You are here
Home > Local News > કાંસાના વિકાસમાં જશુભાઈનું મહત્વનુ યોગદાન-નિતિનભાઈ પટેલ

કાંસાના વિકાસમાં જશુભાઈનું મહત્વનુ યોગદાન-નિતિનભાઈ પટેલ

કાંસામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ‘મા’ના રસોડાનું લોકાર્પણ કરાયુ
કાંસાના વિકાસમાં જશુભાઈનું મહત્વનુ યોગદાન-નિતિનભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કાંસા ગામમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગામના ભાણેજ નિતિનભાઈ પટેલના હસ્તે ગત મંગળવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે નવિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને અંબાજી સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવેલ મા ના રસોડાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગામના અગ્રણી અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, ગામના પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન કથાકાર ર્ડા.કૃણાલભાઈ શાસ્ત્રીજી, એસ.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, બી.એચ.ઓ.શુકલાબેન રાવલ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, ર્ડા.પી.એમ.જોષી, વિસનગર મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, રાજુભાઈ પટેલ(આર.કે.જ્વેલ્સ), અમરસિંહ પરમાર, સતીષભાઈ પટેલ(શંકર છાપ તમાકુવાળા), કે.કે.ચૌધરી, મહેન્દ્રભાઈ પટેલ(કમાણા), તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી, પ્રવિણભાઈ પટેલ, દાતાશ્રી દશરથભાઈ એચ.પટેલ, કે.સી.પટેલ સહિત આરોગ્ય ખાતાના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિસનગર તાલુકાના કાંસા ગામના અને ભાજપના પાયાના સંનિષ્ઠ આગેવાન જશુભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ગામનો દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. ગામના તથા આજુબાજુના ગામના દર્દીઓને ઝડપી અને સારી આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે જશુભાઈ પટેલની રજુઆતથી તેમના વર્ષો જૂના મિત્ર અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કાંસા ગામ વિસનગરથી નજીક હોવા છતાં ખાસ કિસ્સામાં કાંસા ગામમાં આધુનિક સુવિધાવાળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા રૂા.૧.૧૦ કરોડની માતબર રકમ મંજુર કરી હતી. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ગામના દાતાઓના સહયોગથી બનાવેલ મા ના રસોડાનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કાંસા મારૂ ઘર ગણાય. હું ગામના દરેક કાર્યક્રમોમાં હાજર રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ગંભીર બિમારીમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે મા-કાર્ડ જેવી અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાખ્ખો દર્દીઓએ લાભ લીધો છે. અત્યારે ગુજરાતના આરોગ્યમંત્રી તરીકે રાજ્યના તમામ શહેરો અને ગામડાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધા આપવાની મારી ફરજ છે. સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લોકોને પુરતી સુવિધા પુરી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. જેમાં એસ.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગરમાં મેડીકલ કોલેજ બની છે. જેનો ગુજરાતના વિદ્યાર્થીઓનો મોટો લાભ મળી રહ્યો છે અને મળશે. જ્યારે ગામના આગેવાન જશુભાઈની વાત કરતા જણાવ્યુ હતું કે, હું વર્ષ ૧૯૯૦ માં સૌ પ્રથમવાર ધારાસભ્ય બન્યો ત્યારથી જશુભાઈ મારા મિત્ર છે. જશુભાઈએ ગામના વિકાસ માટે અથાગ પ્રયન્તો કર્યા છે. જશુભાઈએ બેંક જેવી સુવિધા ધરાવતી ક્રેડીટ સોસાયટી ઉભી કરી છે. તાલુકામાં અને ખાસ કરીને કાંસા ગામના વિકાસમાં જશુભાઈનું મહત્વનું યોગદાન છે. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર અનામત આંદોલનને યાદ કરતા જણાવ્યુ હતું કે, તે વખતે ભાણાને(મને) ગામમાં આવવા દેતા નહતા. ગામમાં ભાણાને આવવાની છુટ તેવુ પણ ક્યાંય બોર્ડ લગાવ્યુ નહતુ. તેમની વાત સાંભળી લોકોમાં હાસ્યનું મોજુ ઉભુ થયુ હતુ. નાયબ મુખ્યમંત્રીએ મા નુ રસોડુ શરૂ કરી ગામના વૃધ્ધો અને બહારગામથી એકાદ-બે દિવસ માટે ગામમાં આવતા લોકોને રૂા.૩૫ માં શુધ્ધ ભોજન આપવાના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. વધુમાં તેમને વિસનગર એપીએમસીમાં અપાતા ભોજનાલયમાં ભોજનની પણ ભારોભાર પ્રશંસા કરી હતી. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કાંસા ગામના કોઈપણ વિકાસકામની રજુઆતમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને વારંવાર રજુઆત કરવી પડતી નથી. કાંસા ગામ તથા વિસનગર તાલુકાના વિકાસમાં નિતિનભાઈનો ફાળો છે. નિતિનભાઈ પટેલ પાણીદાર નેતા અને ઉત્તર ગુજરાતનું ઘરેણું છે. જ્યારે ગામના અગ્રણી જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કાંસા ગામ વિસનગરથી નજીક હોવાથી નિયમોનુસાર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાવવુ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. પરંતુ નિતિનભાઈના લીધે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાવવુ શક્ય બન્યુ છે. નિતિનભાઈએ ગામના વિકાસ માટે તમામ મદદ કરી છે. જ્યારે એસ.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનુ વિસનગર તાલુકાના વિકાસમાં મહત્વનું યોગદાન છે. નિતિનભાઈના સહયોગથી વિસનગરને મેડીકલ કોલેજ મળી છે. જેનો વિસનગર તાલુકા સહિત ગુજરાત ભરના વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. વધુમાં તેમને ગોઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જેમ કાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રજ્ઞાચક્ષુ કથાકાર ર્ડા.કૃણાલભાઈ શાસ્ત્રીજીએ આશિર્વચન પાઠવતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને ધન્વંતરી ભગવાન તરીકે ગણાવી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા મા નુ રસોડુ શરૂ કરવા બદલ તમામને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગામના દરેક સમાજના આગેવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીનુ શાલ, મોમેન્ટો અને ફુલહાર કરી બહુમાન કરવામાં આવ્યુ હતુ. તેમજ સરકારના પ્લાસ્ટીકમુક્ત ભારતના સંદેશાને લોકો સુધી પહોચાડવા માટે ગામની મહિલાઓને કાપડની થેલીઓનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ૧૦ થી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરાયુ હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન કાંસા પીપલ્સ ક્રેડીટ સોસાયટીના મેનેજર કૌશિકભાઈ પટેલ, ડી.એમ.પટેલ તથા તેમની ટીમે કર્યુ હતુ. આભારવિધિ ગામના નિવૃત્ત આચાર્ય કાન્તિભાઈ ઝ. પટેલે કરી હતી.

Leave a Reply

Top