Select Page

ખેરાલુમાં ઠાકોર સમાજ ભવન બનાવવા મહા પુરૂષાર્થનો પ્રારંભ

ખેરાલુમાં ઠાકોર સમાજ ભવન બનાવવા મહા પુરૂષાર્થનો પ્રારંભ

ખેરાલુમાં ઠાકોર સમાજ ભવન બનાવવા મહા પુરૂષાર્થનો પ્રારંભ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં લગભગ તમામ સમાજની વાડીઓ છે. પરંતુ ઠાકોર સમાજ ભવન બનાવવા ક્યારેય કોઈ વડીલોએ વિચાર ક્યો ન હોતો ખેરાલુ પાલિકાના પુર્વ પ્રમુખ દશરથજી શીવાજી ઠાકોર દ્વારા સૌથી પહેલા તાલુકાના આગેવાનોને એક કરી ખેરાલુમાં ઠાકોર સમાજભવન બનાવવા સંમત કર્યા હતા. છેલ્લા ચાર વર્ષથી ખેરાલુમાં ઠાકોર સમાજની વાડી બનાવવા સૌથી પહેલો વિચાર દશરથજી ઠાકોર રજુ કર્યો હતો. ત્યારબાદ ખેરાલુ શહેરના તમામ મહોલ્લા એક થઈ વાડી બનાવવા તાલુકાના આગેવાનો સંમત થતા સમગ્ર ખેરાલુ તાલુકામાં ઠાકોર સમાજ ભવન સંદેશ યાત્રા કાઢી હતી. તાલુકાના ગામે ગામથી ખુબજ સારો સહકાર મળી રહ્યો છે.
ખેરાલુ સાંઈ મંદિર સામે બે વિઘા જમીનમાં ભવ્ય ઠાકોર સમાજ ભવન બનશે- પ્રમુખ દશરથજી ઠાકોર
ખેરાલુ તાલુકામા ઠાકોર સમાજના લોકો મોટા પ્રમાણમાં ગામે ગામ વસવાટ કરે છે ક્ષત્રિય ઠાકોર સમાજ એ દાતા સમાજ છે સમાજનું કામ લઈને નિકળેલા લોકોને ખુબજ સારો સહકારી મળી રહ્યો છે. જેમાં પ્રમુખ દશરથજી શિવાજી ઠાકોર સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહેલાદજી ઠાકોર(કુડા), લલિતસિંહ (સંતોકપુરા), દશરથજી (અંબાવાડા), કાંતિજી(અંબાવાડા), જીતુજી(અંબાવાડા), લક્ષ્મણજી (મલારપુરા), વિરમજી સ્ટેમ્પવેન્ડર (લીંમડી), વરસંગજી સર્વેયર (ખેરપુરા), રામાજી (મિયાસણા), દલપુજી (મિયાસણા), બકાજી (સાકરી), ભવાનજી (ખેરાલુ), વિહાજી (ખેરાલુ), કાન્તીજી (ચાડા), રમશજી (નળુ), રમેશજી (દેલવાડા), બકાજી (ખેરાલુ) સહિત અસંખ્ય આગેવાનો યાત્રામા જોડાઈ સહકાર આપી રહ્યા છે.
પ્રમુખ દશરથજી ઠાકોર જણાવ્યુ હતુ કે ઠાકોર સમાજ ભવન સમિતીના મુખ્ય ઉદેશો સમાજને શૈક્ષણિક, સામાજીક, આરોગ્ય અને તબિબી, સાંસ્કૃતિક, મહિલા બાળ વિકાસ, કુદરતી અને માનવ સર્જિત આફત સમયે મદદ, વિકલાંગલક્ષી પ્રવૃતિ ખેતી, રોજગારી, સામાજીક શોષણ, યુવાનોમાં શક્તિ જાગૃત કરવી સ્પર્ધાત્મક પરિક્ષા તાલીમ. વ્યસન મુક્તિ, કોમ્પ્યુટર તાલિમ, રમત- ગમત, કુરિવાજો દુર કરવા જેવા ઉદેશો સાથે યાત્રા શરૂ કરી છે. સમાજમાંથી અભુતપુર્વ સહકાર મળી રહ્યો છે.
