Select Page

ગંજબજારના રેલ્વે બ્રીઝના નિર્ણય સામે વેપારીઓમાં વિરોધનો સળવળાટ વિસનગરમાં રેલ્વે બ્રીઝની કાર્યવાહી સૈધ્ધાંતિક મંજુરી સુધી સિમિત

ગંજબજારના રેલ્વે બ્રીઝના નિર્ણય સામે વેપારીઓમાં વિરોધનો સળવળાટ વિસનગરમાં રેલ્વે બ્રીઝની કાર્યવાહી સૈધ્ધાંતિક મંજુરી સુધી સિમિત

ગંજબજારના રેલ્વે બ્રીઝના નિર્ણય સામે વેપારીઓમાં વિરોધનો સળવળાટ
વિસનગરમાં રેલ્વે બ્રીઝની કાર્યવાહી સૈધ્ધાંતિક મંજુરી સુધી સિમિત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં રેલ્વે બ્રીઝને લઈ છેલ્લા ઘણા સમયથી લોકો અસમંજસમાં મુકાયા છે. ક્યા અંડરબ્રીઝ બનશે અને ક્યા ઓવરબ્રીઝ બનશે તેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ગંજબજાર ફાટકમાં રેલ્વે બ્રીઝ બનવાથી વેપારીઓને નુકશાન થવાની ગણતરીએ વેપારીઓમાં બ્રીઝના વિરોધનો સળવળાટ જોવા મળી રહ્યો છે. જે માટેની મીટીંગ પણ મળી હતી. જોકે જાણવા મળ્યા પ્રમાણે રેલ્વે બ્રીઝ માટેનો સૈધ્ધાંતિક સ્વિકાર થયો છે.
વિસનગરમાં આઈ.ટી.આઈ, એમ.એન.કોલેજ તથા ગંજબજાર ફાટક ઉપર ઓવરબ્રીઝ કે અંડરબ્રીઝની મંજુરી મળી હોવાની ભારે ચર્ચાઓ થઈ રહી છે. જેમાં બી.એડ.કોલેજની જગ્યામાં બનતા કોમ્પલેક્ષના ભોગે આ ફાટક ઉપરનો બ્રીઝ કેન્સલ થાય તેવી રજુઆત થઈ હોવાની વાતો પણ વહેતી થઈ રહી છે. રેલ્વે બ્રીઝ માટે હજુ કોઈ નિર્ણય લેવાયા નથી ત્યારે રેલ્વે બ્રીઝે ભારે વિવાદો ઉભા કર્યા છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યા પ્રમાણે અત્યાર સુધી વિસનગર પાલિકા વિસ્તારમાં રેલ્વે બ્રીઝની શક્યતાઓ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વે ચાલતો હતો. બ્રીઝ બનાવવા માટે કોઈ નિર્ણય કરાયો નથી પરંતુ સૈધ્ધાંતિક મંજુરી મળી હોવાથી તેનો પ્લાન અને એસ્ટીમેટનો પ્રાથમિક સર્વે કરી દરખાસ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મહેસાણા તારંગા લાઈનમાં મોટેભાગે અંડરબ્રીઝ બન્યા છે. પરંતુ વિસનગરની વાત છે ત્યારે ઓવરબ્રીઝ બનાવવો કે અંડરબ્રીઝ બનાવવો તેની શક્યતાઓની તપાસ ચાલી રહી છે. પરંતુ હવે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.યુ.ડી.સી.) દ્વારા ગુજરાતના પાલિકા વિસ્તારો કે જ્યા ૧ લાખથી વધારે વસતી હોય ત્યા રેલ્વે લાઈન ઉપર બ્રીઝ બનાવવા સર્વે શરૂ કરાયો છે. જી.યુ.ડી.સી. દ્વારા પ્રાથમિક સર્વે શરૂ કરાયો છે. કેટલા હાઈટનો ઓવરબ્રીઝ કે અંડરબ્રીઝ બનશે તેની કામગીરી હાલ પ્રગતિમા છે. હાલમાં બ્રીઝ માટે સૈધ્ધાંતિક મંજુરીજ મળી છે.
વિસનગરના રેલ્વે બ્રીઝ બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, રેલ્વે બ્રીઝ માટે હજુ સૈધ્ધાંતિક મંજુરી મળી છે. નગરપાલિકામાં ગમે તે એક ફાટક ઉપર બ્રીઝ બનશે. ઓવરબ્રીઝ બનાવવો કે અંડરબ્રીઝ બનાવવો તેનો સર્વે થશે. ત્યારબાદ ડીટેલ એસ્ટીમેટ બનશે. આઈ.ટી.આઈ.ફાટકમાં બ્રીઝ બનાવવાની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. પરંતુ ઓવરબ્રીઝ બનાવવો કે અંડરબ્રીઝ બનાવવો તેનો કોઈ નિર્ણય લેવાયો નથી. વિસનગર રૂના વ્યવસાયનુ પીઠુ છે. ટ્રકમાં ૧૦ ટન રૂ ભરવામાં આવે તો તેની ઉંચાઈ ૪.૬૫ મીટર કરતા વધી જાય. આ ઉંચાઈની ટ્રક અંડરબ્રીઝમાંથી પસાર થઈ શકે નહી. જેથી આઈ.ટી.આઈ. ફાટકમાં ઓવરબ્રીઝ બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે.
ગંજબજાર ફાટકમાં રેલ્વે બ્રીઝને લઈ આ વિસ્તારના વેપારીઓને ધંધા રોજગારમાં મોટુ નુકશાન થવાની ગણતરીએ, ગંજબજાર ફાટક આસપાસના ૩૦ થી ૪૦ વેપારી આગેવાનોની માર્કેટયાર્ડ હૉલમાં મીટીંગ મળી હતી. ઓવરબ્રીઝ બને કે અંડરબ્રીઝ, રેલ્વે બ્રીઝ આ વિસ્તારના વેપારીઓ માટે નુકશાનકારક તેમજ માલ લાવતા અને લઈ જતા વાહનો માટે અડચણરૂપ બને તેમ હોઈ રેલ્વે બ્રીઝ ન બને તે માટે મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લે મળતા અહેવાલ પ્રમાણે આઈ.ટી.આઈ.ફાટકનો ઓવરબ્રીઝ હાઈવેના કારણે ઝડપી બનવાની શક્યતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts