Select Page

RTIની અરજી દબાવી રાખનારની જવાબદારી નક્કી કરવા હુકમ

RTIની અરજી દબાવી રાખનારની જવાબદારી નક્કી કરવા હુકમ

પ્રાદેશિક કમિશ્નરનો વિસનગર પાલિકા ચીફ ઓફીસરને પત્ર

RTIની અરજી દબાવી રાખનારની જવાબદારી નક્કી કરવા હુકમ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં ઘણા કૌભાંડો થાય છે. તેની આર.ટી.આઈ.થી વિગતો પણ માગવામાં આવે છે. પરંતુ કૌભાંડો બહાર ન આવે તે માટે આર.ટી.આઈ.ની અરજીઓ દબાવી રાખવામાં આવે છે. આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ એચ.સી.મહેતાએ આ બાબતે રાજ્ય માહિતી આયોગમાં અપીલ કરતા પ્રાદેશિક કમિશ્નરે વિસનગર ચીફ ઓફીસરને નોટીસ આપી માહિતીની વિગતો દબાવી રાખનાર ચીફ ઓફીસર કે કર્મચારીની જવાબદારી નક્કી કરવા હુકમ કર્યો છે.
વિસનગર ભાંડીયાપોળમાં રહેતા એચ.સી.મહેતા દ્વારા વિસનગર પાલિકાની ગેરરીતીઓ બહાર લાવવા વારંવાર આર.ટી.આઈ.કરવામાં આવી છે. જેમણે વિવિધ બાબતે અરજીઓ અને આર.ટી.આઈ. કરી હતી. શહેરની જનતાના હિતને લગતી આ વિગતો શું હતી તે જોઈએ તો, શહેરમાં આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. ત્યારે લાઈટબીલ, મોટર મેઈન્ટેનન્સ ખર્ચ, કર્મચારીઓનો જે ખર્ચ બચે તેનો લાભ નાગરિકોને આપવા, એલ.ઈ.ડી.લાઈટના કોન્ટ્રાક્ટરે લાઈટનો કોન્ટ્રાક્ટ કર્યો તેમાં શરત છેકે, રીપેરીંગની ફરિયાદ આવે તો ૨૪ કલાકમાં રીપેરીંગ કરવુ. સમયમર્યાદામાં રીપેરીંગ ન કરે તો દંડ કરવો. ત્યારે લાઈટની અસંખ્ય ફરિયાદોનો મહિનાઓ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરી?
બામણચાયડા તળાવમાં સંપ અને ઓવરહેડ ટાંકીના ટેન્ડરમાં સુધારા વધારા કર્યા, એસ્ટીમેટ કોસ્ટમાં સુધારો કર્યો તેની માહિતી માગી હતી. સાંકડીશેરીમાં હેડ કોન્સ્ટેબલ ગફુરભાઈ રબારીના ઘરમાં આગ લાગી તે સમયે ચીફ ઓફીસર વિસનગરમાં હાજર નહોતા તેની વિગત, સાંકડીશેરીમાં ગેરકાયદેસર બાંધકામોના કારણે રોડ સાંકડો બનતા બાંધકામની કોને મંજુરી આપી તેની વિગત, એલ.ઈ.ડી.લાઈટનો જે સ્ટેમ્પ ઉપર એગ્રીમેન્ટ કર્યો તે સ્ટેમ્પ કલોલના સ્ટેમ્પ વેન્ડરનો કેમ હતો, તેમજ આ સ્ટેમ્પ ઉપરના એગ્રીમેન્ટની નોટરી સમક્ષ કેમ નોધણી કરવામાં આવી નથી, સાદો એગ્રીમેન્ટ કેમ કરવામાં આવ્યો તેવી વિગેરે માહિતી માગવામાં આવી હતી.
પ્રથમ તો પાલિકામાં એચ.સી. મહેતાની અરજીઓ અને આર.ટી.આઈ.ની વિગતો દબાવી રાખવામાં આવી હતી. જેની વારંવાર રજુઆત કરવામાં આવતા કેન્દ્રીય આયોગના કાયદા થકી વધુ માહિતી માગીને અરજદાર દ્વારા ગુંચવાડા ઉભા કરવામાં આવતા હોવાથી માહિતી આપવાની રહેતી નથી તેવો જવાબ આપી આર.ટી.આઈ.ના કાયદાની પાલિકાએ ધજીયા ઉડાવી હતી. આ બાબતે માહિતી આયોગમાં અપીલ કરવામાં આવતા માહિતી કમિશ્નર આર.આર. વાસવાણીએ કલેક્ટર સમક્ષની વીડીઓ કોન્ફરન્સમાં અરજદારને ૨૦ દિવસમાં માહિતી આપવા હુકમ કર્યો હતો. ત્યારબાદ એચ.સી.મહેતા દ્વારા સી.એમ. કાર્યાલયમાં અરજી કરી હતી કે, વિસનગર પાલિકામાં ચીફ ઓફીસર કે લાગતા વળગતા જે કર્મચારી આર.ટી.આઈ.ની આવી અરજીઓ દબાવી રાખતા હોય તેમની સામે કાર્યવાહી કરી. જેમાં સી.એમ.ના ઉપ સચીવે આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ કરતા શહેરી વિકાસ કમિશ્નરે અરજદાર હેમન્તકુમાર ચંદ્રકાન્તભાઈ મહેતાના વિવિધ પ્રશ્નોની માહિતીની વિગતો દબાણી રાખનાર અધિકારી કે કર્મચારી વર્ગની જવાબદારી નક્કી કરવા વિસનગરના ચીફ ઓફીસરને હુકમ કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us