Select Page

તા.૧૮ થી ૨૨ વિસનગરના બજારો બંધ રાખવાના નથી પરંતુ વિસનગરમાં ૨૨મી રવિવારે બજારો ચાલુ રાખવા લક્ષચંડી કમિટિની વિનંતી

તા.૧૮ થી ૨૨ વિસનગરના બજારો બંધ રાખવાના નથી પરંતુ વિસનગરમાં ૨૨મી રવિવારે બજારો ચાલુ રાખવા લક્ષચંડી કમિટિની વિનંતી

તા.૧૮ થી ૨૨ વિસનગરના બજારો બંધ રાખવાના નથી પરંતુ
વિસનગરમાં ૨૨મી રવિવારે બજારો ચાલુ રાખવા લક્ષચંડી કમિટિની વિનંતી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
ઉંઝા મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞને લઈ લોકોમાં ઉત્સાહ સમાતો નથી. લક્ષચંડીમાં તમામ સમાજોને પાટલાના યજમાન બનવાની તક આપવામાં આવતા આ ઉત્સવ ફક્ત પાટીદાર સમાજનોજ નહી પરંતુ એક લોક ઉત્સવ બની ગયો છે. પાંચ દિવસના આ મહોત્સવ દરમ્યાન બજારો બંધ રાખવાની ચાલતી ચર્ચાઓમાં વિસનગર લક્ષચંડી કમિટિ દ્વારા મહોત્સવના છેલ્લા દિવસે એટલેકે તા.૨૨-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ પણ બજારો ચાલુ રાખવા વેપારીઓને વિનંતી કરવામાં આવી છે.
વિસનગર શહેરના તમામ વેપારી સંગઠનોને લક્ષચંડી મહાયજ્ઞ કમીટી, વિસનગર તરફથી જાહેર વિનંતી કરવામાં આવે છે કે મહાયજ્ઞને ધાર્મિક મહોત્સવ ગણીને ઉત્સાહમાં વિસનગર બજારો બંધ રાખવાની જાહેરાતો કોઈપણ ગ્રુપો તરફથી કરવા નહી. તા.૧૮ થી ૨૨ ડીસેમ્બર મહોત્સવ દરમ્યાન સાબરકાંઠા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિજાપુર હિંમતનગર બાજુથી પગપાળા યાત્રીઓ તેમજ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં વિસનગર શહેર ઉપરથી પસાર થશે. આ દરમ્યાન ધાર્મિક યાત્રાળુઓના ઉતારા પણ વિસનગરમાં કે આજુબાજુ હશે. જેથી આવા મહેમાનો અને યાત્રાળુઓને બજારમાં અવારનવાર કરીયાણા, કટલરી, શાકભાજી, દવાઓ, ઠંડીના વસ્ત્રો, ચંપલો, દવાખાના, ટ્રાન્સપોર્ટ સાધનો, હોટલો, નાસ્તાગૃહો, આરામગૃહો, સાધન મીકેનીકલ ગેરેજો, જેવી જરૂરીયાતો ઉભી થવાની દરેક પ્રકારે સંભાવનાઓ રહેલી છે. જેથી ૧૮ થી ૨૨ ડીસેમ્બર વિસનગરના બજાર સતત ચાલુ રાખવા વિનંતી છે. એટલુજ નહી પણ તા.૨૨ ડીસેમ્બર રવિવારે પણ વિસનગરના તમામ બજાર ચાલુ રાખવા વિનંતી છે. એટલુજ નહી પણ ર્ડાક્ટરશ્રીઓ, દવાખાના, રસોઈયા મિત્રો, ત્નઝ્રમ્ જેવા સાધનો ધરાવતા કોન્ટ્રાક્ટરો, મોબાઈલવાન, ઈલેક્ટ્રીકલ અને મીકેનીકલ વ્યવસાયના વેપારીઓ તથા સેવા માટેના સ્વયંમ સેવકોને ઈમરજન્સી માટે સ્ટેન્ડ બાય રહેવા અમારી નમ્ર વિનંતી છે. એક વાત યાદ રાખજો ઉંઝામાં બજાર એટલા માટે બંધ રાખવાના છેકે ત્યાં તમામ વેપારી મિત્રો મહાયજ્ઞમાં સ્વયંમ સેવક તરીકે જોડાયેલા છે. જેથી ઉંઝામાં પણ ઈમરજન્સી સમયે જેતે વસ્તુઓનો પુરવઠો નજીકના શહેર વિસનગરથી ઉપલબ્ધ કરી શકાય. આમ લક્ષચંડી મહાયજ્ઞ કમીટી વિસનગર તરફથી ૧૮ થી ૨૨ વિસનગર શહેરના તમામ બજારો ચાલુ રાખવા નમ્ર વિનંતી છે. કોઈ ગ્રુપે ધાર્મિક ઉત્સાહમાં આવી બંધના એલાન આપવા નહી. તેમજ આ દરમ્યાન વોટ્‌સ એપ ગ્રુપોમાં અફવાઓને ફોરવર્ડ કરવી નહી તેવી વિનંતી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us