Select Page

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો
પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીની છેડતી કરવાના બનાવમાં પોલીસે રવિવારે રાત્રે કોલેજના પટાવાળાની ધરપકડ કરતા બીજા દિવસે સવારે કોલેજની વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશને પહોંચી આરોપી પટાવાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની સાથે ઉધ્ધત વર્તન કરનાર કોલેજના પ્રિન્સીપાલ વિરૂધ્ધ પણ કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, કોલેજના ટ્રસ્ટી મંડળના હોદ્દેદાર નિકેતુભાઈ મણીઆર તથા મહિલા સુરક્ષા સમિતિના સભ્ય વર્ષાબેન પટેલ સમક્ષ રજુઆત કરી હતી. જેમાં ધારાસભ્યશ્રીએ પ્રિન્સીપાલ સામે કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી અને રાજ્ય મહિલા આયોગમાં રજુઆત કરવાની વિદ્યાર્થીઓને બાહેંધરી આપી હતી. આ કેસમાં પોલીસે પટાવાળાને કોર્ટમા રજુ કરતા કોર્ટે તેને જામીન ઉપર મુક્ત કર્યો હતો.
શૈક્ષણીક નગરી વિસનગરમાં આવેલ શેઠ સી.એન.કોમર્સ તથા સી.સી.મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી તાલુકાની એક ગામડાની વિદ્યાર્થીની તા. ૪-૧-૨૦૨૦ના રોજ સવારે કોલેજના ક્લાસરૂમમાં એકલી બેઠી હતી. તે દરમિયાન કોલેજના ટ્રસ્ટી દેવયાનીબેન મજમુંદારના પટાવાળા પુત્રએ તેની સાથે શારીરીક અડપલા કરતા કોલેજમાં મોટો હોબાળો થયો હતો. આ બનાવમાં પોલીસે વિદ્યાર્થીનીની ફરિયાદ આધારે કોલેજના ટ્રસ્ટીના પટાવાળા પુત્ર મયુર નયનભાઈ મજમુંદાર વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પટાવાળાની ધરપકડ થયાની જાણ થતા કોલેજની ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓએ મહિલા સુરક્ષાના સભ્ય વર્ષાબેન પટેલ સાથે ડોસાભાઈ બાગમાં મિટીંગ કરી હતી. જ્યાંથી તેઓ શહેર પોલીસ સ્ટેશનમાં આવી આરોપી પટાવાળા સામે કડક કાર્યવાહી કરવા પી.આઈ.પી.કે.પ્રજાપતી સમક્ષ રજુઆત કરી હતી. ત્યારબાદ ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ધારાસભ્ય કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનીઓએ કોલેજના પ્રિન્સીપાલ એમ.એફ.પટેલ પોતાની સાથે અવાર નવાર ઉધ્ધત વર્તન કરતા હોવાનો આક્ષેપ કરી તેમની વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી કરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. ત્યારે ધારાસભ્યશ્રીએ કોલેજના ટ્રસ્ટી નિકેતુભાઈ મણીઆરને કાર્યાલય ઉપર બોલાવતા વિદ્યાર્થીનીઓએ પ્રિન્સપાલના ઉધ્ધત વર્તન બાબતે તેમની સામે રોષ ઠાલવ્યો હતો. અને આ પ્રિન્સીપાલ વિરૂધ્ધ કાર્યવાહી કરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને મહિલા સુરક્ષા સમિતિના સભ્ય વર્ષાબેન પટેલને વિનંતી કરી હતી. વિદ્યાર્થીનીઓએ આ પ્રિન્સીપાલ કોલેજમાં રહેશે તો પોતાની શૈક્ષણિક કારકિર્દી બગડવાની શંકા પણ વ્યક્ત કરી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈએ ટ્રસ્ટી મંડળના સભ્યો અને પ્રોફેસરોની હાજરીમાં વિદ્યાર્થીનીઓના હિતમાં કોલેજના પ્રિન્સીપાલ એમ.એફ.પટેલ સામે કડક કાર્યવાહી માટે શિક્ષણમંત્રીશ્રી અને રાજ્ય મહિલા આયોગમાં લેખીત રજુઆત કરવાની બાહેંધરી આપી હતી. આ સાથે વિદ્યાર્થીનીઓને કોઈ કામ હોય તો પ્રિન્સીપાલ એમ.એફ.પટેલની જગ્યાએ પ્રોફેસર આર.બી. શ્રીમાળીનો સંપર્ક કરવા કહ્યુ હતું. જોકે, કોલેજના ટ્રસ્ટી નિકેતુભાઈ મણીઆરની સંસ્થા પ્રત્યેની લાગણીને બિરદાવતા ધારાસભ્યશ્રીએ કહ્યુ હતું કે, વિસનગરમાં આજ એક એવી સંસ્થા છે જે મામુલી ફી માં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. જો આવી સંસ્થાને નુકશાન થશે તો વિસનગર પંથકના ગરીબ અને મધ્યવર્ગના પરિવારોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવુ મુશ્કેલ બની જશે. સંસ્થાના ટ્રસ્ટીઓ નિસ્વાર્થભાવે સંસ્થાનુ સંચાલન કરી રહ્યા છે. ત્યારે આ સંસ્થાને સહયોગ આપવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સલાહ આપી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts