Select Page

ર૦રર ની વિધાનસભામાં સેન્સના ઝઘડામાં ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક અટક્યાનું અનુમાન

ર૦રર ની વિધાનસભામાં સેન્સના ઝઘડામાં ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક અટક્યાનું અનુમાન

ર૦રર ની વિધાનસભામાં સેન્સના ઝઘડામાં
ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક અટક્યાનું અનુમાન
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખનું કોકડુ ગુંચવાયુ છે ત્યારે હવે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ બાબતે તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપના આગેવાનોમાં ખાનગી ચર્ચાઓ દરમિયાન જાણવા મળ્યુ કે સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખપદ માટે વિરેન્દ્રસિંહ પરમારનુ નામ નિશ્વિત હતુ પરંતુ ર૦રરની વિધાનસભાના એક મજબુત દાવેદારને એવુ લાગ્યુ કે વિરેન્દ્રસિંહ પરમાર આ વખતે ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણીમા પણ દાવેદાર હતા. આ વખતની વિધાનસભાની પેટા ચુંટણી દરમિયાન સતલાસણા તાલુકાનો ભાજપનો વોટ શેર પણ વધ્યો છે. જેથી વિરેન્દ્રસિંહ પરમાર પોતે પ્રમુખ બનશે તો ખેરાલુ વિધાનસભા સીટમાં ટીકીટ મેળવવામાં પ્રબળ દાવેદાર બની જશે જેથી એક વ્યક્તિને ત્રણ હોદ્દા ન અપાય તેમ રજુઆત કરી તેમનુ નામ કપાવડાવ્યુ હતુ. તે જ રીતે ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ માટે મછાવાના નારાયણભાઈ ચૌધરીનુ નામ જાહેર થવાનુ જ હતુ પરંતુ સુપ્રિમ કોર્ટ રામમંદિરનું જજમેન્ટ આપતા તારીખમાં ફેરફાર થયો હતો તેમજ સ્થળમા પણ ફેરફાર કરાયો હતો. તારીખમાં ફેરફાર થયો તે દરમિયાન વાત જાહેર થઈ ગઈ કે નારાયણભાઈ ચૌધરી ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ બનશે જેથી વિવાદ ઈરાદાપુર્વક ઉભો કરવામા આવ્યો કે જે વિસ્તારનો ધારાસભ્ય હોય તે વિસ્તારનો તાલુકા ભાજપ પ્રમુખ ન ચાલે અને ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખની જાહેરાત મોકુફ રાખવામા આવી.
ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ માટે નવ આગેવાનોના નામ જિલ્લામા મોકલવામા આવ્યા હતા. દિનેશભાઈ ચૌધરી (હિરવાણી), રેવાભાઈ ચૌધરી (અરઠી), પરથીભાઈ ચૌધરી (ડાવોલ), ભગુભાઈ ચૌધરી (વઘવાડી), નારાયણભાઈ ચૌધરી(મછાવા), દલસંગભાઈ ચૌધરી (મછાવા), દશરથભાઈ પ્રજાપતિ (થાંગણા), દિલિપસિંહ રાણા (મંદ્રોપુર) અને વિનાયકભાઈ પંડયા (વિઠોડા), આ તમામ નામોમાંથી ત્રણ આગેવાનોની પેનલ રાજ્યના મોવડી મંડળ સમક્ષ મોકલવામાં આવી હતી. જેમા પરથીભાઈ ચૌધરી (ડાવોલ),નુ નામ પણ મોવડી મંડળ સમક્ષ પહોચ્યાનુ ભાજપના એક ગ્રૃપના આગેવાનો દાવો કરે છે. પરથીભાઈ બેચરભાઈ ચૌધરી (ભુતડીયા), ૧૯૮૯ની સાલથી રાષ્ટ્રીય સ્વયંમ્‌ સેવક સંઘના કાર્યકર તરીકે જોડાયા હતા. બાબરી ધ્વંસ સમયે અયોધ્યા કાર સેવા હાજરી આપી હતી. ૧૯૯૦થી ૧૯૯૩ સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા આપી. ૧૯૯૪-૯પમા ભારતીય કિશાનસંઘમાં સેવા આપી. ૧૯૯પમા ભાજપના સક્રિય સભ્ય બન્યા. જેમા તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે સેવા આપી. વરેઠા તાલુકા પંચાયતમા ચુંટણી લડયા, આર.એસ.એસ.ની સંકલ્પ શિબિરોમાં ભાગ લીધો. ર૦૦રથી ર૦૧રસુધી ડાવોલ સરપંચ તરીકે સેવા આપી. જયારથી ભાજપના સભ્ય બન્યા ત્યારથી આજસુધી કાયમ આજીવન નિધીમાં ફાળો આપે છે. તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય પદે ભાજપમાંથી ચુંટાયા છે.
હવે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ખેરાલુ ધારાસભ્યપદ આર.એસ.એસ.ના સ્વયંમ્‌ સેવક અજમલજી ઠાકોરને આપ્યુ તે રીતે ખેરાલુ તાલુકા ભાજપનું પ્રમુદપદ પણ આર.એસ.એસ.ના સભ્યને મળશે તેવું લાગે છે. ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખપદ ભરતસિંહ ડાભી તર્ફી ગ્રૃપ કે અજમલજી ઠાકોર તર્ફી ગ્રૃપ કોને મળે છે તે તો સમય જ બતાવશે પણ હાલના વર્તમાન પ્રમુખ કેશુભાઈ ચૌધરી ફરીથી રીપીટ થાય તો નવાઈ ન પામતા કારણ કે ભારતીય જનતાપાર્ટી વિવાદ વગર નિમણુંક આપવા માંગે છે.
આ બધી જ બાબતમાં મુખ્ય વિવાદ ર૦રરની વિધાનસભા પદના ઉમેદવારની સેન્સ પ્રક્રિયા છે. કારણ કે કોણ તાલુકા ભાજપ પ્રમુખ બને તો કોની તર્ફી સેન્સ આપશે તે બાબતને ધ્યાને રાખી બન્ને ગ્રૃપના આગેવાનો તાલુકા પ્રમુખની નિમણુંક માટે જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપમાં લાઈનો ચલાવી રહ્યા છે. આ બધામાં છેલ્લે એક વાત જણાવવી પડશે કે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના આશિર્વાદ હશે તે ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ બનશે તે વાત નિશ્વિત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us