Select Page

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અને કલેક્ટર એચ.કે.પટેલની સુચનાથી પ્લાન તૈયાર થશે તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં ચાર કચેરીઓના નિર્માણ માટે પ્રયત્નો

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અને કલેક્ટર એચ.કે.પટેલની સુચનાથી પ્લાન તૈયાર થશે તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં ચાર કચેરીઓના નિર્માણ માટે પ્રયત્નો

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અને કલેક્ટર એચ.કે.પટેલની સુચનાથી પ્લાન તૈયાર થશે
તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં ચાર કચેરીઓના નિર્માણ માટે પ્રયત્નો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર મધ્યે આવેલ તાલુકા પંચાયતમાં બે હેક્ટર જેટલી જગ્યા બીન ઉપયોગી પડી રહેતા એક મુલાકાતમાં કલેક્ટર એચ.કે.પટેલે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆત અને પ્રયત્નોથી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં તાલુકા પંચાયત, તાલુકા પોલીસ સ્ટેશન, વિસનગર પાલિકા ભવન, ડી.વાય.એસ.પી.ઓફીસ તથા રેસ્ટ હાઉસના નિર્માણ માટે કલેક્ટરે નકશો બનાવવા સુચના આપી હતી. વિસનગરના વિકાસથી પ્રભાવિત થયેલા કલેક્ટરે શહેરની આ કચેરીઓ માટે અદ્યતન મકાન બનાવવાની તમન્ના વ્યક્ત કરી હતી.
વિસનગર તાલુકા પંચાયતના પાછળના ભાગે બે હેક્ટર જેટલી પડી રહેલી જગ્યામાં સરકારી કચેરીઓ બનાવવા સરકારના વિવિધ વિભાગો દ્વારા ખેચ તાણ જોવા મળી રહી છે. તાલુકા પંચાયતનુ મકાન જર્જરીત બનતા નવુ મકાન બનાવવા માટે રૂા.૨.૪૦ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે. ત્યારે ડી.વાય.એસ.પી. ઓફીસ બનાવવા આ જગ્યામાં માર્કિંગ કરવામાં આવતા ભારે હોબાળો થયો હતો. તાલુકા પોલીસ સ્ટેશન નવુ બનાવવાની જરૂરીયાત છે. ત્યારે જગ્યા મળતી નથી. કડા રોડ નાવી કન્યા વિદ્યાલયની બાજુમાં તળ સમાજની વાડીની સામે સરકારી જગ્યામાં પોલીસ સ્ટેશન બનાવવા અંદરખાને ગતિવીધી ચાલી રહી છે. પરંતુ તાલુકા પોલીસ સ્ટેશન અહી બનાવવામાં આવે તો આ પોલીસ સ્ટેશનમાં જેમની વધારે અવરજવર છે તે ગામડાના લોકોને રીક્ષા ખર્ચના ભાડા ખર્ચવા પડે તેમ છે. વળી પાલિકા ભવનનો વિવાદ પણ છેલ્લા ૯ વર્ષથી ચાલી રહ્યો છે. એક બાજુ ગામ તળમાં જુની મામલતદાર ઓફીસની બાજુમાં કોર્ટ બીલ્ડીંગની જગ્યામાં પાલિકા ભવન બનાવવા માગણી છે તો બીજી બાજુ આદર્શ વિદ્યાલય સામે મહેસાણા રોડ ઉપર પાલિકા ભવન બનાવવા પ્રમુખે માગણી કરી છે. જે વિવાદમાં પાલિકા ભવન બનતુ નથી.
ત્યારે શહેરના વિકાસની સાથે અદ્યતન રેસ્ટહાઉસની પણ જરૂરીયાત છે. તાલુકા પંચાયત પાસેનુ જૂનુ રેસ્ટહાઉસ રહેવાલાયક રહ્યુ નથી.
વિસનગરમાં કચેરીઓ બનાવવાના વિવાદનો સુખદ અંત આવે તે માટે કલેક્ટર એચ.કે.પટેલે તા.૪-૨-૨૦૨૦ ના રોજ વિસનગર તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી. જેમણે પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર અને ટી.ડી.ઓ. બી.એસ.સથવારા સાથે તાલુકા પંચાયત પાછળની જગ્યાની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ ટી.ડી.ઓ.ઓફીસમાં અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. આ મીટીંગમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પણ હાજરી આપી હતી. કલેક્ટરે બે હેક્ટર જેટલી જગ્યામાં તાલુકા પંચાયત ઓફીસ, તાલુકા પોલીસ સ્ટેશન અને ડી.વાય.એસ.પી.ઓફીસ બનાવવા ચર્ચા કરી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વધારાની જગ્યા પડી રહી હોવાથી પાલિકા ભવન બનાવવા અને રેસ્ટહાઉસ બનાવવા માટે પણ રજુઆત કરી હતી. આટલી મોટી જગ્યામાં વિશાળ પાર્કિંગની સગવડ સાથે સ્ટાફ ક્વાટર્સ પણ બની શકે તેમ હોઈ રેસ્ટ હાઉસ સાથે ચાર કચેરીઓનો નકશો બનાવવા માટે સુચના આપી હતી.
મીટીંગમાં ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, મુસ્લીમ બોર્ડીંગની પાછળ એમ.એન. કોલેજ રોડ પહોળો કરવા માટે કોલેજનો વરંડો ૧૦ ફૂટ પાછો ખસેડવા કોલેજની જગ્યાની માગણી કરવામાં આવી છે. જે બાબતે ગાંધીનગરમાં પણ રજુઆત કરવામાં આવી છે. કલેક્ટરે એમ.એન.કોલેજ રોડની મુલાકાત માટે પણ જણાવ્યુ હતુ. આ મીટીંગ બાદ કલેક્ટરે વિચરતી જાતીના આવાસ માટે સુંશી રોડ ઉપરના હુહુ તળાવની પાસેની સરકારી પડતરની જમીનની પણ મુલાકાત લીધી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us