Select Page

ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોકમાં જેમની પ્રતિમાઓ મુકવામાં આવેલી છે તે દેશ નેતા-શ્રેષ્ઠીઓની ગરીમા જાળવવા બેનર ઉપર પ્રતિબંધ જરૂરી

ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોકમાં જેમની પ્રતિમાઓ મુકવામાં આવેલી છે તે દેશ નેતા-શ્રેષ્ઠીઓની ગરીમા જાળવવા બેનર ઉપર પ્રતિબંધ જરૂરી

ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોકમાં જેમની પ્રતિમાઓ મુકવામાં આવેલી છે તે
દેશ નેતા-શ્રેષ્ઠીઓની ગરીમા જાળવવા બેનર ઉપર પ્રતિબંધ જરૂરી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર બજરંગ ચોકમા દેશનેતા અને નગર શ્રેષ્ઠીઓની પ્રતિમાની ગરીમા ભૂલી છેલ્લા ઘણા સમયથી બેનર- હોર્ડીંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે દેશ નેતા અને નગરશ્રેષ્ઠીઓના સન્માન ખાતર આ વિસ્તારમા બેનર લગાવવા ઉપર પ્રતિબંધ મુકવા શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર તથા સામાજીક કાર્યકર ઈશ્વરલાલ નેતા દ્વારા લાગણી વ્યક્ત કરવામા આવી છે.
શહેરના જાહેર રસ્તાઓ, ચોકમા દેશનેતા અને વિકાસમા આગવુ યોગદાન આપનાર શ્રેષ્ઠીઓની પ્રતિમા (બાવલુ) એટલા માટે મુકવામા આવે છે કે વર્તમાન પેઢી અને આવનારી પેઢી આ પ્રતિમાને જોઈ કંઈ પ્રેરણા મેળવી શકે. તેમની સેવાઓને યાદ કરી તેમના પગલે ચાલવાનુ શીખી શકે. જાહેર સ્થળોએ પ્રતિમાઓ મુકવા પાછળનું કારણ આ જ છે. વિસનગર ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોકમા પુજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શીવાકાકા પટેલ, રમણીકભાઈ મણીયાર અને સાંકળચંદ કાકા પટેલની પ્રતિમાઓ મુકવામાં આવેલ છે. જ્યારે સામેની બાજુ હરિચંદ મંછારામ પંચાલ તિજોરીવાળાની પ્રતિમા મુકવામા આવી છે. આ દેશનેતા અને નગરશ્રેષ્ઠીઓની પુણ્યતિથી નિમિત્તે અહી શ્રધ્ધાંજલી,પુષ્પાંજલી કાર્યક્રમો પણ કરવામા આવે છે. તેમની સેવાઓને યાદ કરતા ભાષણો કરવામા આવે છે. અમર રહો ના સુત્રોચાર કરવામા આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ નેતાઓની- સમાજ સેવકોની ગરીમાને જાખપ લાગે તે રીતે બેનરો, હોર્ડીંગ્સો લગાવવામા આવી રહ્યા છે.
જાહેર સ્થળોએ બેનરો અને હોર્ડિંગ્સ લગાવવાનું ભાડુ ચુકવવું પડે છે ત્યારે અહીં કોઈ ચાર્જ નહી હોવાથી પાલિકાની જગ્યા હોવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા બેનરો લગાવવામાં આવી રહ્યા છે. એક બેનર ઉતરે કે તુર્તજ બીજુ બેનર આવી જાય છે. ઘણી વખતતો કાર્યક્રમ પુરો થઈ ગયા બાદ મહિનાઓ સુધી બેનર ઉતારવામા આવતુ નથી. આ જગ્યાએ બેનર લગાવવાની સતત પ્રવૃતિના કારણે આખુ વર્ષ દેશનેતા અને નગરશ્રેષ્ઠીઓની પ્રતિમા ઢંકાયેલી રહે છે. સ્ટેશન સર્કલ તરફથી આવીએ તો બજારના કારણે એક પણ પ્રતિમા દેખાતી નથી.
કોઈ રોકટોક નહી હોવાથી બેનરો લગાવ્યા બાદ કાર્યક્રમની તારીખ પતી ગયા પછી પણ મહિનાઓ સુધી બેનરો દુર કરવામાં આવતા નથી
દેશનેતા અને શહેર શ્રેષ્ઠીઓની ગરીમાને જાખપ લગાવતી પ્રવૃતિ સામે સૌપ્રથમ નારાજગી વ્યક્ત કરી શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છે કે ટાવર ચોકમા દેશનેતા સાથે નગરશ્રેષ્ઠીઓની પ્રતિમાઓ એ આપણી શોભા અને ગૌરવ છે. બહારના લોકો પસાર થતી વખતે પ્રતિમાઓ જોઈને આપણા શ્રેષ્ઠીઓની પ્રતિમાઓ જોઈ અને કાર્યો સાંભળી શહેરના વખાણ કરતા હોય છે. શહેરની વર્તમાન પેઢી આ પ્રતિમાઓ જોઈ અંદરથી પ્રેરણા મેળવે છે. ત્યારે આપણા શહેરની વિવિધ સંસ્થાઓ અહીં સતત બેનરો લગાવી આ શ્રેષ્ઠીઓને આપણે ભુલાવવાની કોશીશ કરી રહ્યા છીએ. ધાર્મિક, સામાજીક, રાજકીય, સેવાકીય કે સંસ્થાકીય કોઈપણ બેનર લગાવવા ઉપર પાલિકાએ પ્રતિબંધ મુકવો જોઈએ. ત્રણ દરવાજા ટાવરની અસ્મિતા ન જોખમાય તે માટે બેનરનો ટાવર બનતુ અટકાવી તેની જગ્યા બદલી શકાતી હોય તો આ નેતા અને નગર સેવકોનું સન્માન જાળવવા બેનર લગાવવા ઉપર પ્રતિબંધ કેમ મુકી શકાતો નથી? રેલ્વે સર્કલ આગળ ઘણી વખત શ્રી સયાજી ગાયકવાડની પ્રતિમા ઢંકાઈ જાય તેવા બેનર લગાવવામા આવે છે.
આ સેવકોનું અપમાન જોઈ કાયમ ચિંતીત રહેતા અને સામે જ આવકાર વસ્ત્રાલયની દુકાન ધરાવતા ઈશ્વરલાલ નેતાએ આ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે અહીંયા પાંચ પ્રતિમાઓમાં પુજ્ય સાંકળચંદ કાકાની પણ પ્રતિમા છે. ત્યારે વર્ષના મોટાભાગના સમયે એસ.કે.યુનિવર્સિટીના બેનરો લાગેલા હોય છે. શહેરની મુલાકાત લેનાર અને ભાવી પેઢી આ વિભુતીઓને જોઈને પ્રેરણા મેળવવાના છે. અહીં બેનર લગાવવાની પ્રવૃતિ અટકાવવા વિસનગર પાલિકા, પોલીસ અને મામલતદાર સમક્ષ વારંવાર લેખીત તથા મૌખીક રજુઆત કરી છે. પરંતુ આ વિભુતીઓના સન્માનનો વિચાર કરી બેનર લગાવવા ઉપર પ્રતિબંધ મુકવામા આવતો નથી. સામેની સાઈડે શહેરના દાતા હરીચંદ મંછારામનું પણ બાવલુ મુકવામા આવ્યુ છે. પરંતુ ઝાડનુ કટીંગ નહી થતા આ બાવલુ પણ ઢંકાઈ ગયુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us