ઠાકોર સમાજ ભવન સમિતીને મળેલા દાનની વિગત જોઈએ તો પાંચ લાખ જુગલભાઈ ઠાકોર( સાંસદ સભ્ય રાજ્યસભા), ૨,૫૧,૦૦૦/- ભરતજી ઠાકોર (ધારાસભ્ય બેચરાજી), ૨,૫૧,૦૦૦/- ઠાકોર કાન્તીજી રૂપસંગજી જયકો ફેબ.કંપની (ચાડા), ૧,૦૦,૦૦૦/- ધારાસભ્ય અજમલજી ઠાકોર, ૧,૫૧,૦૦૦/- ઠાકોર દશરથજી શિવાજી (પ્રમુખ ઠાકોર સમાજ ભવન સમિતી), ૧,૫૧,૦૦૦/- પ્રવિણસિહ ઝાલા(અસારવા અમદાવાદ), ૫૧,૦૦૦/-નું દાન આપનાર દાતા જોઈએ તો ઠાકોર લાલાજી શિવાજી (મલેકપુર), ઠાકોર ચેતાનજી જવાનજી (ખેરાલુ), પ્રવિણસિંહ (નિકોલ અમદાવાદ), ઠાકોર અજમલજી(વિસનગર), ઠાકોર રમેશજી જીવણજી(નળુ), ઠાકોર ભિખાજી (ખેરપુરા), ઠાકોર બાબુજી કચરાજી (સરપંચ ચાડા), ૨૫,૦૦૦/- ઉપરાંતનુ દાન આપનારા દાતા જાલમસિંહ કાનાજી(ખેરાલુ), દિનેશજી શંકરજી મંગાજી (ખેરાલુ), રમણજી રેવાજી (સુલતાનપુરા), લીલાજી લક્ષ્મણજી (ખેરાલુ), ૨૦,૦૦૦/- ઉપરાંતનું દાન આપનારા દાતા ઠાકોર પ્રતાપજી (શિક્ષક દેલાવાડા), ડા.સુનિલભાઈ (ડાક્ટર ચોટીયા), ભુપતજી વિરસંગજી (મલેકપુર), કનકસિંહ શંકરજી (જિલ્લા સદસ્ય ડભોડા), ૧૫,૦૦૦/- ઉપરાંતનુ દાન આપનાર દાતા દશરથજી ઓધારજી(અંબાવાડા), મહેશજી રામાજી (નાનીવાડા), ૧૧,૦૦૦/- ઉપરાંતનું દાન આપનાર દાતા પ્રવિણજી રાઘુજી (મંદ્રોપુર), પ્રતાપજી રામાજી (ખેરાલુ), અજમલજી ધુળાજી (ડાલીસણા), ઈશ્વરજી તલાજી (કલ્યાણપુરા- પીપળદર), જવાનજી વરસંગજી (ખેરાલુ), ભગાજી સુજાજી (હિરપુરા -નળુ), ડા. દલપતજી (ડભોડા), બુધાજી (સોલા અમદાવાદ), ચંદુજી મસોતજી (મલેકપુર), સેંધાજી બદાજી(ડેલીગેટ-ખેરપુરા), ભલાજી જેસંગજી(મીયાસણા), વાલાજી ઉદાજી (લીમડી), દિનેશજી કલાજી(તલાટી બાજપુરા), ટીનાજી વિરાજી (સમોજા), લાલાજી દિવાનજી (મલારપુરા), ર્ડા. દલપતસિંહ(સતલાસણા), બેચરજી કુંવરજી(જાસ્કા-પુજાપુર), સમજુબેન લક્ષ્મણજી(મલેકપુર-ખે), વિરમજી બેચરજી (લીમડી), પ્રહેલાદજી અમરતજી(કુડા), બાબરજી સરદારજી (મલેકપુર), સોમાજી જીવણજી(ખટાસણા), નેનાજી જીવણજી (ખટાસણા), જીતુજી વરસંગજી (અંબાવાડા), ૫૦૦૦/- ઉપરાંતનું દાન આપનાર દાતા – રૂપસંગજી ભેમાજી (નોરતોલ), વિરમજી બેચરજી(જંત્રાલ), ગલબાજી કડવાજી (ચોટીયા), ગીતાબેન ધનાજી(સરપંચ વરેઠા), બદાજી સવાજી (ખેરાલુ), જયંતિજી દાનાજી (કેશરપુરા), અમરતજી તેજાજી(નળુ), અમાજી પનાજી ( મીયાસણા), વરસંગજી કચરાજી (ખટાસણા), કનકસિંહ(જગાપુરા), ભીખાજી માનસંગજી (વિઠોડા), રાજુભાઈ (અમદાવાદ), લીલાજી તલાજી(કુડા), કરશનજી હેદુજી(વાલાપુરા), દિનેશજી સવાજી(ખેરાલુ), જયંતિજી બાબુજી(ડભોડા) સહીત અસંખ્ય લોકોએ ગામેગામ દાનની સરવાણી વહાવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us