આપ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us