Select Page

તંત્રી સ્થાનેથી…આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ

તંત્રી સ્થાનેથી…આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ

તંત્રી સ્થાનેથી…

આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ

નવા વર્ષનો સંકલ્પ આપણી જાત માટે એક મોટું કમિટમેન્ટ છે, પંરતુ તે હાંસલ કરવા અથવા જાળવી રાખવા માટે ખૂબ જ મુશ્કેલ છે. નવા વર્ષના પ્રથમ દિવસે આપણે હંમેશા સારૂ કરવા માટે જાતને વચન આપીએ છીએ. પરંતુ બહુ જ ઓછા ટકા લોકો તેમના સંકલ્પને વળગી રહેવા સક્ષમ છે. જ્યારે કેટલાક અડધે રસ્તે પહોંચીને નિષ્ફળ જાય છે, ત્યારે અન્ય કેટલાક લોકો તેને સંપૂર્ણપણે હાંસલ કરી શકે છે. નવુ વર્ષ એ આગામી ૧૨ મહિનાનું મૂલ્યાંકન કરવા, અને આગામી વર્ષોમાં કંઈ ટેવો આપણે પાડવી જોઈએ અને શું આપણે પાછળ છોડીશું, તે નક્કી કરવા માટેનો યોગ્ય સમય છે. જ્યારે એક સંકલ્પ તરીકે તંદુરસ્ત જીવનશૈલી પસંદ કરવાનું આવે છે, ત્યારે ઘણાં નિષ્ફળ જાય છે. એનું સરળ કારણ એ છે કે હાંસલ ન થઈ શકે તેવા ગોલ નક્કી કરી નાખીએ છીએ અને પછી કમિટમેન્ટનો અભાવ રહે છે. ‘કમિટમેન્ટ’ અહી ચાવીરુપ શબ્દ છે. રોજ એક નવો દિવસ ઊગે છે જ્યાં આપણે એક નવું સંકલ્પ બનાવી શકીએ છીએ અને ફરીથી શરુઆત કરી શકીએ છીએ. તેથી, ચાલો ઘણા નવા તંદુરસ્ત સંકલ્પો સાથે ૨૦૨૦ નું સ્વાગત કરીએ જે વધુ તંદુરસ્ત શરીર અને મન તરફ દોરી જાય. તમારા દિવસની શરુઆત ગરમ અથવા સામાન્ય પાણીથી કરો. તંદુરસ્ત રહેવા માટે યોગ્ય પ્રમાણમાં વહેલી સવારે પાણી પીવું એ હેલ્ધી રહેવાનું મુખ્ય તત્વ છે. જો તમે વધુ પાણી પીતા હોવ તો સારું જેથી તમે ખાંડવાળા પીણા ઓછા પીશો, જે સારી વાત છે. વજન ઘટાડવાનું ધ્યેય બહુ ઊંચુ ન રાખવું. એક વાસ્તવિક ધ્યેય રાખો જે સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. અઠવાડિયામાં પાંચ દિવસ એક કલાક માટે કોઈપણ એક કસરત કરવાનું શરુ કરો. રોજ સવારે ૩૦ મીનીટ યોગા કરો. તમારું વજન ઓછું કરો અને તમારા નિર્ધારીત સંકલ્પ સુધી પહોચો. આપણે એ હકીકત સ્વીકારવાની જરુર છે કે આપણે એક જ જીવનશૈલીને ખુબ જ લાંબા સમય સુધી ફોલો કર્યે રાખી. તેથી, તેને બદલવી એ ખૂબજ કઠીન છે. અને યાદ રાખો કે, ક્યારેક ક્યારેક સ્લિપ અપ ઠીક છે. માત્ર ટ્રેક પર પાછા આવવાનું યાદ રાખો અને તમે જે પણ કરો છો તેમાં તમારી જાતમાં ધીરજ અને વિશ્વાસ રાખો. તમારા ફ્રિઝરને મોસમી શાકભાજી અને ફળથી ભરી દો. તમારા રોજિંદા ભોજનમાં એ લેવાનો પ્રયાસ કરો. એક દિવસ ચાટનો રાખો જેથી તમે બધા બિનઆરોગ્યપ્રદ ખોરાકથી વંચિત ન થાઓ. પરંતુ તમે કેટલીવાર ખાવ છો અને કેટલા પ્રમાણમાં ખાવ છો તેનું ધ્યાન રાખજો. તમારા હેલ્ધી ભોજનમાં વધુ પ્રમાણમાં ફાયબર ઉમેરવાનો પ્રયાસ કરો. આનાથી હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ મળશે. અનાજ ફાઈબરથી ભરપુર હોય છે, જેથી સહેલાઈથી પાચન થાય છે અને જ્યારે તમે ખાવ ત્યારે પેટ ધરાયેલું લાગે છે. બંને વેઈટ મેનેજમેન્ટનાં મુખ્ય પરિબળો છે. બીસ્કીટ, કેક જેવા પ્રોસેસ્ડ ફૂડ ઓછા કરી નાખો. મિત્રો અને પરિવાર સાથે બહાર જાઓ અને કોફી, ચા, ગ્રીન ટી પીઓ. સામાજિકકરણ પણ આપણી જીવનશૈલીને નિયમિત કરી આગળ વધારવામાં મદદ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે રાતનો આરામ સારી રીતે થાય તો મૂડ અને દેખાવમાં જાદુ કરી શકે છે. પરંતુ હેલ્ધી વેલબીઈંગ માટે ઊંઘ વધુ ફાયદાકારક છે. ઊંઘનો અભાવ ઓબેસિટી અને ડાયાબિટીસ ટાઈપ ટુના વધુ જોખમ સાથે સંકળાયેલો છે. પૂરતી ઊંઘ યાદદાસ્તમાં વધારો કરવામાં મદદ કરે છે. તેથી ઝોકું ખાઈ લેવું અને ગિલ્ટી ફીલ કરશો નહીં. વર્ષે એક વાર તમારી દિનચર્યામાંથી વિરામ લેવો અને કુટુંબ અને મિત્રો સાથે મુસાફરી કરો. જે તમને નવું જોમ આપશે. તમારા સપ્લિમેન્ટ્‌સ અને દવાઓનું ધ્યાન રાખવું. જો પ્રિસ્ક્રાઈબ કરેલ હોય તો નિયમિત રીતે લેવી. મેં કહ્યું તે કરતાં ઘણી બાબતો વધુ હોઈ શકે છે. તેની યાદી બનાવો અને ૨૦૨૦ માટે તમારા પોતાના સંકલ્પો બનાવો. ચાલો, આપણે બધા નવાં વર્ષની શરુઆત હેલ્ધી અને વેલ્ધી બનીને કરીએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us