Select Page

શુ છે Citizenship Amendment Bill (CAB) સમજો

શુ છે Citizenship Amendment Bill (CAB) સમજો

શુ છે Citizenship Amendment Bill (CAB) સમજો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
• ભારત દેશ ૧૯૪૭ મા આઝાદ થયો ત્યાર બાદ આપણે બોર્ડરને એટલી સુરક્ષિત ના કરી કે બોર્ડર પરથી ઘુસણખોરો ભારતમાં ના આવી શકે. તે સમયે પણ ઘણા લોકોએ પાકિસ્તાન પસંદ કર્યું. છતાં પણ ભારતમા ઘુસણખોરી કરી જ હતી. ઘુસણખોરી એ ભારતની સુરક્ષા માટે મોટું સંકટ છે. આ સંકટ વિશે ખુદ ઈદિંરા ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા હતા. આજે પુર્વના રાજ્યો અને બંગાળમાં ઘુસણખોરોની સમસ્યા વિકરાળરુપ ધારણ કર્યું છે.
• આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતા કોઈ રાજનેતાએ સોલ્યુશન લાવવાની હિમ્મત કરી નથી, વોટ બેંકની રાજનિતી અને ડર કે આ કામ કરીશું તો દેશમાં અરાજકતા ફેલાશે તો? આવો કાલ્પનિક ડરથી કોઈએ હિમ્મત ના કરી.
• સવાલ એ થાય કે આ સમસ્યાનુ સમાધાન શું?
સમાધાનના ભાગરુપે સૌપ્રથમ તો એક રજીસ્ટર તૈયાર થાય જેના કારણે તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી. તેના માટે NRC ( National Register of Citizen(India) લાગુ કરવામાં આવે. જેથી ખબર પડે કે કોણ મૂળ ભારતીય છે ને કોણ બિનભારતીય.
• હવે જે બિનભારતીય છે તેમા બે પ્રકાર પડે છે.
૧. શરણાર્થીઓ.
૨. ઘુસણખોરો.
શરણાર્થીઓ :- બીજા દેશમાં તેઓ ધર્મ જાતિ કે અન્ય કોઈ કારણસર ત્યાંના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે તે લોકો ભારત પાસે મદદ માંગે. ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે. હવે આવા લોકો ભારતીય ના હોય તેમને વોટ આપવો કે સરકારી લાભો ના મળે. માનવતાના નાતે થોડીઘણી મદદ મળે. આ લોકોની જાણ સરકારને હોય છે.
ઘુસણખોરોઃ- આ લોકો ભારતમાં આજીવિકા કમાવા માટે ગેરકાનૂની રીતેથી બોર્ડર ક્રોસ કરીને ભારત દેશમાં આવે. હવે ભારત આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ પકડાય નહી. આવા લોકો મોટાભાગે જોખમકારક હોય છે. જોકે આમાં ઘણા લોકો ફક્ત કમાવાના ઉદેશ્યથી આવે છે.
• NRC લાગુ કરવાથી ઉપર કહ્યું તેમ બિનભારતીયોની ઓળખ થશે. હવે સરકાર નક્કી કરશે કે આમાંથી કોને ભારતની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આ કામ કરવા માટે સરકારે નવો કાયદો લાવ્યો તે કાયદો એટલે જ Citizenships Amendment Bill એટલેકે CAB
• આ બિલ મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવી. જ્યારે આ ત્રણ દેશમાથી આવેલા મુસલમાનોને નાગરિકતા ના આપવી.
• સવાલ એ થાય કે મુસલમાનોને કેમ નાગરિકતા ના આપવી? પરંતુ ઉપર જે ૬ ધર્મના લોકોના નામ લીધા તે લોકો ત્રણેય દેશોમાં પિડીત છે. તે લોકો પર અત્યાચાર થાય છે. આજે પાકિસ્તાનમાં હિંદુ ૨૪% હતા તે ઘટીને ફક્ત ૨% રહ્યા છે. પાકિસ્તાનમાં ઘટી ગયેલી હિંદુ સંખ્યામાં કાં તો મારી નાખવામાં આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવામા આવ્યું.
અફઘાનિસ્તાનમાં બૌદ્ધો ૪% હતા આજે ત્યા નેસ્તનાબુદ થઈ ગયા છે. બાંગલાદેશમાં પણ હિંદુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કારણ કે આ ત્રણેય દેશો પોતાને ઈસ્લામિક દેશ કહે છે. હવે આવા પિડીત લોકોને આશરો આપવો તે આપણી ફરજ છે. પરંતુ જે મુસલમાનો પડોશી દેશમાંથી આવ્યા છે તે લોકો પોતાના દેશમાં જઈ શકે છે. કારણ કે તે લોકો પિડીત નથી. તેઓ કાંતો આજીવિકા માટે આવ્યા છે કે પછી અરાજકતા ફેલાવા માટે આવ્યા છે.
• CAB સાંસદમાં પાસ થાય એટલે ૬ એ ૬ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળી જશે. સવાલ એ થાય કે તે મુસલમાનોનુ શુ. હવે જે લોકો NRC મા ના આવે તે તમામ મુસલમાનો જાતે જ પોતાના દેશમા જતા રહે. ધારોકે કોઈ એવા હોય કે હવે પાછા જઈ શકે તેમ ના હોય તો, પ્રથમ તો તે લોકોના બધાજ નાગરિક તરીકેના અધિકારો છીનવી લેવામાં આવશે. જેમ કે વોટીંગ કરવું, સરકારી લાભો મળવા વગેરે અને સરકાર તેમના મૂળ શોધવા માટે પડોશી દેશો સાથે વાટાઘાટો કરતી રહેશે. પણ જ્યાં સુધી કોઈ દેશ તેમને સ્વીકારે નહી ત્યાં સુધી તેઓ ભારતમા શાંતિથી રહી શકશે તેમની કાળજી સરકાર રાખશે.
• સૌથી મોટો ભ્રમ એ છે કે આ બિલ મુસલમાનોના વિરોધમાં છે. પરંતુ એવું નથી. ભારતીય મુસલમાનોને આની સાથે કંઈજ લેવા દેવા નથી. ઘુસણખોરોને પાછા તેમના ઘરે મોકલવાના છે. અને તેમને પણ પાછા એટલા માટે મોકલવાના છે કે તેઓ તેમના દેશમાં પિડીત નથી. આમ ભારત સરકારે NRC લાગુ કરવા પહેલી CAB પાસ કરવું જરુરી જ છે. માટે જ આજે સાંસદમા CAB પર ચર્ચા પુરી થઈ ગઈ છે. નોંધઃ- ઘુસણખોરો દેશની સુરક્ષા માટે ઘણો મોટો ખતરો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us